સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 25 October 2017

પાટીદાર વોટબેંક બચાવવા ભાજપે મતદારોને 'Kham'ની યાદ અપાવી - હાર્દિક પટેલ કાલથી ભાવનગર જીલ્લામાં - કોંગ્રેસને ૯પ : ભાજપને ૮ર : સ્ટેટ IBનો ધડાકો - વડનગર, કડી, પાંચોટ,વાલમ,બલોલમાં વરુણ રેશમાના પૂતળા બાળ્યા

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
 
પાટીદાર વોટબેંક બચાવવા ભાજપે મતદારોને 'Kham'ની યાદ અપાવી
કોંગ્રેસ ૩ર વર્ષ બાદ ફરી 'Kham' સમીકરણ પર પાછી ફરી હોવાનો મુકયો આરોપઃ પાટીદારોને ભ્રમિત કરવામાં આવી રહ્યા હોવાનો પણ મુકયો આરોપઃ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવે છે
પાટીદાર વોટબેંક બચાવવા ભાજપે મતદારોને 'Kham'ની યાદ અપાવી
   નવી દિલ્હી તા.રપ : પીએમ મોદીના ગુજરાતમાં સૌ પહેલીવાર બેકફુટ પર દેખાતા ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને એક નવો દાવ ખેલવાનુ શરૂ કર્યુ છે. હાર્દિક પટેલ કોંગ્રેસ તરફ ઢળતા ભાજપને પટેલ વોટબેંકમાં ઘુસણખોરીનો ખતરો દેખાઇ રહ્યો છે. પોતાની આ વોટબેંકને બચાવવા માટે ભાજપ હવે ગુજરાતમાં મતદારોને કોંગ્રેસના 'Kham' સમીકરણની યાદ અપાવી છે. હકીકતમાં 'Kham' ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ભેજાની ઉપજ છે. ૧૯૮પમાં આ સમીકરણનો ઉપયોગ કરી તેમણે ૧૮રમાંથી ૧૪૯ ઉપર કોંગ્રેસને વિજય અપાવ્યો હતો. વિજયનો આ રેકોર્ડ આજે પણ કાયમ છે. 'Kham' નો અર્થ છે ક્ષત્રિય, હરીજન, આદિવાસી અને મુસ્લિમ. ગુજરાતની ૭૦ ટકા વસ્તીને સામેલ કરતી આ એન્જીનીયરીંગે એ વખતે કોંગ્રેસને અજય બનાવી દીધી હતી. આ સમીકરણમાં પટેલ અને ઉંચી જ્ઞાતિના વોટ સામેલ ન હતા. ભાજપ હવે પટેલ મતદારોને આ જ યાદ અપાવી રહ્યુ છે.
   કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જયારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને જાહેરમાં આવકાર આપ્યો તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત ભાજપના તમામ નેતાઓ 'Kham' ની યાદ અપાવવા લાગ્યા હતા. ભાજપ હવે મતદારોને ચેતવી રહ્યુ છે કે કોંગ્રેસ ૩ર વર્ષ બાદ એકવાર ફરી 'Kham' સમીકરણ પર પાછી ફરી છે. કોંગ્રેસના આ સમીકરણના કારણે પટેલ અને ઉચ્ચ જ્ઞાતિના મતો પક્ષથી આઘા ચાલ્યા ગયા હતા. જો કે ત્યારે કોંગ્રેસે આ મતો વગર પણ રેકોર્ડબ્રેક બેઠકો જીતી હતી.
   પાટીદાર નેતા હાર્દિક પટેલની રાહુલ સાથેની ગુપ્ત મુલાકાતના અહેવાલો બાદ ભાજપના નેતાઓ એક સુરમાં આ વાત કહેવા લાગ્યા છે. આ 'Kham' જ સમીકરણ હતુ જે ગુજરાતમાં કોંગ્રેસના પતનનું કારણ બન્યુ હતુ કારણ કે પક્ષ તેને બન્યા બાદ કાયમ રાખી શકેલ નહી. ૧૯૯૦માં ચીમનભાઇ પટેલના નેતૃત્વમાં જનતાદળે પટેલ મતદારોને પોતાના પક્ષમાં કરી ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર રચી અને કોંગ્રેસને સત્તાથી બહાર કરી હતી. જો કે ૧૯૯રમાં બાબરીકાંડ બાદ આ ગઠબંધન તુટયુ ત્યારે કોંગ્રેસે સેકયુલર મોરચાના સ્વરૂપમાં તેને જીવંત રાખ્યુ. ૧૯૯પ બાદથી ભાજપે પાંચ ચૂંટણી જીતી ભાજપ-કોંગ્રેસના 'Kham'  સમીકરણમાં આવતા ક્ષત્રિય, ઓબીસી, દલિત અને આદિવાસી વોટબેંકમાં હિન્દુત્વના એજન્ડાને ઘુસાડવામાં સફળ રહ્યુ. તેની સાથે સાથે ભાજપે પટેલ અને ઉચ્ચ વર્ગને પણ પોતાની સાથે રાખ્યુ. મોદીએ મુસ્લિમોમાં શિયા-સુન્ની વચ્ચે મતભેદમાં હવા આપવાની સાથે સાથે 'Kham' ના ઘટકો વચ્ચે નવા નેતૃત્વને આગળ વધારવાનુ કામ કર્યુ.
   હવે સોમવારે હાર્દિક અને રાહુલની મુલાકાતના સમાચાર આવ્યા તો ટીવી ડીબેટમાં સામેલ ભાજપના બધા નેતાઓ એક સુરમાં કહેવા લાગ્યા કે 'Kham'  ફરીથી સામે આવ્યુ છે. આવુ કહી ભાજપે પોતાના વોટર્સને એક સંદેશો પણ આપ્યો હતો.
   એવુ નથી કે હાર્દિકને બધા પટેલો સ્વીકારે છે અને તે જવાથી સમગ્ર વોટબેંેંક સાફ થઇ જશે પણ કોંગ્રેસ હાર્દિકની મદદથી પટેલ વોટબેંકમાં જેટલી ઘુસણખોરી કરશે તેટલુ ભાજપને નુકસાન થશે. હાર્દિકના બધા સમર્થકો યુવાન છે એવામાં પટેલ વોટર્સ ભાજપનો સાથ છોડી દયે તો તે ચેતવણીરૂપ હશે.
   ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પટેલે કોંગ્રેસ પર 'Kham'  હેઠળ સમુદાયોમાં વહેચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે, કોંગ્રેસ ભરતસિંહના નેતૃત્વમાં 'Kham'  ફોર્મ્યુલા પર પાછી ફરે છે. ભરતસિંહના પિતા તેના પ્રણેતા છે. તેઓ પાટીદારોને ભ્રમિત કરવાના પ્રયાસો કરે છે. કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવે છે. જો કે ભરતસિંહનું કહેવુ છે કે 'Kham'  સમીકરણ જેવુ કશુ નથી. કોંગ્રેસ બધાને સાથે લઇને ચાલે છે.
 (11:08 am IST)

Source :-http://www.akilanews.com/25102017/main-news/1508909867-116535

હાર્દિક પટેલ કાલથી ભાવનગર જીલ્લામાં
<br />હાર્દિક પટેલ કાલથી ભાવનગર જીલ્લામાં
   ભાવનગર, તા. ૨૫ :. પાટીદાર અનામત આંદોલનના યોદ્ધા હાર્દિક પટેલ આવતીકાલ તા. ૨૬થી ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણી નજીક છે પડઘમો વાગી ચૂકયા છે ત્યારે હાર્દિક પટેલના પ્રવાસથી રાજકારણ ગરમાશે.
   હાર્દિક પટેલના ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમો ગોઠવાયા છે. સિહોર, ભાવનગર, ઉમરાળા, ગારીયાધાર અને પાલીતાણામાં હાર્દિક પટેલની સભા અને રોડ શોનું આયોજન કરાયુ છે. જેમાં અનુસંધાને પાસ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો વેચાઈ રહી છે. હાર્દિકના પ્રવાસને સફળ બનાવવા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યુ છે. ઠેર ઠેર બેનરો, સભા, રોડ-શોની તૈયારીઓ કરાઈ છે.

Source :-http://www.akilanews.com/25102017/saurashtra-news/1508910057-76271

કોંગ્રેસને ૯પ : ભાજપને ૮ર : સ્ટેટ IBનો ધડાકો
કોંગ્રેસને હરખાવા જેવા ન્યુઝ આપ્યા સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોએ : સરકારને સોંપેલા સીક્રેટ રિપોર્ટમાં ભાજપ સત્તા ગુમાવે તેવી વાતઃ ફકત એક જ મહિનામાં ચિત્ર બદલાયું : રાહુલના પ્રવાસ બાદ કોંગ્રેસીને લાભ હી લાભ
કોંગ્રેસને ૯પ : ભાજપને ૮ર : સ્ટેટ IBનો ધડાકો
   નવી દિલ્હી, તા. રપ : કોંગ્રેસે હરખાવા જેવા ન્યુઝ બીજા કોઇએ નહીં પણ ગુજરાતના ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) એ આપ્યા છે અને એ જે ન્યુઝ છે એ બીજેપીના પેટમાં ફાળ પાડે એવા છે. આઇબીએ આપેલા રિપોર્ટ મુજબ ગુજરાતમાં બીજેપી બેકફુટ પર આવી ગઇ છે અને જો આ તબક્કે ગુજરાત વિધાનસભાના ઇલેકશન થાય તો માત્ર ૮૦ થી ૮ર બેઠકો બીજેપીને મળે એવી શકયતા છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કરેલી પહેલી વિઝિટથી લઇને રવિવાર રાત સુધીનો આ સર્વે છે. આ સર્વે મુજબ તો અત્યારે બીજેપી ગુજરાતમાં સત્તા ગુમાવે એવી પૂરી શકયતા દર્શાવવામાં આવી છે. જોકે આ રીપોર્ટ ઉમેદવાર હજી નક્કી થયા નથી એ સમયનો છે, પણ આ રિપોર્ટ પરથી એ પુરવાર થઇ રહ્યું છે કે, બીજેપી એ શાખ ગુમાવી હોવાથી બહુ ઓછા વિસ્તાર હવે બીજેપીના ગઢ રહ્યા છે.
   સામાન્ય રીતે સ્ટેટ આઇબીનું કામ જૂના જમાનાના ગઢવી અને ચારણો જેવું રહ્યું છે, જે રાજય સરકારના વખાણ કરવાનું અને એના નામના મંજિરા વગાડવાનું કામ કરે છે, પણ એમ છતાં આવો નબળો રિપોર્ટ આપ્યો એ જ દેખાડે છે કે છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં બીજેપીની હાલત ખરેખર કથળી છે. આઇબી દ્વારા આપવામાં આવેલા આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ ગુજરાતમાં સ્ટ્રોંગ થઇ છે અને અત્યારના તબક્કે કોંગ્રેસને ગુજરાતમાં ૯પ બેઠક પર જીત મળે એવી શકયતા છે.
   આઇબીના આ પ્રકારના રિપોર્ટના આધારે સત્તા પર રહેલી સરકાર પોતાની સ્ટ્રેટેજી બનાવતી હોય છે અને આ સ્ટ્રેટેજી માટે જ સર્વે કરાવવામાં આવતા હોય છે. હવે જોવાનું એ છે કે વિધાનસભાના ઇલેકશન પહેલા બીજેપી કેવી રીતે ડમેેજ-કન્ટ્રોલ કરે છે અને ગુજરાતમાં સત્તા અકબંધ રાખવા માટે કેવા સ્ટેપ લે છે.
   BJP 115 થી 125: કોંગ્રેસ 57થી 65 : ઇન્ડિયા ટુડે
   નવી દિલ્હી, તા. રપ : ઇન્ડિયા ટુડે ગ્રુપ અને એકિસસ માય ઇન્ડિયાએ મળીને કરેલો ઓપનિયન પોલ જાહેર થયો છે. રપ સપ્ટેમ્બરથી ૧પ ઓકટોબર વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં બીજેપીને વિધાનસભાની કુલ ૧૮ર સીટો પૈકી ૧૧પ થી ૧રપ બેઠકો સાથે બહુમત મળશે એવા દાવો કરવામાં આવ્યો છે, તો કોંગ્રેસને પ૭ થી ૬પ સીટો મળશે. પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનવાળા પક્ષને એક પણ સીટ નહીં મળે. તો અન્યોને ૦ થી ૩ સીટ મળશે. ઓપિનિયન પોલમાં કુલ ૧૮,ર૪૩ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો.

Source :-http://www.akilanews.com/25102017/main-news/1508905843-116531

વડનગરમાં રેશ્મા અને વરૂણ પટેલના પૂતળાનું દહન કરાયું

પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.અને ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે
વડનગર: પાટીદાર સમાજના રેશ્મા પટેલ અને વરૂણ પટેલ ભાજપમાં જોડાઇ ગયા છે.જેના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.અને ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. વડનગરમાં મુખ્ય બજારમાં મંગળવારે રાત્રે એસપીજી કાર્યકરો દ્વારા રેશ્મા પટેલ અને વરૂણ પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

કડી, પાંચોટ,વાલમ,બલોલમાં વરુણ રેશમાના પૂતળા બાળ્યા

ભાજપના ખેંસ ધારણ કરતાં પાટીદારો ભડક્યા
મહેસાણા-કડી-વિસનગર: પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તા વરુણ પટેલ અને મહિલા કન્વીનર રેશ્મા પટેલે શનિવારે ભાજપમાં જોડાવાની જાહેરાત કરતાં પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેને લઇ પાંચોટ ગામના 20 જેટલા પાટીદાર યુવાનોએ રવિવારે સવારે 11 કલાકે પાંચોટ બાયપાસ સર્કલ પર બંનેના પૂતળાનું દહન કર્યું હતું. પાટીદાર યુવકોએ બંને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી લાકડીઓનો મારો ચલાવી રોષ પ્રગટ કર્યો હતો.
કડીમાં એસપીજી અને પાસના કાર્યકરોએ નાનીકડી વિસ્તારમાં બંનેના પૂતળાનું દહન કરી સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.વિસનગરના વાલમ ગામમાં પાટીદાર યુવકોએ તેમના પૂતળાનું દહન કરી બંને કન્વીનરો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પૂતળા બાળ્યા હતા. બલોલમાં પણ બંનેના પૂતળાંનું દહન કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-in-the-link-panchot-walam-balol-varun-resembled-statue-gujarati-news-5726431-PHO.html, https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-the-statue-of-rashma-and-varun-patel-was-burnt-in-vadnagar-gujarati-news-5728235-NOR.html,

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment