સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 6 August 2016

ગુજરાતમાં વિજય રૃપાણી CM : નીતિન પટેલ 'અણવર' - સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાઃ ધ્રોલમાં ૧૪, ખંભાળિયા-કાલાવડમાં ૧૦ ઇંચ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતમાં વિજય રૃપાણી CM : નીતિન પટેલ 'અણવર'

- વરરાજા તરીકે પોંખાતા નીતિન પટેલ છેલ્લી ઘડીએ ડેપ્યુટી CM

- અમિત શાહ કિંગમેકર : આનંદીબહેને ઘણા ધમપછાડા અને રીસામણાં કર્યાં, પણ તેમનું કશું ન ચાલ્યું

- કમલમ્ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ટોચના તમામ નેતાઓ સાથે સવા કલાક સુધી મીટિંગો કરી તખ્તો પલટી નાખ્યો

અમદાવાદ, શુક્રવાર
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે કિંગમેકરની ભૂમિકા ભજવી દીધી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી પદે નિશ્ચિત માનતા સીનિયર મંત્રી નીતિન પટેલ છેલ્લી ઘડીએ કપાઈ ગયા હતા. તેમજ વિજય રૃપાણીને મુખ્યમંત્રી બનાવાયા છે. જ્યારે નીતિન પટેલને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવાયા છે.
ગુજરાતનાં ભાજપનાં શાસનનો ઇતિહાસમાં કોઇને ડેપ્યુટી CM પ્રથમ વખત જ બનાવાયા છે. કમલમ્માં ધારાસભ્યોની મીટીંગ પહેલા અમિત શાહે ટોચનાં નેતાઓ મંત્રીઓ અને ખુદ આનંદીબહેન પટેલ સાથે કરેલી મંત્રણા બાદ સાવ છેલ્લી ઘડીએ આખુ ચિત્ર બદલી ગયું હતું.

ખુબ જ હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે શુક્રવારે ભાજપની ભવાઈ જોવા મળી હતી. અગાઉ જ વેંકૈયા નાયડુએ અમિત શાહ CM નહી બને એવી જાહેરાત કરી હતી. વિજય રૃપાણીએ પણ સાથે CM પદની રેસમાં નથી એવો આડકતરો ઉલ્લેખ કરી સંગઠનનાં કામમાં જ ખુશ હોવાનો તેમજ પોતાને સતાનો કોઈ મોહ નહી હોવાનો દાવો કર્યો હતો. જેને લઇને CM પદ માત્ર માત્રને માત્ર નીતિન પટેલ એક જ મજબૂત દાવેદાર રહ્યા હતા.
નીતિન પટેલ જ ૧૦૦ ટકા મુખ્યમંત્રી બની રહ્યા છે એવા સમાચારો મોટાભાગની ટી.વી. ચેનલો શુક્રવારની સવારથી જ પ્રસારીત કરતી હતી. પ્રસાર માધ્યમોએ પણ નીતિનભાઈ CM થશે એવા અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા. ખુદ નીતિન પટેલે પણ પોતે CM થઇ રહ્યા હોવાનો ઇશારો મીડિયાને આપી દીધો હતો. શુક્રવારે ડ્રાઈવ-ઇન વિસ્તારમાં નીતિનભાઈને ઘરે ટીવી ચેનલોનો પત્રકારો પહોંચી ગયા હતા. તેનો CM તરીકે ઇન્ટરવ્યૂ પણ કરી તેને દર્શાવ્યો હતો. એટલું જ નહી નીતિનભાઈના ધર્મપત્ની સુલોચનાબહેને પણ ટીવી ચેનલમાં પણ સ્વીકાર્યું હતું કે નીતિનભાઈની પસંદગી કરાઈ અને પાર્ટીએ તેમને જવાબદારી સોપવાનું નક્કી કર્યું છે.
આવી સ્થિતિમાં મુખ્યમંત્રી પદે નીતિન પટેલની વરણી નિશ્ચિત મનાઈ ગઈ હતી. દિલ્હી ભાજપ હાઈકમાન્ડે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને નવા  CM ની પસંદગીની જવાબદારી અને સતા સોંપી હતી. તેમજ બે કેન્દ્રીય નિરિક્ષકો નીતિન ગડકરી અને સરોજ પાંડેને ગુજરાતમાં મોકલ્યા હતા. જો કે છેલ્લા ત્રણ દિવસથી ભાજપનાં રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી.સતીષજી અને ગુજરાતનાં પ્રભારી દિનેશ શર્માએ તમામ નેતાઓ-કાર્યકરો જોડે મીટંગોનો દૌર ચલાવ્યો હતો.
ત્યારબાદ શુક્રવારે કોબા ખાતેનાં ભાજપના વડામથક કમલમ્ ખાતે ભાજપનાં તમામ ધારાસભ્યોની મીટીંગમાં નવા CM ની પસંદગી અને જાહેરાત કરવાનું નક્કી થયું હતું. અમિત શાહ અને આનંદીબહેન પટેલ એકપણ વખત બહાર નીકળ્યા નહોતા.
ખરેખર તો CM માટે નીતિન પટેલનું નામ નક્કી થઇ ગયું હોવા છતાં લગભગ દોઢ કલાક જેટલી મીટીંગ લાંબી ચાલી હતી. જેને પગલે એવી આશંકા ઉભી થઇ હતી કે CM ની પસંદગીમાં ચોક્કસથી ફેરફાર થઇ રહ્યા છે. ત્યારબાદ અમિત શાહ, આનંદીબહેન સહિતનાં તમામ કેન્દ્રીય અને રાજ્યના નેતાઓ તથા મંત્રીઓ જ્યાં ભાજપનાં તમામ ધારાસભ્યો બેઠા હતા તે હોલમાં ગયા હતા. જ્યાં અડધો કલાક બાદ જાહેરાત કરાઈ હતી કે વિજય રૃપાણીની પસંદગી મુખ્યમંત્રી તરીકે અને નીતિન પટેલની પસંદગી ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે.
આ જાહેરાતથી મોટાભાગના ધારાસભ્યોને પણ આંચકો લાગ્યો હતો. કેમ કે નીતિન પટેલની પસંદગી થઇ ગયા બાદ છેલ્લે મળેલી મીટિંગમાં અમિત શાહે આખો તખ્તો બદલાવી નાખ્યો હતો. તેમજ પોતે જે ધારે તે કરી શકે છે તે બતાવી આપ્યું છે. આમ અમિત શાહે કિંગ મેકરની ભૂમિકા ભજવી છે. તેઓ મોદીનું કે બહેનનું પણ માન્યા નથી. સાંજે ૪ વાગ્યા સુધીમાં મોટાભાગનાં ધારાસભ્યો આવી જતાં કમલમ્નાં મોટા હોલમાં લઇ જવાયા હતા. બીજી બાજુ અમિત શાહ સાંજે ૪ વાગ્યે આવી ગયા બાદ સીધા આ હોલમાં ગયા નહોતા. તેઓ અન્ય જગ્યાએ બેઠા હતા. જ્યાં નીતિન પટેલ, વિજય રૃપાણી, ભીખુભાઈ દલસાણીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વગેરેને બોલાવ્યા હતા.
ઉપરાંત બે કેન્દ્રીય નિરિક્ષકો નીતિન ગડકરી અને સરોજ પાન્ડે, પ્રભારી દિનેશ શર્મા, વી. સતીષ, આર.સી.ફળદુએ કેન્દ્રીય મંત્રીઓ પુરૃષોત્તમ રૃપાલા, મનસુખ માંડવીયા, સુરેન્દ્ર પટેલ અને વિદાય લેતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને પણ બોલાવ્યા હતા.
અમિત શાહ જે રૃમમાં બેઠા હતા તેની બાજુમાં બીજો મોટો રૃમ હતો. અમિત શાહે આ તમામ ટોચના નેતાઓ અને મંત્રીઓ સાથે વારાફરતી મીટીંગો કરી હતી. આ મીટીંગનો દૌર સાંજે ૫.૨૦ મિનિટે પૂરો થયો હતો. આ મીટીંગ દરમિયાન બન્ને રૃમમાંથી જુદા જુદા નેતાઓની આવ-જા થતી હતી.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/victory-rupani-gujarat-cm-nitin-patel-deputy-cm

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાઃ ધ્રોલમાં ૧૪, ખંભાળિયા-કાલાવડમાં ૧૦ ઇંચ

- શ્રાવણમાં અષાઢની કસર પુરી કરતા મેઘરાજા, સચરાચર મેઘવૃષ્ટિથી હરખાતું જનજીવન
- જામજોધપુરમાં ૮, લાલપુર-ધ્રોલમાં ૭, જામકંડોરણામાં ૬,  પોરબંદર, કુતિયાણા, પડધરી, લોધિકામાં ૫, રાજકોટમાં ૪, જામનગરમાં ૩, જૂનાગઢમાં ૨ ઇંચ વરસાદ

રાજકોટ, શુક્રવાર
સમગ્ર સૌરાષ્ટ્રમાં ટુંકા વિરામ બાદ ગઇકાલથી શરૃ થયેલી મેઘસવારી રાત્રિભર અને આજે દિવસ દરમિયાન સાર્વત્રિક ફરી વળતા ૨ થી ૧૪ ઇંચ વરસાદ વરસતા જનજીવનમાં ખુશહાલી વ્યાપી ગઇ છે. જામનગર-દ્વારકા જિલ્લામાં તો બારે મેઘ ખાંગા થયા હોય તેમ ધ્રોલમાં ૧૪, ખંભાળિયામાં વધુ ૧૦ ઇંચ, કાલાવડમાં ૧૦ ઇંચ, જામજોધપુર અને લાલપુરમાં ૮ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. ખંભાળિયાનાં ભરાણાં ગામે જાણે આભ ફાટતા એક કલાકમાં ૬ ઇંચ અને બે દિવસમાં ૨૦ ઇંચ વરસાદ ખાબકતા ગામ વિખૂટુ પડી ગયું હતું. બે કાચા મકાનો અને એક કમ્પાઉન્ડ વોલ ધસી પડયા હતા. પોરબંદરનાં ભોમિયાવદર નજીક વર્તુ નદીનાં કાંઠે ૯૦ ફૂટ લાંબી દિવાલ ભારે વરસાદથી ધ્વસ્ત થઇ ગઇ હતી. બે દિવસથી પડતા અવિરત વરસાદનાં કારણે જળાશયોમાં નવા નીરની આવક થતાં જે તે વિસ્તારોનું જળસંકટ દૂર થયું છે. જામનગરમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆર એફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અમરેલીથી આ ટીમના ૩૫ સભ્યો આજે જામનગર આવી પહોંચ્યા હતા. જામરાવલમાં  પાણીમાં ડુબી જવાથી જયારે ગોંડલના આંબરડી ગામે વીજળી પડતા બેના  મૃત્યુ નિપજયા હતા.

સૌરાષ્ટ્રમાં આઆ વરસે અષાઢ મહિનો કોરો ગયા બાદ સર્વત્ર ચિંતાના વાદળો છવાયા હતા ત્યારે શ્રાવણ માસના આરંભે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂ૪તો ખુશખુશાલ થઈ ગયા છે. મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે.
જામનગર-દ્વારકા જિલ્લામાં આજે સતત બીજા દિવસે મેઘરાજાએ ધૂઆંધાર બેટીંગ કરતા સૌથી વધુ ધ્રોલમાં ૧૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખંભાળિયામાં વધુ ૧૦ ઇંચ  સાથે બે દિ'માં ૧૮ ઇંચ વરસાદથી શહેર જળબંબોળ બની ગયું હતું. જામજોધપુરમાં ૮, કાલાવડમાં ૧૦ તથા લાલપુરમાં ૮ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ધ્રોલમાં માટી બેસી જતાં અનેક સ્થળોએ ભુવા પડયા હતાં. નિચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસી ગયા હતાં. ભાણવડમાં સાડા પાંચ ઇંચ, કલ્યાણપુરમાં સાડા ત્રણ ઇંચ અને દ્વારકામાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.
પોરબંદર જિલ્લામાં સૌથી વધુ રાણાવાવ તથા બરડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ૮ ઇંચ, પોરબંદર શહેર-તાલુકામાં તથા કુતિયાણામાં ૬ ઇંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદરની ભાટિયા બજારમાં જર્જરિત મકાન અડધૂ ધરાશાયી થઇ ગયું હતું. પોરબંદર પંથકમાં ભારે વરસાદનાં કારણે શાળા-કોલેજો બંધ રહી હતી.
રાજકોટ જિલ્લામાં પણ આજે સર્વત્ર મેઘકૃપા વરસી હતી. અડધાથી છ ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જામકંડોરણામાં ૬, લોધિકા, પડધરીમાં ૫, ધોરાજી, જેતપુરમાં સાડાચાર તથા ઉપલેટા અને રાજકોટમાં ચાર-ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટમાં ગત રાત્રિ અને આજે દિવસ દરમિયાન વરસાદથી અનેક માર્ગો ઉપર પાણી ભરાયા હતા.
જૂનાગઢ જિલ્લામાં અડધાથી સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ માળિયા હાટીનામાં સાડા ત્રણ, મેંદરડામાં ત્રણ, વંથલી-માણાવદરમાં અઢી, જૂનાગઢ-કેશોદમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોરબી જિલ્લામાં સૌથી વધુ મોરબીમાં ત્રણ, માળિયા મિંયાણામાં બે, ટંકારા-હળવદમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.
અમરેલી જિલ્લામાં પણ આજે સર્વત્ર અડધાથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વડિયામાં ૩, ખાંભા, લાઠી, રાજુલામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
મૂળ પોરબંદરના ભેટકડી ગામના રહીશ નીલેશભાઈ મશરીભાઈ સાદીયા (ઉ.વ.૪૦) નામનો યુવાન જામરાવલ નજીક નદીમાં તણાઈ જતાં મૃત્યુ પામ્યો હતો એ જ રીતે ગોંડલના આંબરડી ગામે ખેતરમાં કામ કરી રહેલાં રતનશી હંશરાજભાઈ રાબડીયા (ઉ.વ.૫૩)નું વીજળી પડતા મૃત્યુ થયું હતું.

સૌરાષ્ટ્રમાં કયા - કેટલો વરસાદ?
ધ્રોલ
૧૪
કાલાવડ
૧૦
લાલપુર

જામજોધપુર

ધોરાજી
૪ાા
ગોંડલ
૧ાા
જામકંડોરણા
૫ાાા
કોટડાસાંગાણી
૨ા
લોધિકા

ઉપલેટા

રાજકોટ

જેતપુર
૪ા
પડધરી

માળિયા હાટીના
૩ાા
મેંદરડા

વંથલી
૨ાા
માણાવદર
૨ાા
જૂનાગઢ

કેશોદ

માંગરોળ
૧ાા
વિસાવદર
૧ાા
ભેસાણ

મોરબી

માળિયા મિંયાણા

ટંકારા
૧ાા
હળવદ
૧ાા
વાંકાનેર
૦ાા
પોરબંદર

કુતિયાણા

રાણાવાવ
૮ાા
ખંભાળિયા
૧૧
દ્વારકા

ભાણવડ
૪ાાા
કલ્યાણપુર
૩ાા
ધારી
૧ા
ખાંભા
૨ા
વડિયા

બગસરા
૧ાા
લાઠી

રાજુલા

બગસરા
૧ાા
લિલિયા
૧ાા
સાવરકુંડલા
૧ાા
જામનગર

જોડિયા
૨ાા
 

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot-saurashtra-about-cloud-khangah-dhrol-14-khambhalia-kalawad-10-inches


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment