સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 20 February 2018

કોંગ્રેસ 27, ભાજપ 01: જાણો ‘ભાજપમુક્ત રાજુલા’નું રહસ્ય - DSPને કહેજો કે પપ્પા આવ્યા’ તા, અડ્ડો બંધ કરાવવા કહ્યું છે: અલ્પેશ - કેન્દ્રનો RBIને સવાલ: કેમ 7 વર્ષ સુધી ન પકડાયું PNB ફ્રોડ? - PNB ફ્રોડ: મારી બ્રાન્ડ અને ધંધો ચોપટ થયો, હવે નહીં આપું પૈસા- નીરવ - 75 નગરપાલિકાનું પરિણામઃ 47 પર ભાજપનો ભગવો, કોંગ્રેસને માત્ર 16

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

કોંગ્રેસ 27, ભાજપ 01: જાણો ‘ભાજપમુક્ત રાજુલા’નું રહસ્ય

નગરપાલિકામાં રાજુલા મોડેલની સફળતા બંને પક્ષ માટે કેસ સ્ટડી બનશે
અમદાવાદ: રાજ્યભરની ૭૫ નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સિદ્ધ કર્યું અને અગાઉની માફક કેટલીક પાલિકાઓમાં કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યા. છેલ્લાં બે દાયકાથી ગુજરાતમાં એકહથ્થુ સત્તા ધરાવતા ભાજપ માટે જોકે એક પાલિકાનું પરિણામ આઘાતજનક બની રહેવાનું છે. તો કોંગ્રેસ માટે પણ એ પરિણામ નવી આશાનો સંચાર કરનારું નિવડી શકે છે. એ ગામ એટલે અમરેલી જિલ્લાનું રાજુલા, જે લગભગ "ભાજપમુક્ત રાજુલા" બની ચૂક્યું છે.


એક તરફ મોદીનું વતન, બીજી તરફ રાજુલા

વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં ભાજપે ૨૮ પૈકી ૨૭ બેઠકો કબજે કરી અને કોંગ્રેસના ભાગે સમ ખાવા પૂરતી માત્ર ૧ બેઠક ગઈ. ભાજપના કોંગ્રેસમુક્ત ભારતના અભિયાનનો જાણે જવાબ વાળતા હોય તેમ રાજુલાએ કોંગ્રેસને ૨૮માંથી ૨૭ બેઠકો ધરી દીધી અને ભાજપના ભાગે માત્ર ૧ બેઠક આવી છે, જે પણ ફક્ત આંગળીના વેઢે ગણાય એટલાં માર્જિનથી આવી છે. 
સમગ્ર ગુજરાતની ૭૫ પૈકી ૪૭ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હોય ત્યારે રાજુલાએ શા માટે કોંગ્રેસનું આટલું મક્કમ સમર્થન કર્યું તેમજ કોંગ્રેસે કઈ રીતે આ ફતેહ મેળવી એ આવનારા દિવસોમાં બંને રાજકિય પક્ષો માટે કેસ સ્ટડી બની શકે તેમ છે.

મુદ્દાઓ ઓળખ્યા, લોકોની નાડ પારખી

રાજુલા નગરપાલિકાના ગત સત્તાવાહકોએ વિકાસના કાર્યો મોટાપાયે કર્યા, પરંતુ તેમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો સંભળાતી હતી. લોકોનો એ કચવાટ કોંગ્રેસના નેતૃત્વે પારખ્યો. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ અહીં જાતીગત સમીકરણોના સંતુલન જાળવવા ઉપરાંત સડક પર ઉતરીને લોકોના આક્રોશને વાચા આપવાનું આક્રમક વલણ દાખવ્યું હતું.
ડેર-ધાખડાનું સબળ નેતૃત્વ ફળ્યું

કોંગ્રેસે વિધાનસભા માટે અંબરિશ ડેરના યુવા નેતૃત્વને પસંદ કર્યું, એટલું જ નહિ, તેમની સામે વિરોધ થયો, બગાવત થઈ તો તેને પણ કાને ન ધરી. કોંગ્રેસનો આ બોલ્ડ ડિસિઝન ફળ્યો અને સળંગ ૨૨ વર્ષ પછી રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં હિરાલાલ સોલંકીની હાર થઈ. એ જ રીતે કોંગ્રેસે શહેર પ્રમુખ તરીકે રાજુલામાં વર્ચસ્વ ધરાવતા ધાખડા પરિવારના છત્રજિતભાઈની પસંદગી કરીને પંચોળી આહિર, મુસ્લિમ અને શહેરી ઉજળિયાત કે વેપારી વર્ગને ય જીતી લીધો.

ધારાસભ્ય અંબરિશ ડેરની સ્વચ્છ, આક્રમક છબીને લીધે રાજુલા શહેરના વેપારી સમુદાય, બ્રાહ્મણ, વાણિયા, લોહાણા જેવા સમાજમાં પણ કોંગ્રેસની છબી સુધરી. છત્રજિત ધાખડાના નેતૃત્વને લીધે કાઠી સમાજ, પંચોળી આહિર, મુસ્લિમ ઘાંચી, અન્ય પછાત વર્ગની કોંગ્રેસની જૂની વોટબેન્ક પણ એકજૂટ થઈ.
જાફરાબાદનો બદલો રાજુલાએ વાળ્યો

જાફરાબાદ પાલિકામાં હિરાલાલ સોલંકીએ ખારવા તેમજ કોળી સમાજ વચ્ચે સમાધાન કરાવીને એવી સોગઠાંબાજી ખેલી કે કોંગ્રેસને એકપણ ઉમેદવાર મળ્યો નહિ અને સરવાળે આખી પાલિકા બિનહરિફ થઈ. પરંતુ એવી વ્યુહરચના હિરાલાલ રાજુલામાં રમવામાં નિષ્ફળ ગયા. કોંગ્રેસે વોર્ડ મુજબ ઉમેદવારોની પસંદગીમાં પણ ચોક્સાઈ દાખવી અને ૩ કે ૪ બેઠક પોતાની તરફેણમાં બિનહરિફ પણ કરાવી દીધી. 

આમ, આરંભથી જ રાજુલામાં કોંગ્રેસનું હોમવર્ક પાકું હતું. નેતૃત્વ પણ એકજૂટ રહ્યું અને લોકોનો વિશ્વાસ જીતી શકાયો. જેને લીધે ભાજપને આખાય રાજ્યમાં ક્યાંય ન મળી હોય એવી કારમી હાર ખમવાનો વારો આવ્યો. આગામી દિવસોમાં ભાજપને પછાડવા કોંગ્રેસ "રાજુલા મોડેલ" અપનાવે તો હવે નવાઈ ન લાગવી જોઈએ. 
હવે અમારું લક્ષ્ય ભાજપમુક્ત જિલ્લો

પ્રજાની અપેક્ષાનો અમે આરંભથી જ ખ્યાલ રાખ્યો હતો. લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યા ઉકેલવા હકારાત્મક પ્રયાસ કર્યા છે. પરેશભાઈ ધાનાણીના માર્ગદર્શન અને જિલ્લા કોંગ્રેસ સંગઠનના સાથને લીધે વિધાનસભાની પાંચેય બેઠકો કોંગ્રેસે મેળવી છે અને હવે રાજુલામાં પણ ભાજપને લપડાક મારી છે. હવે અમારું લક્ષ્ય સંસદમાં પણ ભાજપને ભગાડીને અમરેલી જિલ્લાને ભયમુક્ત, ભ્રષ્ટાચારમુક્ત અને ભાજપમુક્ત કરવાનું છે. - છત્રજિતભાઈ ધાખડા, રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ
ઓછું મતદાન નડી ગયું

નગરપાલિકામાં વિકાસના અગણિત કાર્યો થયા છે તો પણ આજે આવેલું પરિણામ બહુ જ આઘાતજનક છે. યોગ્ય કામગીરી અને સંગઠનની સક્રિયતા છતાં અમે ધારણા મુજબ મતદાન કરાવી શક્યા નહિ. તેની સામે ભાજપવિરોધી પોકેટમાં ઊંચું મતદાન કરાવવામાં કોંગ્રેસને સફળતા મળી. છતાં જનતાના આદેશને અમે નતમસ્તકે સ્વિકારીએ છીએ અને અમારી ક્યાં ખામી રહી ગઈ એ વિશે અમે મંથન કરીશું. - રવુભાઈ ખુમાણ, જિલ્લા ભાજપ મહામંત્રી

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-congress-won-27-seat-and-bjp-won-1-seat-in-rajula-nagarpalika-election-gujarati-news-5815853-PHO.html?ref=ht

DSPને કહેજો કે પપ્પા આવ્યા’ તા, અડ્ડો બંધ કરાવવા કહ્યું છે: અલ્પેશ

ડીસાના આસેડામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો બેફામ વાણીવિલાસ
પાલનપુર: ડીસા તાલુકાના આસેડા ગામે સોમવારે ચૂંટણી સભામાં રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બેફામ વાણીવિલાસ કરી જિલ્લા પોલીસવડા નિરજ બડગુજર ઉપર સંગીન આક્ષેપો કર્યા હતા. આ ડીએસપીને કહેજો કે પપ્પા આવ્યા હતા અને અડ્ડો બંધ કરાવવાનું કહી ગયા છે નહીંતર પપ્પા છોડશે નહીં સોટી લઇને આવશે.

વ્યસનમુક્તિ અર્થે દારૂ બંધ કરાવવા તમારી વચ્ચે આવવાનો છું

આગામી 21 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન થનાર છે. જેમાં કોંગ્રેસ માટે પ્રચાર અર્થે ડીસા તાલુકાના આસેડા ગામે સોમવારે આવેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જિલ્લામાં 15 એપ્રિલથી અંબાજીથી વ્યસનમુક્તિ અર્થે દારૂ બંધ કરાવવા તમારી વચ્ચે આવવાનો છું.
બાપા બીજા નહીં આવે પણ આ સવાયો બાપ અહીં આવ્યો છે
મેં એવું સાંભળ્યું છે કે, તમારો ડીએસપી બહુ હપ્તા લે છે.એને એવું છે કે, બાપા બીજા નહીં આવે પણ આ સવાયો બાપ અહીં આવ્યો છે અને એના હું છોતરા કાઢીશ. કારણ કે મને એવું હતું કે આ ઇમાનદાર છે પણ મારો બેટો ભોળો ચહેરો કરી અને મહિને 42 લાખનો હપ્તો લે છે બુટલેગરો જોડેથી.
અલ્પેશ ઠાકોરની આ વિડીયો ક્લીપ સોશિયલ મિડીયામાં વાયરલ

હું બડગુર્જરના નામ જોગ કહું છું આ ડીએસપીને કહેજો કે પપ્પા આવ્યા હતા અને અડ્ડો બંધ કરાવવાનું કહી ગયા છે નહીંતર પપ્પા છોડશે નહીં સોટી લઇને આવશે. અલ્પેશ ઠાકોરની આ વિડીયો ક્લીપ સોશીયલ મિડીયામાં વાયરલ થઇ હતી.
આ મામલે હું કંઇ પણ કહેવા માંગતો નથી: એસપી નિરજ બડગુર્જર

અલ્પેશ ઠાકોરના જિલ્લા પોલીસવડા સામેના વ્યક્તિગત આક્ષેપોને લઇ ધારાસભ્યને આ ભાષા શોભે કે કેમ તેવા સવાલો ઉઠ્યા હતા. એસપી નિરજ બડગુર્જરે જણાવ્યું હતું કે ‘આ મામલે હું કંઇ પણ કહેવા માંગતો નથી.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-BSK-OMC-LCL-tell-dsp-that-dad-had-come-said-to-stop-the-rendezvous-alpesh-gujarati-news-5815906-PHO.html?ref=ht

કેન્દ્રનો RBIને સવાલ: કેમ 7 વર્ષ સુધી ન પકડાયું PNB ફ્રોડ?

રૂ. 11,394 કરોડનું દેશનું સૌથી મોટું બેન્કિંગ કૌભાંડ, બેન્કો પાસેથી છીનવાઈ શકે છે ઓડિટર નિયુક્તિનો અધિકાર
નવી દિલ્હી: નાણાવિભાગે રિઝર્વ બેન્કને પૂછ્યું છે કે, બેન્કિંગ સિસ્ટમમાં શુ ખામી છે જેના કારણે પીએનબીનું કૌભાંડ 7 વર્ષ સુધી પકડાયુ નહીં. નાણા વિભાગે આ વિશે આરબીઆઈને લેટર લખ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમાં દગાખોરી રોકવા માટે બેન્કિંગ રેગયુલેટરના સૂચનો પણ માંગવામાં આવ્યા છે. બેન્કના ઓડિટર આટલા મોટા કૌભાંડને પકડી ન શક્યા, મંત્રાલયે આ વિશે પણ આરબીઆઈ પાસે જવાબ માગ્યો છે.

ઓડિટરોની નિમણૂકના નિયમો કડક થઈ શકે છે

- ઓફિસરોના જણાવ્યા પ્રમાણે ઓડિટરોની નિમણૂકના નિયમો કડક થઈ શકે છે. બેન્ક મેનેજમેન્ટને તેનાથી દૂર રાખવામાં આવે તેવી શક્યતા છે. અત્યારે સરકારી બેન્કો અને સરકારના નિયંત્રણવાળી અન્ય કંપનીઓ માટે ઓડિટર અપોઈન્ટ કરવાના નિયમો અલગ હશે.
- સરકારી કંપનીઓમાં કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દરેક નાણાકીય વર્ષ માટે ઓડિટરની નિમણૂક કરે છે. જે સીએજીને જ તેમનો રિપોર્ટ આપે છે. પરંતુ સરકારી બેન્કો તેમના ઓડિટરની નિમણૂક જાતે કરે છે. ઓડિટરોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જોઈએ તે વિશે હજુ કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી. તેને પણ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.
પીએનબી ઈફેક્ટ્સ: 11 બેન્કોના શેર 1 વર્ષની નીચલી સપાટીએ
ગીતાંજલી જેમ્સના શેર 10 ટકા નીચે

- પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના કારણે સોમવારે પીએનબી, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યૂનિયન બેન્ક, સિન્ડીકેટ બેન્ક, યુકો બેન્ક, અલાહાબાદ બેન્ક, ઓરિયન્ટલ બેન્ક, દેના બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, કોર્પોરેશન બેન્કના શેર 52 સપ્તાહની નીચી સપાટીએ છે.
- મેહુલ ચોકસીની કંપની ગીતાંજલી જેમ્સના સ્ટોકમાં 10 ટકાનો ઘટાડો થઈને તે હાલ રૂ. 33.80 થઈ ગયો છે. ચાર દિવસોમાં તે 47 ટકા ઘટી ગયા છે. કંપનીની માર્કેટ કેપ હવે માત્ર રૂ. 400 કરોડ રહી છે.
કઈ બેન્કમાં થયો કેટલો ઘટાડો

પીએનબી- 7.36%
યૂનિયન બેન્ક- 7.19 %
બેન્ક ઓફ મહારાષ્ટ્ર- 6.79%
સિન્ડીકેટ બેન્ક- 6.45 %
અલાહાબાદ બેન્ક- 6.30%

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-rbi-asked-question-to-government-over-pnb-scam-gujarati-news-5816126-PHO.html?ref=ht

PNB ફ્રોડ: મારી બ્રાન્ડ અને ધંધો ચોપટ થયો, હવે નહીં આપું પૈસા- નીરવ

કંપનીઓ પર જે બાકી લેણાં છે તે બેન્ક દ્વારા જાહેર કરેલા આંકડાથી ખૂબ જ ઓછા છે
મુંબઈ: દેશના બેન્કિંગ ઇતિહાસના સૌથી મોટા કૌભાંડના મુખ્ય કર્તાધર્તા નીરવ મોદી કરોડોની ચોરી બાદ હવે શિરજોરી પર ઉતરી આવ્યો છે. કૌભાંડ પર પહેલી વાર પ્રતિક્રિયા આપતાં તેણે કહ્યું કે પંજાબ નેશનલ બેન્ક દ્વારા મામલાને જાહેર કરી દેવાતા હવે વાત બગડી ગઈ છે અને બેન્કે તેના બાકી લેણાં વસૂલવાના તમામ વિકલ્પો ગુમાવી દીધા છે. તેની સાથે જ મોદીએ દાવો કર્યો છે કે તેની કંપનીઓ પર જે બાકી લેણાં છે તે બેન્ક દ્વારા જાહેર કરેલા આંકડાથી ખૂબ જ ઓછા છે.


પીએનબી મેનેજમેન્ટને 15-16 ફેબ્રુઆરીએ લખેલા એક પત્રમાં કહ્યું કે તેમની કંપનીઓ પર બેન્કના બાકી લેણાં 5000 કરોડ રૂપિયાથી ઓછા છે. પત્ર મુજબ, ખોટી રીતે જાહેર કરેલા બાકી લેણાંને કારણે મીડિયામાં હોબાળો સર્જાઈ ગયો છે અને પરિણામ સ્વરૂપે તાત્કાલિક ધોરણે શોધખોળ કાર્યવાહી શરૂ કરવામાં આવી. તેનાથી બેન્કના બાકી લેણાં ચૂકવવાની અમારી ક્ષમતા જોખમાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે નીરવ તેના પરિવાર સહિત જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં દેશ છોડીને ભાગી ગયો હતો.
તેણે કહ્યું કે 13 ફેબ્રુઆરીએ મે પ્રસ્તાવ મૂક્યો છતાં બાકી લેણાંને તાત્કાલિક વસૂલવાની ઉતાવળે કરવામાં આવેલી કાર્યવાહીને કારણે મારી બ્રાન્ડ અને બિઝનેસ બરબાદ થઈ ગયા અને તેનાથી હવે બાકી લેણાં વસૂલવાની તમારી ક્ષમતા મર્યાદિત થઈ ગઈ છે. કૌભાંડનો ખુલાસો થયા બાદથી જ તપાસ એજન્સીઓ નીરવ મોદીની સંપત્તિઓ અને ઠેકાણાંઓ પર કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં આ મામલે 5716 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ ચૂકી છે. સાથે જ નીરવને ભારત લાવવા માટે જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
નીરવના ઘર સહિત 39 સ્થળે ઇડીના દરોડા, 22 કરોડના હીરા-જ્વેલરી કબજે કરાયા

પીએનબીમાં 11,394 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને ભાગેલા હીરાના વેપારી નીરવ મોદીના મુંબઇ સ્થિત બંગલા ‘સમુદ્ર મહલ’ પર સોમવારે સવારે ઇડીએ દરોડા પાડ્યા છે. સોમવારે પણ સમગ્ર દેશમાં વિભિન્ન શહેરોમાં નીરવ અને મેહુલનાં 39 સ્થળોએ દરોડા પાડીને 22 કરોડના હીરા અને જ્વેલરી કબજે કરાયા છે. મેહુલ ચોકલીની કંપની ગીતાંજલિ જેમ્સન સીએફઓ ચંદ્રકાન્ત કરકરેએ 15 ફેબ્રુઆરીએ અને વાઇસ પ્રેસિડેન્ટ અને કંપનીના સેક્રેટરી પંખુડીએ 13મી ફેબ્રુઆરીએ રાજીનામાં આપી દીધાં છે.
સીબીઆઇની એફઆઇઆરમાં આ બંનેનાં નામ છે. પીએનબી અને નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ સોમવારે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (સીવીસી) કે.વી.ચૌધરી સાથે મુલાકાત કરી છે. બેઠક બે કલાક ચાલી. પીએનબીના અધિકારીએ કહ્યું કે કૌભાંડને પહોંચી વળવા માટે ભરાઇ રહેલા પગલાં અને ફ્રોડમાં સામેલ કર્મચારીઓ પર કરાયેલી કાર્યવાહીની સીવીસીને માહિતી અપાઇ છે.
કૌભાંડનું મૂળ પીએનબીની બ્રાન્ચ પર દરોડા

પીએનબીની બ્રેડી હાઉસ બ્રાન્ચમાં સોમવારે પણ સીબીઆઇના દરોડા ચાલુ રહ્યા. એલઓયુનું કૌભાંડ આ જ બ્રાન્ચમાં થયું છે. સીબીઆઇએ નીરવની કંપનીના સીએફઓ વિપુલ અંબાણીની બીજા દિવસે પણ પૂછપરછ કરી છે. પીએનબીના જીએમ સ્તરના અધિકારી સહિત 11ની પૂછપરછ ચાલુ છે. ઇડીને શંકા છે કે કોઠારીએ બેન્કો પાસેથી લીધેલી લોનનું માલ્યાની જેમ જ મની લોન્ડરિંગ કર્યું છે.  જ્યારે સીબીઆઇ મુજબ કોઠારીએ બીજા કામમાં લોનનાં નાણાં વાપર્યા. એક ખાસ એક્સપોર્ટ ઓર્ડર માટે મંજૂર લોન અન્ય કોઇ વિદેશી કંપનીમાં ડાઇવર્ટ કરી દેવાઇ. બેન્કોને પણ બનાવટી દસ્તાવેજ અપાયા હતા.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/alpesh-thakor-will-address-17-public-meetings-in-madhya-pradesh-on-election-day

75 નગરપાલિકાનું પરિણામઃ 47 પર ભાજપનો ભગવો, કોંગ્રેસને માત્ર 16

2060 બેઠકોમાંથી બીજેપી 1167,કોંગ્રેસ 630,15 બહુજન સમાજ પાર્ટી, 28 એનસીપી, 18 અન્ય અને 202 બેઠકો અપક્ષને મળી છે
અમદાવાદઃ આજે 75માંથી 74 નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જ્યારે જાફરાબાદ નગરપાલિકા પહેલેથી જ ભાજપે બિનહરિફ જીતી લીધી હતી. આમ કુલ 75 નગરપાલિકા પૈકી બીજેપીને 47, કોંગ્રેસને 16, 1 એનસીપી, 1 બહુજન સમાજ પક્ષ, 6 નગર પાલિકા મિશ્ર અને 4 નગર પાલિકા અપક્ષને મળી છે.

નોંધનીય છે કે, કુલ 2064 બેઠકોમાંથી બોરિયાવીના એક વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા આ વોર્ડની 4 બેઠકોની ચૂંટણી હવે પછી કરવામાં આવશે.
કોને મળી કેટલી બેઠક
બીજેપી 1167
કોંગ્રેસ 630
બહુજન સમાજ પાર્ટી 15
એનસીપી 28
અન્ય 18
અપક્ષો 202
-----------------------------
કુલ બેઠકો 2060
– ધંધુકા ન.પા.માં ભાજપને 14 , કોંગ્રેસને 13 , અપક્ષને 1 બેઠક મળી
– દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ 3 ન.પા.માંથી ભાજપના ફાળે 2, કોંગ્રેસનો 1 પર કબ્જો
– કરજણ ન.પા.માં 28માંથી 18 બેઠક ભાજપને, RSPને 8 બેઠક, કોંગ્રેસને 1 બેઠક
– વિજાપુર ન.પા.માં ભાજપ 17, કોંગ્રેસે 6 બેઠકો જીતી, 5 અપક્ષ જીત્યા
– માણાવદર ન.પા.માં કોંગ્રેસનો ક્બજો, કોંગ્રેસ 15, ભાજપ 12 અને 1 અપક્ષ
– ઉત્તરગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો, 5 જિલ્લાની 13 ન.પા.માંથી 9 ન.પા.માં BJPની જીત, 3 ન.પા.માં કોંગ્રેસ, 1 ન.પા.માં ટાઈ પડી
– બિલીમોરા ન.પા.ચૂંટણી પરિણામમાં ભાજપની જીત થતા હંગામો, વોર્ડ નં-1ના હારેલા ઉમેદવારો કર્યો હોબાળો, હારેલા ઉમેદવારે EVM પર ઉઠાવ્યા સવાલ, ઉમેદવારે આત્મવિલોપનની ચિમકી સાથે ફેરચૂંટણીની માંગ
– સાબરકાંઠા જિલ્લાની 4 પાલિકાની મતગણતરીમાં પ્રાંતીજ અને ઈડરમાં ભગવો લહેરાયો, તલોદમાં કોંગ્રેસે વધુ બેઠકો મેળવી, ખેડબ્રહ્મા પાલિકામાં ટાઈ પડી
– સાબરકાંઠાની 4 નગર પાલિકામાંથી ભાજપે 2 અને કોંગ્રેસે 1 કબજે કરી, જયારે 1 પાલિકામાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે ટાઈ પડી
– દ. ગુજરાત ન.પા.ની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ, 3 જિલ્લાની 6 ન.પા. બેઠકોમાંથી 5 ન.પા.માં BJPનો કબ્જો
– તાપીની સોનગઢ નગર પાલિકામાં ભાજપની જીત
–  જેતપુરમાં મંત્રી જયેશ રાદડિયાનો દબદબો યથાવત
–  જેતપુરમાં નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખતા કુલ 44 બેઠકોમાંથી ભાજપે 29 બેઠકો મેળવી, કૉંગ્રેસને માત્ર 3 બેઠકો મળી, અપક્ષે 12 બેઠકો કબ્જે કરી
– વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું
– અમરેલીમાં ભાજપનો ભગવો લહેરાયો, ચલાલા, લાઠી, રાજુલામાં BJPની જીત, કોંગ્રેસ પાસેથી BJPએ ઝુંટવી
– વલસાડની પારડી નગરપાલિકામાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટાઈ, 28 બેઠકો પૈકી બંને પક્ષોને 14 – 14 બેઠક, પારડીમાં ટાઈ પડતાં ઉત્તેજના પૂર્ણ માહોલ
–  થરાદ નગરપાલિકાનું પરીણામઃ ભાજપ 12, અપક્ષ  8,  કોંગ્રેસ 8
–  વડનગરમાં માત્ર એક બેઠક પર કોંગ્રેસનો વિજય, 28માંથી 27 બેઠકો પર બીજેપીની જીત
–  ધોરાજી નગર પાલિકા પર કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં 18 બેઠક પર કોંગ્રેસ અને બીજેપીને માત્ર 6 બેઠકો મળી
–  કરજણની 6 બેઠકો પર ભાજપની જીત, 1 બેઠક પર કોંગ્રેસની જીત,  
–  હાલોલમાં 12 બેઠકો પર ભાજપનો વિજય, ચાર પર કોંગ્રેસનો વિજય,
–  કાલોલમાં પાંચ બેઠક પર ભાજપનો વિજય
– ગરિયાધાર વોર્ડ – 1માં ચારેય બેઠક કોંગ્રેસને ફાળે
– પ્રાંતિજમાં વોર્ડ 2માં 3 ભાજપ 3, એક બેઠક પર અપક્ષ વિજયી
– હળવદ વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય
– કોડીનાર ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ જીતી
– ઝાલોદ વોર્ડ 1માં 3 અપક્ષ એક પર ભાજપની જીત
– વિદ્યાનગર વોર્ડ નં 3માં ભાજપની પેનલ જીતી
– છાયા ન.પા વોર્ડ નં 1માં કોંગ્રેસની પેનલ જીતી
– ડાકોર વોર્ડ – 1માં એક BJP અને 3 પર અપક્ષની જીત
– કુતિયાણા ન.પા. વોર્ડ નં – 1માં ભાજપની પેનલ જીતી
– રાણાવાવ ન.પા. વોર્ડ નં 7માં ભાજપની પેનલ જીતી
– વલસાડ ન.પા. વોર્ડ નં 1માં ભાજપની પેનલ જીતી
– પ્રાંતિજ ન.પા. વોર્ડ નં 2 માં 3 બેઠક પર ભાજપની જીત
– સિહોર ન.પા. વોર્ડ નં 2માં 8 બેઠક પર ભાજપની જીત
– વંથલી ન.પા.માં 2 વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
– વિસાવદર વોર્ડ નં 2 માં 3 બેઠક પર કોંગ્રેસ વિજયી
– વલસાડ નગરપાલિકાની મતગણતરી દરમ્યાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે આવા બાઇ સ્કૂલ બહાર ઘર્ષણ, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો
– ચોરવાડ ન.પા. વોર્ડ – 1માં કોંગ્રેસની જીત
– ગારિયાધાર વોર્ડ 1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
– રાપરમાં વોર્ડ 4મા ચારેય બેઠક પર ભાજપનો વિજય
– માણાવદર વોર્ડ 1 માં કૉંગ્રેસની જીત
– છોટાઉદેપુર વોર્ડ 1મા 3 અપક્ષ એક પર કૉંગ્રેસનો વિજય
– કાલાવાડમાં વોર્ડ નંબર-1મા ભાજપનો વિજય
– ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર-1માં કૉંગ્રેસે રી-કાઉન્ટિંગની કરી માંગણી
– રાજુલા વોર્ડ નંબર-1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
– સિહોર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
– વિજોલપર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
– ચોરવાડ વોર્ડ નંબર 1મા કૉંગ્રેસનો વિજય
– વલ્લભ વિદ્યાનગર વોર્ડ નંબર 1 અને 2માં ભાજપનો વિજય
– હારીજ નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય
– વંથલીમાં નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં કૉંગ્રેસનો વિજય
– ખેડબ્રહ્મા વોર્ડ નંબર 1મા કૉંગ્રેસની પેનલનો વિજય
– પારડી ન.પા.વોર્ડ નંબર 1મા કોંગ્રેસના ઉમેદવારનો વિજય
– દ્વારકા નગર પાલિકા વોર્ડ નંબર 1માં ચારેય બેઠક પર ભાજપની પેનલનો વિજય
– કોડીનાર વોર્ડ નંબર 1મા ચારેય બેઠક પર ભાજપની પેનલનો વિજય
– તળાજા વોર્ડનંબર 1માં 2 ભાજપ, 2 કૉંગ્રેસનો વિજય
– ખેડા મહુધામાં કૉંગ્રેસ 3 ભાજપની 1 બેઠક પર વિજય
– સુરેન્દ્રનગર વોર્ડ નંબર 6ની બેઠક પર કૉંગ્રેસની પેનલનો વિજય
– સાણંદ વોર્ડ નંબર 1મા ભારતીય જનતા પાર્ટીની જીત
– થરાદ વોર્ડ નંબર 1મા 3 બેઠક પર અપક્ષ, એક બેઠક પર ભાજપ
– થરાદના 4 વોર્ડના પરિણામ જાહેર
– થરાદ નગરપાલિકાના પ્રમુખ સુમિત્રાબેન દવેની હાર

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarats-74-nagarpalika-results-bjp-ahead-from-congress-NOR.html?ref=ht


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)



30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment