સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 12 December 2017

મહેસાણાઃ રજની પટેલનો વિરોધ કરતી મહિલાઓને મારવા ભાજપનો કાર્યકર ખુલ્લી તલવાર લઈ દોડ્યો - ચૂંટણીપંચની ઐસી કે તૈસી- ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટનો વીડિયો વાયરલ - મોદી સી પ્લેનમાં ઊડવા માંગે તે સારી વાત, ગુજરાત માટે શું કર્યું? - રાહુલ - પાકિસ્તાન - શ્રીલંકા કરતા પણ ઓછી છે ભારતમાં ઇન્ટરનેટ સ્પીડ - ભારત અને પાકિસ્તાનના જવાનોના માથા વાઢો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

મહેસાણાઃ રજની પટેલનો વિરોધ કરતી મહિલાઓને મારવા ભાજપનો કાર્યકર ખુલ્લી તલવાર લઈ દોડ્યો

vlcsnap-2017-12-12-14h41m59s029

આ અંગેની વિગતો એવી છે કે, ભાજપના રજની પટેલનો પાંચોટમાં વિરોધ થતાં આઇટી સેલના પ્રમુખ ચંદ્રેશ પટેલે ગુસ્સે ભરાયો હતો અને વિરોધ કરી રહેલી મહિલાઓ સામે ખુલ્લી તલવાર લઈને દોડ્યો હતો. એટલું જ નહીં, આઇટી સેલે મંડલમાં તોડફોડ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, આ પાંચોટ ગામને સાંસદ જયશ્રીબેન પટેલે દત્તક લીધેલું છે. આજે ભાજપ પ્રચારમાં આવતાં તેમની સામે વિરોધ થતાં મામલો ગરમાયો હતો.

Source :- http://abpasmita.abplive.in/mehsana/bjp-leader-threat-women-in-panchot-village-of-becharaji-assembly-seat-during-rajni-patel-meeting-for-gujarat-election-2017-207599/#image7

મહેસાણાઃ વિરોધ થતાં BJP કાર્યકર ખુલ્લી તલવાર લઇ આવ્યો, મહિલાઓમાં મચી નાસભાગ

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે બંને પક્ષના નાના મોટા નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. ચૂંટણી પ્રચાર માટે નીકળેલા નેતાઓનું ક્યાંક સ્વાગત કરવામાં આવે છે તો ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતના મહેસાણા પાસે આવેલા પાંચોટ ગામમાં વિરોધનો કંઇક અલગ નજારો જોવા મળ્યો હતો. પાંચોટ ગામમાં ભાજપના ઉમેદવાર રજની પટેલનો વિરોધ કરતાં ભાજપના કાર્યકરો ઉશ્કેરાઇ ગયા હતા. જ્યાં આઈટી સેલના ચંદ્રશ પટેલ ખુલ્લી તલવાર લઇને ધસી આવ્યા હતા. જેનાથી લોકો ગભરાઇ ગયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
રજની પટેલનો પાંચોટ ગામમાં થયો વિરોધ
મળતી માહિતી પ્રમાણે ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય રજની પટેલ પોતાના ચૂંટણી પ્રચાર માટે પાંચોટ ગામમાં ગયા હતા. જ્યાં ગામના લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલાઓએ રજની પટેલનો વિરોધ કરવામાં આવતા સાથે આવેલા ભાજપના કાર્યકરો ઉશ્કેરાઇ ગયા હતા.
આઈટી સેલના ચંદ્રેશ પટેલ ખુલ્લી તલવાર લઇને આવ્યા, મહિલાઓમાં નાસભાગ
મહિલાઓ દ્વારા રજની પટેલનો ઉગ્ર વિરોધ કરવામાં આવતા ભાજપના કાર્યકરો ઉશ્કેરાઇ ગયા હતા. જે પૈકી આઇટી સેલના ચંદ્રેશ પટેલે ખુલ્લી તલવાર લઇને ટોળા વચ્ચે ધસી આવ્યા હતા. જેના પગલે મહિલાઓ ગભરાઈ ગઇ હતી અને તેમાં નાસભાગ મચી ગઈ હતી.

Source :- http://sandesh.com/bjp-worker-comes-with-open-sword-in-mehsana/

ચૂંટણીપંચની ઐસી કે તૈસી- ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટનો વીડિયો વાયરલ

ભુષણ ભટ્ટે ઈલેક્શન કમિશનને પણ ગણતા નથી તેવા શબ્દો વાપર્યા હતા

અમદાવાદ: જમાલપુર-ખાડિયા વિસ્તારના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે રેલી માટે કાર્યકરોને કામગીરી માટે જણાવ્યું હતું. તે સમયે તેમણે જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો હતો તે સાંભળીને તમે પણ ચોંકી જશો. કાર્યકરોને રેલીની સમજ આપતા ભૂષણ ભટ્ટે ઈલેક્શન કમિશનને પણ ગણતા નથી તેવા શબ્દો વાપર્યા હતા અને કહ્યું હતું કે, ચૂંટણીપંચની 'ઐસી કે તૈસી'. સાથે જ બધાને પેટ્રોલ સુધીનો ખર્ચ આપવાની પણ વાત કરી હતી. આ વીડિયો હાલ વાયરલ થયો છે, નેતાઓ જાહેર મંચ પર કેવું વર્તન કરતા હોય અને મંચ પરથી ઉતર્યા બાદ તેમની કામગીરી કેવી હોય તે અંગેનો ભેદ અહીં વીડિયોમાં જોઈ શકાય છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-bjp-candidate-bhushan-bhatt-video-viral-NOR.html?ref=ht

મોદી સી પ્લેનમાં ઊડવા માંગે તે સારી વાત, ગુજરાત માટે શું કર્યું? - રાહુલ

રાહુલે ગુજરાત ચૂંટણીની શરૂઆત દ્વારકાધીશના દર્શન કરીને કરી હતી.

અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી. ગુજરાત ચૂંટણીમાં ટેમ્પલ પોલિટિક્સ પર રાહુલે કહ્યું- હું ગુજરાતમાં જે પણ મંદિર ગયો, ત્યાંની જનતાના સારા ભવિષ્ય માટે કામના કરી છે. આ દરમિયાન તેઓએ મોદીની સ્પીચની ભાષા, જીએસટી, બેરોજગારી અને સી-પ્લેનથી અંબાજી મંદિર જવા પર નિશાન સાધ્યું. તેની પર રાહુલે કહ્યું- મોદી જો સી-પ્લેનમાં ઉડવા માંગે છે તો સારી વાત છે. પરંતુ સવાલ એ છે કે ગુજરાતની જનતા માટે તેઓએ શું કર્યું? આ પહેલા તેઓએ શહેરના જગન્નાથ મંદિરમાં પૂજા કરી. રાહુલે આ સાથે 27 મંદિરમાં દર્શન કર્યા છે. મહત્વપૂર્ણ છે કે આજ ગુજરાત ચૂંટણી બીજા ફેઝના પ્રચારનો અંતિમ દિવસ છે. 14 ડિસેમ્બરે 93 બેઠકો માટે મતદાન થશે. 18 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

રાહુલ ગાંધીની સ્પીચની 7 મહત્વની વાતો:
1) ગુજરાતમાં એકતરફી વિકાસ
- રાહુલ ગાંધીએ કહ્યું, “વીતેલા 22 વર્ષોમાં મોદી અને વિજય રૂપાણીએ એકતરફી વિકાસ કર્યો છે. ફક્ત 10 લોકોનો જ વિકાસ કર્યો. નેનો માટે 33 હજાર કરોડ ક્યાં ગયા? બીજેપી આ ચૂંટણીમાં પોતાની પોઝિશન જાળવી શકી નથી. આ બાબત નરેન્દ્ર મોદીના છેલ્લાં ભાષણોમાં સ્પષ્ટ દેખાય છે. પીએમ કોંગ્રેસની વાત કરે છે અથવા તો પછી પોતાની વાત કરે છે.”
2) મંદિરમાં જવાની મનાઇ છે શું?
- રાહુલે કહ્યું, “અત્યાર સુધી હું ગુજરાતમાં જેટલા પણ મંદિરોમાં ગયો છું, ત્યાં ગુજરાતના સોનેરી ભવિષ્યની કામના કરી છે. મારા મંદિરોમાં જવાની વાતને મુદ્દો બનાવવામાં આવ્યો. કોઇને મંદિરોમાં જવાની મનાઇ છે?”
- “હું કેદારનાથ ગયો હતો. ત્યાં ઘણીવાર જતો હોઉ છું. આ બીજેપીવાળાઓની જ સ્ટોરી છે કે હું મંદિર નથી જતો. કેદારનાથ ગુજરાતમાં છે?”
3) GSTએ ગુજરાતના વેપારીઓને નુકસાન કર્યું
- રાહુલે કહ્યું, “ગબ્બર સિંહ ટેક્સે ગુજરાતના વેપારીઓને જબરદસ્ત નુકસાન કર્યું છે. ગુજરાતની એક ટીચરે મને રડતા-રડતા જણાવ્યું કે મોંઘવારી વધી પણ અમારો પગાર ના વધ્યો.”
4) કોંગ્રેસ ખેડૂતોના દેવાં માફ કરશે, યુવાનોને રોજગાર આપશે
- રાહુલ ગાંધીએ કહ્યું, “અમે યુવાનોને રોજગાર આપીશું, ખેડૂતોના દેવાં માફ કરીશું. અમે 3-4 મહિનામાં ગુજરાતની જનતાની વાત સાંભળી છે. અમે જે પણ કહીએ છે, તે કરીએ છીએ, પછી તે વળતર હોય, દેવાંમાફી હોય, શિક્ષણ હોય કે પચી ખેડૂતોને આપવામાં આવતી મિનિમમ સપોર્ટ પ્રાઇસ હોય.”
5) હું મોદી વિશે ખોટું ન બોલી શકું
- રાહુલે કહ્યું, “મોદીજી મારા વિશે ખોટી વાતો બોલે છે, પણ હું તેમના વિશે ખરાબ નહીં બોલું. ચૂંટણી નેરેટિવ્ઝ એટલે કે મુદ્દાઓ પર જીતવામાં આવે છે. મોદીજીએ એકવાર પણ પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચાર (રાફેલ ડીલ)નો કોઇ ઉલ્લેખ નથી કર્યો. અમે તેમને પૂછ્યું કે જે ઉદ્યોગપતિની કંપનીએ ક્યારેય પ્લેન નથી બનાવ્યું, જેનાપર 45 હજાર કરોડનું દેવું છે, તેને ડીલ કેમ આપી?”
- “જે રીતે મણિશંકરજી મોદીજી વિશે બોલ્યા, મેં સ્પષ્ટ કરી દીધું કે મોદી દેશના પીએમ પણ છે. તેમના વિશે ખોટાં નિવેદનો નહીં ચાલે. અમે મણિશંકરને સસ્પેન્ડ કરી દીધા. મનમોહન પર પીએમનો જવાબ યોગ્ય નથી. તેમણે દેશ માટે ઘણું કામ કર્યું છે.”
6) મોદી સીપ્લેનમાં ઉડના માંગે છે તો સારી વાત છે
- રાહુલે કહ્યું- “મોદી સીપ્લેનમાં ઉડવા માંગે છે, તે સારી વાત છે, પરંતુ સવાલ છે કે ગુજરાતની જનતા માટે તેમણે શું કર્યું? ગુજરાતના 30 લાખ લોકો બેરોજગાર છે. તમે ગુજરાતની હોસ્પિટલોમાં ડોક્ટરોને તહેનાત કર્યા? તેના પર તેઓ શું કહે છે- હા કે ના.”
7) ગુજરાતમાં મને બહુ પ્રેમ મળ્યો
- રાહુલે ગાંધીએ કહ્યું, “છેલ્લા 3 મહિનામાં ગુજરાતે મને એટલો પ્રેમ આપ્યો છે કે હું જિંદગીભર નહીં ભૂલી શકું. જ્યાં ગયો ત્યાં લોકોએ મને ખાખરા, મગફળી અને મરચાંનું અથાણું ખવડાવ્યું. જ્યારે પણ મારી જરૂર હોય, ફક્ત તમારે બોલાવવાની જ જરૂર છે.”
- “હું કોંગ્રેસની કામ કરવાની આઇડિયોલોજી (વિચારધારા)ને દેશમાં ફેલાવવા માંગું છું. આ પ્રેમથી કરવા માંગું છું. મોદી મારા રાજકીય વિરોધી છે. મારા મોમાંથી તેમના માટે અપશબ્દ નહીં નીકળે.”
કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર કર્યા ભગવાન જગન્નાથના દ ર્શન
રાહુલ ગાંધીએ સોમવારે વિરમગામ અને ગાંધીનગરમાં સભા સંબોધી હતી. ત્યારબાદ અમદાવાદમાં રાતવાસો કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ તેમણે સૌ પહેલા ભગવાન જગન્નાથનું શરણું લીધું હતું. આજે તેઓ જમાલપુર સ્થિત જગન્નાથના દર્શને પહોંચ્યા હતા. અહીં રાહુલે ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રાહુલ ગુજરાત ચૂંટણીની શરૂઆત દ્વારકાધીશના દર્શન કરીને કરી હતી. આજે પણ ભગવાન વિષ્ણુ રૂપ એવા જગન્નાથના દર્શન કરીને રાહુલે ગુજરાત ચૂંટણી પ્રચારને જારી રાખ્યો છે. આજે સાંજે ચૂંટણી પ્રચારના પડખમ શાંત થશે ત્યારે રાહુલ છેલ્લી ઘડીએ એડીચોડીનું જોર લગાવશે. એ પહેલા કોંગ્રેસને વિજયી બનાવવા માટે રાહુલે ભગવાન જગન્નાથના દર્શન કરીને જીતની કામના કરી હતી.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-congress-president-rahul-gandhi-taken-darshan-of-lord-jagannath-NOR.html?ref=ht

લો કરલો બાત....

પાકિસ્તાન - શ્રીલંકા કરતા પણ ઓછી છે ભારતમાં ઇન્ટરનેટ સ્પીડ

મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ બાબતે દુનિયામાં ભારતનો ૧૦૯મો અને ફિકસ બ્રોડબેન્ડ બાબતે ૭૬મો ક્રમાંક


નવી દિલ્હી તા. ૧૨ : Ooklaની નવેમ્બરની સ્પીડટેસ્ટ ગ્લોબલ ઈંડેકસ પ્રમાણે મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ બાબતે દુનિયામાં ભારતનો ૧૦૯મો અને ફિકસ બ્રોડબેન્ડ બાબતે ૭૬મો ક્રમાંક છે. આ રિપોર્ટ અનુસાર, ૨૦૧૭ની શરુઆતમાં ભારતમાં સરેરાશ મોબાઈલ ડાઉનલોડ સ્પીડ 7.65mbps હતી, પરંતુ વર્ષના અંત સુધીમાં તે વધીને ૮.૮૦ થઈ ગઈ હતી, જે ૧૫ ટકા વધારો છે. મોબાઈલની સ્પીડમાં સામાન્ય વધારો થયો છે, પરંતુ ફિકસ્ડ બ્રોડબેન્ડની સ્પીડમાં ઘણો વધારો થયો છે. જાન્યુઆરીમાં ફિકસ્ડ બ્રોડબેન્ડની એવરેજ સ્પીડ 12.12Mbps હતી, જયારે નવેમ્બરમાં તે વધીને 18.82 mbps થઈ ગઈ. નવેમ્બરમાં દુનિયામાં સૌથી વધારે મોબાઈલ સ્પીડ નોર્વેમાં નોંધાઈ છે. અહીં સ્પીડ 62.66mbps છે. ફિકસ્ડ બ્રોડબેન્ડમાં સિંગાપોર 153.85mbpsની સ્પીડ સાથે સૌથી આગળ રહ્યું. Ooklaના સહ-સ્થાપક ડોગ સટેલ્સ કહે છે કે, ભારતમાં મોબાઈલ અને ફિકસ્ડ બ્રોડબેન્ડ બન્નેની સ્પીડમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. ભારતીયો માટે આ સારી ખબર છે.
નોર્વે, નેધરલેન્ડ, આઈસલેન્ડ, સિંગાપોર, માલ્ટા, ઓસ્ટ્રેલિયા, હંગરી, સાઉથ કોરિયા, UAE, ડેનમાર્ક, ૩૧મા સ્થાને ચીન,  ૪૪મા સ્થાને અમેરિકા, ૮૯મા સ્થાને પાકિસ્તાન, ૯૯મા સ્થાને નેપાળ, ૧૦૭મા સ્થાને શ્રીલંકા છે.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/12-12-2017/119603

ભારત અને પાકિસ્તાનના જવાનોના માથા વાઢો

ઇસ્લામિક સ્ટેટનો કાશ્મીર મામલે ચંચુપાતઃ કાશ્મીરી મુસ્લિમોને ભડકાવતુ નિવેદન કર્યુ


નવી દિલ્હી તા.૧ર : ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે કાશ્મીરી મુસ્લિમોને ભડકાવતા એક નવી અપીલ કરી છે. તેણે એ રાજયના મુસ્લિમોને ખલીફાના નેતૃત્વમાં પોતાની લડાઇ લડવા કહ્યુ છે. અતિક્રુર આ ત્રાસવાદીઓના સંગઠને લડાઇના રસ્તામાં આડે આવતા ભારત અને પાકિસ્તાનના જવાનોના માથા વાઢવાની પણ અપીલ કરી છે.

આ બારામાં ઇસ્લામિક સ્ટેટના મેગેઝીને રૂમીયામાં એક લેખ લખાયો છે. ઉર્દુમાં છપાયેલા આ લેખને કાશ્મીરીઓ માટે અનુવાદીત કરી ટેલીગ્રામ પોસ્ટ કરવામાં આવેલ છે. ૧લી ડિસેમ્બરના રોજ આ ટેલીગ્રામ પોસ્ટમાં કાશ્મીરી મુસ્લિમોને ભારતીય ગુપ્તચર એજન્સી રો કે પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇના જાસુસોના હાથે મુર્ખ બનતા બચજો તેવુ જણાવાયુ છે.

ઇસ્લામિક સ્ટેટે કહ્યુ છે કે, જો જાસુસ મુસ્લિમ હોય તો પણ એવા લોકોના માથા વાઢી નાંખો. લેખમાં કાશ્મીરીઓને લોકતંત્ર સ્વીકાર કરવા અને આઇએસ નેતા અબુ બકર બગદાદી પ્રત્યે વફાદાર રહેવા જણાવાયુ છે. કાશ્મીરીઓને ભડકાવતા લેખમાં લખાયુ છે કે, ૧૯૪૭માં ભાગલા બાદથી ભારત અને પાકિસ્તાન બંને છેતરે છે.  કાશ્મીરીઓને સેના વિરૂધ્ધ લડવા આમને-સામને લડાઇમાં જવાનોના માથા વાઢવા, આત્મઘાતી હુમલાઓમાં તેઓને મારવા જેવી હિંસક અપીલ કરવામાં આવી છે.(૩-૬)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/12-12-2017/119584

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application








Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment