સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 26 September 2017

બપોરે સરકાર - પાટીદારો વચ્ચે મહત્વની બેઠક પાટીદાર આયોગ, વળતર, દમનની તપાસ માટે સરકાર તૈયાર થાય તેવી શકયતાઃ ચૂંટણી પૂર્વે પાટીદારોનો પ્રશ્ન ઉકેલી લેવા સરકાર આશાવાદી - લ્યો બોલો... ક્રૂડ ૨૭ માસની ટોચેઃ પેટ્રોલ - ડિઝલ ભડકે બળશે - સ્ટેટ બેંકે મિનિમમ એવરેજ બેલેન્સની રકમ ઘટાડી

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
 
બપોરે સરકાર - પાટીદારો વચ્ચે મહત્વની બેઠક
પાટીદાર આયોગ, વળતર, દમનની તપાસ માટે સરકાર તૈયાર થાય તેવી શકયતાઃ ચૂંટણી પૂર્વે પાટીદારોનો પ્રશ્ન ઉકેલી લેવા સરકાર આશાવાદી
   અમદાવાદ તા. ૨૬ : વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ઓકટોબરમાં થવાની છે ત્યારે ભાજપ સરકાર માટે છેલ્લા બે વર્ષથી માથાના દુ:ખાવા સમાન બની રહેલા પાટીદાર અનામત આંદોલનનો અંત લાવવા આજે પાટીદારોની ટોચની સંસ્થાઓ સાથે સરકારની મહત્વની બેઠક યોજાશે જેમાં પાસ-એપીજીના પ્રતિનિધિઓને ભાગ લેવા આમંત્રણ અપાયું છે. આ બેઠકમાં સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનનો અંત આવે તે રીતે તેમને રિઝવવા માટે તમામ પ્રયાસો કરાશે. પાટીદાર આંદોલનકારીઓની ચાર મુખ્ય માગણી પર ચર્ચા-વિચારણા કરાશે. જેમાં પાટીદાર આયોગની માગણી સ્વીકારવી, આંદોલનમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને વળતર અને જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસ દમન અંગે તપાસની માગણી પર સીટ કે સમિતિની રચના જેવી તૈયારી પણ સરકાર બતાવી શકે છે.
   નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળ સ્વર્ણિમ સંકુલ-૨ના પાવાગઢ હોલમાં બપોરે બે વાગે બેઠક યોજાશે. બેઠકમાં છ મુખ્ય સંસ્થા ઉમિયા માતા ટ્રસ્ટ-ઊંઝા, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, રાજકોટ ઉમિયા માતા મંદિર, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ અને પાસ-એસપીજીના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. નીતિનભાઇ અગાઉ પણ આંદોલનનું યોગ્ય નિરાકરણ આવે તે માટે તમામ મુદ્દે પ્રતિનિધિઓ સાથે સરકાર હકારાત્મક રીતે ચર્ચા કરવા તૈયાર છે તેમ કહી ચૂકયા છે. જો કે બેઠકમાં પાસ-એસપીજીના પ્રતિનિધિઓ ભાગ લેવા આવે છે કે નહીં તેની પણ અનિશ્વિતતા છે.
   પાટીદાર સમાજની જે ચાર મુખ્ય માગણી છે તેમાં પાટીદારોને બંધારણીય રીતે અનામત આપવાની માગ છે તે શકય નથી કારણકે ૫૦ ટકાથી વધુ અનામત ન હોવી જોઇએ તેવા કોર્ટના ચૂકાદા છે. ભૂતકાળમાં પાટીદાર સહિતના બિનઅનામત આર્થિક રીતે પછાત વર્ગને ભાજપ સરકારે જ ૧૦ ટકા અનામત આપી હતી તેને કોર્ટે રદબાતલ ઠરાવી દીધી હતી. તે જોતા અન્ય માગણીઓ અંગે સરકાર વિચારણા કરવાનું કે ખાતરી આપવાનું બેઠકમાં કહી શકે છે. જેમાં જીએમડીસી ગ્રાઉન્ડ સહિત પાટીદારો પર જે પોલીસ અત્યાચાર હોવાનો આક્ષેપ કરાયો છે તેમાં તપાસ કરાવવા સીટ કે અન્ય રીતે સમિતિ બનાવીને તપાસની ખાતરી આપે તેવી શકયતા છે. આંદોલનમાં મૃત્યુ પામ્યા છે તે યુવકોના પરિવારજનોને આર્થિક રીતે સહાય આપવા પણ સરકારે વિચારણા કરી છે. તે ઉપરાંત પાટીદારો માટે અલગ આયોગ બનાવવા કે સવર્ણ સહિતના વર્ગને ફાયદો થાય તે રીતે પણ કોઇ મોટી જાહેરાત કરવા સરકાર દ્વારા ઓફર કરવામાં આવે તેવી સંભાવના છે. બેઠકમાં ભાજપના પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત અન્ય અગ્રણીઓ પણ બેઠકમાં ભાગ લેવાના છે.
   એકતરફી જાહેરાત સામે બહિષ્કાર કરાશેઃ પાસ
   પાસના અગ્રણી દિનેશ બાંભણિયાએ મીટીંગમાં ભાગ લેવા માટે પાસની બેઠક બાદ જણાવ્યું હતું કે, આંદોલનનો અંત આવે તે માટે જ સરકાર સાથે મીટીંગ કરવા તૈયારી છે પરંતુ જો સરકાર અમને સાંભળશે નહીં અને એકતરફી જાહેરાત કરશે તો બેઠકનો બહિષ્કાર કરવામાં આવશે. જે લોકો સક્રિય રીતે આંદોલનમાં જોડાયા હોય તેમની વાત સાંભળવી પણ જરૂરી છે. એસપીજી તરફથી અગ્રણી પૂર્વિન પટેલે જણાવ્યું હતું કે, સમાજનું હિત જળવાતું હોય તો બેઠકમાં ભાગ લેશે.

Source :-http://www.akilanews.com/26092017/gujarat-news/1506399279-63869

સ્ટેટ બેંકે મિનિમમ એવરેજ બેલેન્સની રકમ ઘટાડી
ઓછામાં ઓછું બેલેન્સ ૫૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૩૦૦૦ રૂપિયા કર્યું
   નવી દિલ્હી તા. ૨૬ : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ બચત ખાતાધારકોના મિનિમમ એવરેજ મંથલી બેલેન્સ (MAB)ની મર્યાદા રૂ. ૫૦૦૦થી ઘટાડી રૂ. ૩૦૦૦ કરી છે. જોકે પેન્શન મેળવતા અને અવયસ્કો માટે આ રકમ પાંચ હજાર જ રહેશે. બેંકે મંથલી એવરેજ બેલેન્સ ન રાખી શકવા પર સર્વિસ ચાર્જ ૨૦-૫૦ ટકા ઓછો કર્યો છે. એસબીઆઈના મુજબ, તેણે મેટ્રો અને અર્બન સેન્ટર્સને એક જ કેટેગરીમાં રાખવાનો નિર્ણય લીધો છે અને આ કારણે મેટ્રો સેન્ટર્સમાં મિનિમમ બેલેન્સની જરૂરૂ. ૫૦૦૦થી ઘટાડી રૂ. ૩૦૦૦ કરી છે. આ સિવાય પેન્શનર્સ, સરકારી યોજનાઓના લાભાર્થીઓ અને કિશોર વયના લોકોને તેમાંથી રાહત આપવામાં આવી છે.અત્યારે મેટ્રો અને અર્બન સેન્ટર્સના કસ્ટમર્સને એકાઉન્ટમાં એવરેજ બેલેન્સ ન રાખવા પર રૂ. ૪૦થી રૂ. ૧૦૦ સુધીનો ચાર્જ આપવાનો રહે છે. તેને ઘટાડીને તે ૩૦-૫૦ રૂપિયા કરી દેવાયો છે. સેમી-અર્બન અને રૂરલ સેન્ટર્સ માટે ચાર્જ ૨૫-૭૫ ટકા ઘટાડીને ૨૦-૪૦ રૂપિયા કરવામાં આવ્યો છે.
   એસબીઆઈએ પેન્શનર્સ, સરકારની સામાજિક યોજનાના લાભાર્થીઓ, અવયસ્કોના એકાઉન્ટ્સને મિનિમમ એવરેજ બેલેન્સની જરૂરિયાતમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી પ્રધાનમંત્રી જન ધન યોજના અને બેસિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ્સ (BSBD)ને તેનાથી છૂટ આપવામાં આવી છે. એસબીઆઈ પાસે ૪૨ કરોડ સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સ છે. તેમાંથી ૧૩ કરોડ એકાઉન્ટ્સ પ્રધાનમંત્રી જન ધન યોજના અને BSBD અંતર્ગત છે અને તેને પહેલેથી જ મિનિમમ એવરેજ બેલેન્સની જરૂરિયાતમાંથી છૂટ આપવામાં આવી છે. બેંક તરફથી કરવામાં આવેલો આ સુધારો ઓકટોબર, ૨૦૧૭થી અમલમાં આવશે.

Source :-http://www.akilanews.com/26092017/main-news/1506399562-114859

લ્યો બોલો... ક્રૂડ ૨૭ માસની ટોચેઃ પેટ્રોલ - ડિઝલ ભડકે બળશે
મોદી સરકારની પરિક્ષાઃ ક્રૂડના ભાવ વધતા ભારતીય અર્થતંત્રની મુશ્કેલી વધશે
લ્યો બોલો... ક્રૂડ ૨૭ માસની ટોચેઃ પેટ્રોલ - ડિઝલ ભડકે બળશે
   નવી દિલ્હી તા. ૨૬ : વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ૩ જુલાઈ ૨૦૧૫ પછીની એટલે કે લગભગ ૨૭ મહિનાની ૫૮.૧૬ ડોલરની સપાટીએ પહોંચતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ ઊછળશે. મોદી સરકારની વધતા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ નવી કસોટી કરશે.
   એક તરફ રૂપિયો છ મહિનાના તળિયે ગબડ્યો છે ત્યારે વધતા ક્રૂડના ભાવનો મોટો ફટકો ભારતીય ઇકોનોમીને પડવાનો ભય છે. મંદી દરવાજે દસ્તક દઈ રહી હોવાની દહેશત વચ્ચે શેરબજારમાં છેલ્લા બે દિવસથી નરમાઈ ઝડપી બની છે.
    સેન્સેકસ સોમવારે વધુ ૨૯૫.૮૧ પોઇન્ટ ઘટીને ૩૧,૬૨૬.૬૩ની એક મહિનાની નીચી સપાટીએ ગબડ્યો છે. એફઆઇઆઈ ભારતીય શેરબજારમાં મોટી વેચવાલ રહેતાં ડોલર સામે રૂપિયો ૬૫ની સપાટીની નીચે ગબડીને છ મહિનાની નીચી ૬૫.૧૪ના સ્તરે ગબડ્યો હતો. સિંગાપોંર ખાતે એસજીએકસ નિફટી ફયૂચર ૬૫ પોઇન્ટ નીચે ટ્રેડ થતાં મંગળવારે શેરબજારમાં નરમાઇની હેટ્રીકની શકયતા છે.

Source :-http://www.akilanews.com/26092017/main-news/1506399471-114857

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER  

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment