સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 13 August 2016

આઈબીએમએ બનાવેલું પ્રથમ પર્સનલ કમ્પ્યુટર ૩૫ વર્ષનું થયું - દિલ્હી, રાજસ્થાન અને હિમાચલમાં ભારે વરસાદ : એકનું મોત

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

દિલ્હી, રાજસ્થાન અને હિમાચલમાં ભારે વરસાદ : એકનું મોત

- બંગાળના ઉપસાગર પર સર્જાયેલું ડિપ્રેશન ઝારખંડ અને બિહાર તરફ આગળ વધવા આગાહી

(પી.ટી.આઈ.)    નવીદિલ્હી, તા. ૧૨
પાટનગર દિલ્હી, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદના અહેવાલ છે. હિમાચલ પ્રદેશમાં એકનું મોત થયું હતું. ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ અને મેઘાલયમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

પાટનગર દિલ્હીમાં ભારે વરસાદથી તાપમાન ઘટીને ૩૩ ડિગ્રી થયું હતું. સફદરજંગ વેધશાળાએ દિલ્હીમાં ૨૯.૬ મી.મી. વરસાદ થયાનું જણાવ્યું હતું.

હિમાચલ પ્રદેશના કાંગડામાં એક વ્યક્તિનું પૂરમાં તણાઈ જતાં મોત થયું હતું. રાજ્યમાં હાલ સુધી વરસાદને કારણે કુલ ૨૫ મોત થયાં છે. રાજ્યમાં કાંગડા, હમીરપુર, બિલલપુર જિલ્લામાં ભારે વરસાદ હતો. આ સ્થળોએ ૪૨ થી ૨૧૭ મી.મી. વરસાદ નોંધાયો હતો.

બંગાળના ઉપસાગર પરનું ડિપ્રેશન ઓડિશાના બાલાસોરથી ૨૮૦ કિલોમીટરના અંતરે સ્થિર થયું હતું. હવામાન ખાતાએ જણાવ્યા મુજબ ડિપ્રેશન ઝારખંડ અને બિહાર તરફ આગળ વધશે. કોલકાતામાં સામાન્ય વરસાદ થયો હતો બાંકુરામાં ૯.૩ મી.મી. અને આસાનસોલમાં ૧૪.૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. બિહારના જમુઈ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો.

રાજ્યના અન્ય સ્થળોએ સામાન્ય વરસાદ હતો. જમુઈમાં સાત સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો.
રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ચિત્તોડગઢના ગંગનારમાં સૌથી વધુ ૧૧ સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશ તેમજ પંજાબ અને હરિયાણાના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો હતો.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-delhi-rajasthan-and-himachal-pradesh-heavy-rain-one-killed

આઈબીએમએ બનાવેલું પ્રથમ પર્સનલ કમ્પ્યુટર ૩૫ વર્ષનું થયું

- ૧૯૮૧ની ૧૨મી ઓગસ્ટ IBM PC 5150 માર્કેટમાં મૂકાયું હતું

- ૧૯૮૩માં 'ટાઈમ' મેગેઝિને કવર પર 'મેન ઓફ ધ યર'ના સ્થાને કમ્પ્યુટરને 'મશીન ઓફ ધ યર' જાહેર કર્યું હતું
ન્યુયોર્ક, તા.૧૨
જગતનું સૌથી પહેલું પર્સનલ કમ્પ્યુટર (પીસી) અમેરિકન જાયન્ટ કંપની ઈન્ટરનેશનલ બિઝનેસ મશિન્સ (આઈબીએમ)એ ૧૯૮૧ની ૧૨મી ઓગસ્ટે માર્કેટમાં મુક્યુ હતું. એ કમ્પ્યુટરનું નામ આઈબીએમએ  IBM PC 5150 રાખ્યું હતું. એ પહેલા માર્કેટમાં કમ્પ્યુટરો તો ઉપલબ્ધ હતા, પરંતુ જેને પર્સનલ કહી શકાય એવા કમ્પ્યુટરો ન હતા. આઈબીએમે એવુ કમ્પ્યુટર તૈયાર કર્યું હતું, જે વ્યક્તિ પોતાની રીતે ઘરે વાપરી શકે. ૧૯૬૭માં પ્રથમ ફ્લોપી ડિસ્ક પણ આઈબીએમ દ્વારા જ તૈયાર થઈ હતી.
શરૃઆતમાં તો ઘણા ટેકનોલોજી નિષ્ણાતો માનવા તૈયાર પણ ન હતા કે આઈબીએમ આવુ કમ્પ્યુટર તૈયાર કરી શકે એમ છે. એટલે મિટિંગમાં જ એક અધિકારીએ તો એવુ પણ કહ્યુ હતું કે આઈબીએમ માટે પર્સનલ કમ્પ્યુટર તૈયાર કરવું એ હાથીને સ્ટેપ ડાન્સ શિખવવા જેવું છે. એટલે કે અત્યંત અઘરું છે અથવા અશક્ય છે. એ પછી ડોન એસ્ટ્રીજની આગેવાનીમાં ૧૨ વ્યક્તિઓની ટીમ સતત મચી પડી હતી. એ ટીમને કંપનીએ વિશેષ છૂટછાટ આપી રાખી હતી. એટલે આઈબીએમના ઈતિહાસમાં ક્યારે ન થયું હોય એ રીતે આ ટીમે માર્કેટમાંથી જોઈએ એવા પાર્ટ્સ ખરીદ્યા, બજેટમાં અનેક છૂટછાટો લીધી અને પછી નક્કી થયેલા સમયમાં પ્રથમ પીસી તૈયાર કરી દેખાડયુ.
ન્યુયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી કંપનીએ રજૂ કરેલા આ પ્રથમ પીસીની કિંમત એ વખતે ૧૫૬૫ ડોલર રાખવામાં આવી હતી. એ કિંમતમાં આખી સિસ્ટમ એટલે કે મોનિટર, સીપીયુ, પ્રિન્ટર, બે ડ્રાઈવ, એક્સ્ટ્રા મેમરી, વગેરે જેવી સાધન સામગ્રીનો સમાવેશ થતો હતો. જેથી ઘરે લાવ્યા પછી કમ્પ્યુટર ખરેખર પર્નસલ લાગે અને ઘરેલું જરૃરિયાત પુરી કરી શકાય. આજના કમ્પ્યુટરના સ્ક્રીન કરતા તેનો સ્ક્રીન ઘણો નાનો હતો, પરંતુ ત્યારે ઉપયોગ પણ ગણતરીઓ પુરતો જ વધારે કરવાનો હતો. મોડેલમાં અપગ્રેડેશન થતું ગયું એમ કિંમત પણ વધીને ૩ હજાર ડોલર સુધી રખાઈ હતી.
માર્કેટમાં પીસી આવ્યા પછી કંપનીને અપેક્ષા કરતા વધારે રિસ્પોન્સ મળ્યો હતો. એક ડિલરે તો આવીને હજાર ડોલર એડવાન્સમાં આપીને કહ્યું કે મારે ૨૨ પીસી જોઈએ છે. ઉદ્ઘાટનના દિવસે જ ૪૦,૦૦૦ ઓર્ડર નોંધાયા હતા. બે વર્ષમાં તો કમ્પ્યુટર એટલા બધા વેચાયા કે ટાઈમ મેગેઝિને તેને કવર પર ચમકાવવું પડયું. ટાઈમ મેગેઝિન દર વર્ષે મેન ઓફ ધ યર જાહેર કરે છે, તેને બદલે આ પીસીને મશિન ઓફ ધ યર જાહેર કર્યું હતું. ઓગસ્ટમાં ઓપન કર્યા પછી માર્કેટમાં સપ્ટેમ્બરથી તેનું વિધિવત્ વેચાણ શરૃ થયુ હતું. હવે લેપટોપ, ટેબલેટ, સ્માર્ટ ફોનને કારણે પર્સનલ કમ્પ્યુટરોનો યુગ ખતમ થઈ ચૂક્યો છે. ઓફિસો સિવાય પર્સનલ કમપ્યુટરોનો વપરાશ ઘટતો જાય છે. પીસીનું વેચાણ પણ ઘટતું જાય છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-ibma-made-the-first-personal-computer-in-35-years


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday 10 August 2016

આનંદીબહેનનો ટોલ ટેક્સ નાબૂદીનો અમલ ૧૫ ઓગસ્ટે શક્ય જ નથી - ગુજરાતમાં ભારે વરસાદને પગલે ૨૧ ડેમો છલકાયાં

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આનંદીબહેનનો ટોલ ટેક્સ નાબૂદીનો અમલ ૧૫ ઓગસ્ટે શક્ય જ નથી

- સત્તા છોડવા હરખપદૂડા થઇ પ્રસિદ્ધિ મેળવવા કરેલી જાહેરાતનો ફિયાસ્કો

- મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આટલો જલદીથી અમલ કરવાનું મુશ્કેલ જણાવ્યું

- સરકાર તારીખ નક્કી કરી રહી છે

અમદાવાદ, મંગળવાર

તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા થોડા દિવસો પહેલા જ એવી જાહેરાત થઈ હતી કે રાજ્યનાં ધોરીમાર્ગો પર આવેલા ટોલનાકા પરથી લેવાતા ટોલટેક્સમાંથી નાગરિકોને મુક્તિ અપાશે. જેનો અમલ ૧૫મી ઓગસ્ટથી કરવાનું એલાન પણ તેમણે કર્યું હતું. પરંતુ હવે નવા મુખ્યમંત્રી આવી ગયા છે. જેથી ૧૫મી ઓગસ્ટથી ટોલટેક્સની નાબુદીનો અમલ થઈ જ જશે એ નક્કી નથી. તેનો અમલ કરવામાં થોડો સમય વધુ જાય એવી શક્યતાઓ છે.

મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપતાં પહેલા આનંદીબહેન પટેલે ખુબ જ મોટા ઉપાડે ત્રણથી ચાર મોટી અને મહત્ત્વની જાહેરાતો કરીને ગયા હતા. એકાએક એ એ પણ કોઈ મંત્રીને વિશ્વાસમાં લીધા વગર રાતોરાત આ પ્રકારના નિર્ણયો કર્યા હતા.

પરંતુ ખરેખર નિર્ણય કર્યા પહેલા કે પર્યા બાદ લાગતાવળગતા ડીપાર્ટમેન્ટ સાથે પણ તેનો અમલ કઈ રીતે કરી શકાશે તેની ચર્ચા વિચારણા કરી નહોતી. હવે પાંચ દિવસ પછી ૧૫મી ઓગસ્ટ છે અને સરકારે હજુ કાર્યભાર સંભાળ્યાને બે દિવસ થયા છે.

CM અને ડે. સીએમ. સહિતનાં તમામ મંત્રીઓ અત્યારે શુભેચ્છાઓ લેવામાં વ્યસ્ત છે. હજુ ઓછામાં ઓછું અઠવાડિયા સુધી આવો માહોલ રહેવાનો છે.

જેથી ટોલટેક્સની માફીનો અમલ ૧૫મીથી જ થશે એવું અત્યારે લાગતું નથી. આ અંગે મુખ્યમંત્રી વિજય રૃપાણીનો સંપર્ક રતાં તેઓએ જણાવ્યું કે, માજી મુખ્યમંત્રી આનંદીબહેને જે કોઈ  જાહેરાતો કરી છે તે બધાનો અમલ કરાશે જ. ટોલટેક્સની નાબુદીનાં અમલની બાબત હાલમાં વિચારણા હેઠળ છે. ૧૫મી ઓગસ્ટ અમલ માટે ઘણી વહેલી લાગે છે.

તેઓએ ઉમેર્યું હતું કે આનંદીબહેનની તમામ જાહેરાતો કે નિર્ણયોનો અમલ કરાવવા માટે સરકાર પૂરતા પ્રયત્નો કરશે. ટોલટેક્સ નાબુદીનો અમલ ૧૫મી ઓગસ્ટથી જ થઈ શકે તે માટેનાં પ્રયત્નો ચાલુ છે.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/anandiben-toll-elimination-is-not-possible-to-implement-the-august-15

ગુજરાતમાં ભારે વરસાદને પગલે ૨૧ ડેમો છલકાયાં

- ઉત્તર ગુજરાતના ૧૫ ડેમો પૈકી એકેય ડેમ ભરાયો નથી

- ગુજરાતમાં પાણીના સંગ્રહની ટકાવારી ૬૫.૩૮ થઇ

- સૌથી વધુ સૌરાષ્ટ્રના ૧૩ ડેમો ભરાયા

અમદાવાદ ,મંગળવાર

પાકિસ્તાન અને રાજસ્થાન પર અપરએર સરક્યુલેશન સર્જાતાં ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદને પગલે ગુજરાતમાં ૨૧ ડેમો છલકાયાં છે. રાજ્યમાં ૨૦૩ ડેમોમાં હાલમાં પાણીના સંગ્રહની ટકાવારી વધીને ૬૫.૩૮ ટકા થવા પામી છે.

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં છેલ્લા ત્રણેક દિવસથી નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. આ વખતે દક્ષિણ-મધ્ય ગુજરાતની સરખામણીમાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે પરિણામે ૧૫ ડેમોમાં એકેય ડેમ સંપૂર્ણપણે ભરાયો નથી.

ઉત્તર ગુજરાતના ડેમોમાં ૨૯.૮૭ ટકા પાણી છે. મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે જેના લીધે ૧૭ ડેમોમાંથી એક ડેમ છલોછલ ભરાયો છે . મધ્ય ગુજરાતમાં પાણીનો સંગ્રહ ૬૫.૩૬ ટકા થયો છે. ૧૭ ડેમોમાં ૧૫૩૬.૮૯ એમસીએમ પાણી સંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતમાં ૧૩ ડેમો પૈકી ૩ ડેમો છલકાયાં છે. અહીં પાણીના સંગ્રહની ટકાવારી ૬૪.૧૭ થઇ છે. કચ્છમાં પણ ૩ ડેમો સંપૂર્ણપણે ભરાયાં છે.

સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ડેમોમાં તળિયા દેખાતા હતાં. ભારે વરસાદને લીધે ૧૩ ડેમો છલકાઇ ચૂક્યાં છે. ૧૩૮ ડેમોમાં પાણીનો સંગ્રહ ૨૮.૧૦ ટકા થયો છે. માત્ર ૭૧૨.૯૧ એમસીએમ પાણી છે. નર્મદા ડેમને બાદ કરતાં રાજ્યના ૨૦૩ ડેમોમાં પાણીના સંગ્રહની ટકાવારી ૫૩.૮૩ ટકા થવા પામી છે. આમ, ભારે વરસાદને પગલે રાજ્યના કુલ ૨૧ ડેમો સંપૂર્ણપણે ભરાયાં છે. વરસાદને પગલે અન્ય ડેમો પણ પાણીના સંગ્રહની ટકાવારી વધે તેમ છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ-પૂરથી ૬૯.૭૪ કરોડનું નુકસાન

- વલસાડ પાલિકા વિસ્તારમાં ૧.૮૫ કરોડ, ગ્રામ્યમાં ૭૦ લાખ જ્યારે જિલ્લામાં માર્ગોને સૌથી વધુ ૪૯ કરોડનું નુકસાન

વલસાડ, મંગળવાર
વલસાડમાં આવેલા પૂરમાં સહિત જીલ્લામાં ભારે વરસાદથી કુલ રૃા. ૬૯.૭૪ કરોડનું નુકસાન થયું હોવાનો સર્વેમાં અંદાજ નીકળ્યો છે. જેમાં વલસાડ પાલિકા વિસ્તારમાં રૃા.૧.૮૫ કરોડ, ગ્રામ્ય વિસ્તારમાં રૃા.૭૦ લાખની સાથે ૩૦૫ હેક્ટર જમીનમાં ધોવાણ થતાં અંદાજિત રૃા.૧.૬૪ કરોડનું નુકશાન થયું છે.

ઔરંગા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે વલસાડમાં સર્જાયેલી ભારે તારાજીમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકશાન થયું હતું. વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સત્વરે રાહતનું કાર્ય શરૃ કર્યું હતું. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકશાનીનો સર્વે કરવા માટે વિવિધ ટીમો કામે લાગી હતી. સર્વેમાં નુકશાનીનો પ્રાથમિક અંદાજ કાઢવામાં આવ્યો છે.

જે મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને રૃા.૧૧.૮૭ લાખ, માર્ગ અને મકાન પંચાયત વિભાગને રૃા.૧ કરોડ, પશુપાલન વિભાગને રૃા.૩૦ હજાર, માર્ગ અને મકાન વિભાગને રૃા.૪૯ કરોડ, શિક્ષણ વિભાગને રૃા.૬.૪૫ લાખ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને રૃા.૩૭ લાખનું નુકશાન થયું છે. જ્યારે ખાનગી મિલકતોને થયેલા નુકશાનીમાં પારડી પાલિકા વિસ્તારમાં રૃા.૫૩.૨૫ લાખ, ધરમપુર પાલિકા વિસ્તારમાં રૃા.૧૦.૨૫ લાખ, વલસાડ નગરપાલિકા હદમાં રૃા.૧.૮૫ કરોડ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૯.૮૧ લાખનું નુકશાન થયું છે.

આ ઉપરાંત ખેતીવાડી ક્ષેત્રે કપરાડા, ધરમપુર, વલસાડ અને ઉમરગામમાં ૩૦૫ હેક્ટર જમીનનું ધોવાણ થતાં આંબા, ચીકુ, કેળા, શાકભાજી તેમજ બાગાયતી પાકો તથા ૩૮૭ હેક્ટર જમીનમાં ડાંગર, શેરડી અને કઠોળની ખેતીમાં અંદાજિત રૃ.૧.૬૪ કરોડનું નુકશાન થયાનો અંદાજ કાઢવામાં આવ્યો છે. પૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૧,૮૮૫ વ્યક્તિઓ અને શહેરી વિસ્તારમાંથી ૧૨૦૦ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે કેશડોલ, ઘરવખરી સહાય, માનવમૃત્યુ સહાય, નુકશાન પામેલા ઘરો મળી કુલ રૃા.૩.૧૦ કરોડ ફાળવી દીધા છે.

વડોદરામાં સાંબેલાધાર વરસાદઃ ૪ કલાકમાં સાત ઈંચથી જળબંબાકાર

- મેઘરાજાની જોરદાર ઈનિંગઃ શહેર જળબંબાકાર બનતા જનજીવન ઠપઃ કોર્પો.ની પોલ ખૂલી ગઈઃ આઠ વૃક્ષો ધરાશાયીઃ એક પાણીમાં ફસાયો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
મેઘરાજાએ વડોદરામાં આજે હલ્લાબોલ કરી ત્રણેક કલાક જેટલી લાંબી સાંબેલાધાર ઈનિંગ્સ ખેલતાં શહેર પાણી પાણી થઈ ગયું હતું. સર્વત્ર ઘૂંટણસમાણા ભરાયેલા પાણીમાં જનજીવન સ્થગિત થઈ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો પડવાની ઘટનાઓ બની હતી. આજે ચાર કલાકમાં વરસેલા લગભગ ૭ ઈંચ વરસાદે વૃક્ષો ઉપરાંત બોર્ડ - બેનરોની પણ ખબર લઈ નાખતા અરાજકતા સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ તા.૨ જુલાઈએ શહેરમાં ધમાકેદાર એન્ટ્રી સાથે ચોમાસાનો પ્રારંભ થયો એ પછી આજે પહેલી વાર મેઘરાજાએ વરસાદનો હલ્લા બોલ કર્યો હતો. પરિણામે ચોફેર જળબંબાકાર થઈ રહેતાં રાહદારીઓ અને વાહનચાલકોની બૂરે વલી થઈ હતી.
આજે બપોરે ૨ ના સુમારે શરૃ થયેલી વર્ષાએ જોતજોતામાં મુશળધાર સ્વરૃપ ધારણ કરી લીધું હતું. શહેરની એન્ટ્રી સમાન એક્સપ્રેસ વે થી વીઆઈપી રોડ, મુક્તાનંદ, અંબાલાલ પાર્ક, મેન્ટલ હોસ્પિટલ ચાર રસ્તા, બહુચારાજી રોડ, સલાટવાડા, નાગરવાડા, દાંડિયા બજાર ઉપરાંત આજવા રોડ, વાઘોડિયા રોડ, વિજયનગર, સંગમ ચાર રસ્તા, ગોત્રી- ગોરવા, વાસણા, સૂર્યા પેલેસ હોટલથી જેતલપુર રોડનો માર્ગ, પરશુરામ ભઠ્ઠા, તેમજ અન્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરને પરાં વિસ્તારો સાથે જોડતા રેલવે ગરનાળું, સયાજીગંજ ગરનાળું, જૂની પ્રિયલક્ષ્મી મિલનું નાળું પાણીમય થઇ જતાં વાહનોના એન્જિનોમાં પાણી ભરાઇ જતાં એને ખેંચીને લઇ જવા પડયા હતા.
દેખીતી રીતે જ આજના ભારે વરસાદે વડોદરા મ્યુ.કોર્પોરેશનની કહેવાતી પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી હતી. વરસાદનો સમયગાળો નિયત જ હોય છે. છતાં 'અનુભવી' પાલિકા તંત્ર બિન કાર્યક્ષમ સાબિત થાય છે. વર્ષોથી આ નિષ્ફળતાનો ક્રમ જળવાઇ રહેતાં વરસાદી પાણીના સક્ષમ નિકાલની વ્યવસ્થા વિના હજારો નાગરિકો આજે પણ પારાવાર પરેશાન થયા હતાં. દ્વિચક્રી વાહનો તો ખેંચીને પણ લઇ જવાયા હતા. જ્યારે મોટર અને અન્ય મોટા વાહનો પાણીમાં ફસાઇ જતાં અનેક સ્થળોએ ટ્રાફિક જામ થઇ ગયો હતો.
આજના દે.... માર વરસાદથી સયાજીગંજ મમતા હોટલ પાસે એક માણસ ફસાઇ જતાં ેએને ફાયરબ્રિગેડના લાશ્કરોએ બચાવી લીધો હતો. ગોરવામાં અમરકાર પાસે ન્યુ સમા, રોડપર સ્પોર્ટસ, ન્યુ સમા રોડ પર સ્પોર્ટસ કોમ્પલેકસ સ્થિત નારાયણ બંગલો પાસે એસ.એસ.જી., હોસ્પીટલ સામે કીર્તિ મંદિર પાસે, સહિત આઠ સ્થળોએ ઝાડ ધરાશાયી થયા હતા. પરિણામે ફાયરબ્રિગેડના લાશ્કરોની કામગીરી વધી પડી હતી.
આજે શહેરમાં બપોરે ૨ થી ૪ દરમિયાન પાંચ મિલિમીટર, જ્યારે એ પછી ૪ થી ૬ દરમિયાન ૧૭૦ મિલિમીટર પાણી વરસતા કુલ ૧૭૫મિલિમીટર એટલે કે સાત િંચ વરસાદ શહેરમાં ખાબક્યો હતો.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/heavy-rains-in-the-wake-of-the-21-demo-chalakayam, http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat-69-74-crore-loss-valsad-district-heavy-rain-floods, http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda-deluge-was-seven-inches-in-heavy-basin-receives-most-4-hours-in-vadodara
 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday 9 August 2016

જીએસટી ટેક્સ ટેરરિઝમમાંથી મુક્તિનું સૌથી મોટંુ પગલું : મોદી - ઓલિમ્પિકમાં દિપાની સિધ્ધી : ફાઇનલમાં ભારતના ઈતિહાસની પ્રથમ જિમ્નાસ્ટ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

જીએસટી ટેક્સ ટેરરિઝમમાંથી મુક્તિનું સૌથી મોટંુ પગલું : મોદી

- સંસદના બન્ને ગૃહોએ મળીને એક ઐતિહાસિક પગલું ભર્યું

- ગરીબી અમને વારસામાં મળી છે, જેને દૂર કરવા માટે ગરીબોની ફૌજ તૈયાર કરીશું

નવી દિલ્હી, તા. ૮
ઐતિહાસિક બિલ ગૂડ્સ એન્ડ સર્વિસ (જીએસટી) રાજ્યસભામાં પસાર થઇ જતા તેને ફરી કેટલાક સુધારા માટે લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ લોકસભામાં જીએસટી મામલે આપ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે દેશમાં ટેક્સ ટેરેરિઝમ ચાલી રહ્યું છે જેને ખતમ કરવા માટે જીએસટી સારો ઉપાય છે. તેઓએ જીએસટી બિલ બન્ને ગૃહમાં પસાર થવાથી વિપક્ષોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ કોઇ એક પક્ષ નહીં પણ સમગ્ર દેશની સફળતા છે.

તેઓએ જણાવ્યું કે જીએસટી મામલે રાજનીતી ન થઇ તે મને ગમ્યૂ, આમ પણ રાજનીતીથી ઉપર રાષ્ટ્રનિતી છે. જીએસટીનો સીધો મતલબ એ છે કે ગ્રાહક એ રાજા છે. તેઓએ જણાવ્યું કે જીએસટીને પગલે જે પણ અડચણો છે તે દુર થઇ જશે. વિદેશમાંથી વસ્તુઓ લાવવી સરળ થઇ જશે. લોકોએ તેનો લાભ લેવો જોઇએ.

મોદીએ દાવો કર્યો હતો કે જીએસટી લાગુ કરવાથી વિકાસ દરમાં વધારો થશે. જરૃરી દવાઓ જીએસટીથી બહાર રાખવામાં આવશે.  મોદીએ જણાવ્યું કે ગરીબી અમને વારસામાં મળી છે. ગરીબીથી લડવાની ઇચ્છા આપણા દરેકની છે. ગરીબી મીટાવવા માટે અમે એક ગરીબીની ફૌજ તૈયાર કરીશું. નાના બિઝનેસમેનને લોન મેળવવામાં ઘણી મૂશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જીએસટીનો મતલબ છે ગ્રેટ સ્ટેપ્સ ટુવર્ડ્સ ટ્રાંસપરન્સી
*    જીએસટીનો મતલબ છે ગ્રેટ સ્ટેપ બાઇ ટીમ ઇન્ડિયા
*    જીએસટીને કારણે બધી જ મુશ્કેલીઓ દુર થઇ જશે
*    જે રાજ્યો પાછળ રહી ગયા છે તેમની આવક વધશે
*    જે સપના જોયા છે તેને જીએસટીથી પુરા કરીશુ
*    મોંઘવારી પર કાબુ મેળવવાથી પરિસ્થિતિ બદલાઇ જશે
*    મોચી હોય કે કોઇ પણ દરેક વ્યક્તિને તેનો ફાયદો થશે
*    જીએસટીથી સ્પર્ધા વધશે, અને તેથી રોજગારીનું પ્રમાણ પણ વધશે
*    આ નવા ટેક્સ કાયદાથી દેશમાંથી ભ્રષ્ટાચાર દુર થઇ જશે
*    કાળુ ધન વિદેશમાં જતુ રોકવામાં પણ સફળતા મળશે
*    વૈચારીક વિરોધાભાસ છતા દરેક પક્ષો રાષ્ટ્રહિત માટે એક થયા
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/biggest-step-exemption-from-the-gst-tax-terrorism-modi

ઓલિમ્પિકમાં દિપાની સિધ્ધી : ફાઇનલમાં ભારતના ઈતિહાસની પ્રથમ જિમ્નાસ્ટ

- બિન્દ્રા ઓલિમ્પિક બ્રોન્ઝ સહેજ માટે ચૂક્યો : નારંગ બહાર ફેંકાયો

- દિપા કરમાકરનો મેડલ ઈવેન્ટ ૧૪ ઓગસ્ટે

- મેન્સ હોકીમાં જર્મનીએ આખરી ત્રણ સેકન્ડના ગોલથી ભારતને હરાવ્યું

રીયો, તા. ૮

દિપા કરમાકર ઓલિમ્પિકના ઈન્ડિવિડયુઅલ વોલ્ટ ઈવેન્ટમાં ફાઇનલ માટે ક્વોલીફાય થનાર ભારતના ઈતિહાસની સૌપ્રથમ જીમ્નાસ્ટ બની છે. ફાઇનલમાં વિશ્વની દસ સ્પર્ધક ક્વોલિફાય થઇ છે તેમાં દિપા આઠમા ક્રમે રહીને હવે મેડલની આશા માટે ૧૪ ઓગસ્ટે ઉતરશે.

ત્રિપુરા જેવા આર્થિક રીતે પછાત રાજ્યની દિપા ઓલિમ્પિકની જીમ્નાસ્ટિક ઈવેન્ટમાં ક્વોલીફાય થનાર જ સૌપ્રથમ ભારતીય છે. દિપા ''પોર્ડુનોવા'' જેવો ખૂબ કઠીન અને જીવલેણ પૂરવાર થઇ શકે તેવો વોલ્ટ કરીને બે પ્રયત્ન બાદ ૧૪.૮૫૦ પોન્ટ મેળવીને આઠમા ક્રમે રહી ફાઇનલ માટે ક્વોલીફાઇ થઇ હતી.

એક તબક્કે તે છઠ્ઠા ક્રમે રહીને ફાઇનલમાં ઉતરશે તેમ લાગતું હતું પણ કેનેડાની શાલોન ઓલ્સેને ૧૪.૯૫૦ પોઇન્ટ મેળવતો જમ્પ લગાવીને તેને પાછળ ખસેડી દીધી હતી.

'પ્રોડુનોવા' સ્ટાઇલમાં જીમ્નાસ્ટ હવામાં બે વખત ગુંલાટ ખાઇને બાર પર સીધી જ બેલેન્સ સાથે ઊભી રહે છે.

ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી અમેરિકાની સાયમોન બાઇલ્સ ૧૬.૦૫૦ સાથે પ્રથમ, નોર્થ કોરિયાની જોંગ હોંગ ૧૫.૬૮૩ સાથે બીજી રહી છે.

જો કે ભારતના અન્ય રમતના ખેલાડીઓએ નિરાશ કર્યા છે. ભારતના તિરંદાજીની મહિલા ટીમ બહાર ફેંકાઇ ગઇ છે. દિપિકાકુમારીએ તેમને પવનની તેજ સામી ગતિ નડી તેમ ખરાબ દેખાવનું કારણ આપ્યું હતું.

તેવી જ રીતે ભારતના ઈતિહાસનો એકમાત્ર વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવનાર અભિનવ બિન્દ્રા તેના ૧૦ મીટર એર રાઇફલ ઈવેન્ટમાં ફાઇનલ કાઉન્ટમાં સહેજ માટે બ્રોન્ઝ મેડલ ચૂકી ચોથા ક્રમે રહ્યો હતો. જ્યારે મેડલ માટેનો આશાસ્પદ ગગન નારંગ ફેંકાઇ ગયો છે. ભારતની મેન્સ અને વીમેન્સ ડબલ્સ ટેનિસ અને ટેબલ ટેનિસની ટીમ પણ બહાર ફેંકાઇ ગઇ છે. મેન્સ હોકીમાં જર્મનીએ આખરી ત્રણ સેકંડમાં વિજયી ગોલ ફટકારીને ભારતને ૨-૧થી હરાવ્યું હતું. આમ ભારત માટે દિપાએ સુખદ અને બિન્દ્રા, હોકીએ અણી ચૂક્યા જેવી હાર સહન કરી હતી. નારંગે નિરાશ કર્યા હતા.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-deepa-olympic-achievement-the-final-first-gymnast-in-history


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday 8 August 2016

જી.એસ.ટી. બિલ આજે લોકસભામાં રજૂ કરાશે - જમ્મુમાં ભારે પૂરથી ત્રણનાં મોત : બિહારમાં સ્થિતિ ગંભીર, મૃત્યુ આંક વધીને ૯૫

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
 


- બુધવારે રાજ્યસભાની કસોટીમાં પાર ઉતરેલા ખરડાને કોંગ્રેસનું શરતી સમર્થન

નવી દિલ્હી, તા. ૭
લોકસભામાં સોમવારે જી.એસ.ટી. બંધારણ સંશોધન ખરડો રજૂ થશે. કોંગ્રેસે આ બાબતને ધ્યાને લેતા, પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હિપ રજૂ કર્યો છે. કોંગ્રેસી નેતા તેમજ લોકસભામાં પક્ષના મુખ્ય સંયોજક જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ બાબતને સમર્થન આપ્યું હતું.

કોંગ્રેસે જી.એસ.ટી.નું સમર્થન કર્યું છે. સિંધિયાનું કહેવું છે કે સરકાર માટે કોઇપણ સંજોગોમાં કરનો મહત્તમ દર નક્કી કરવો તે મહત્વનું છે. અમે સંવિધાન સંશોધન ખરડાનું સમર્થન કરીએ છીએ. જે તેના ગુણ-દોષ પર આધારિત છે. જી.એસ.ટી. દેશ માટે મહત્વનું છે. અમારો પક્ષ સંશોધનો સાથેના ખરડાનું સમર્થન કરશે. તે માટે સત્તારૃઢ પક્ષે અમને ખાતરી આપી છે.

બુધવારે ૧૨૨મા સંવિધાન સંશોધન ખરડાને રાજ્યભરમાં પસાર કરાયો. જેમાં દેશમાં એક કર પ્રણાલી રૃપે જી.એસ.ટી. લાગુ કરવા માટે બંધારણમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. અમે પક્ષમાં વ્હિપ જાહેર કર્યો છે. જી.એસ.ટી.નો  વિચાર સૌપ્રથમ  કોંગ્રેસે રજૂ કર્યો હતો.

સિંધિયાએ ઉમેર્યું હતું કે અમારા નાણાં પ્રધાન પી. ચિદંબરમે દેશભરમાં એક કર પ્રણાલીની વાત કરી હતી. તે પછી ૨૦૧૧માં બજેટ સત્રમાં જી.એસ.ટી. અંગે સંશોધન ખરડો રજૂ કર્યો પણ ભાજપ ચાર વર્ષ સુધી આમ સહમતી  બનાવી  ન શકી પરિણામે ખરડો બેઅસર બન્યો.

પછી વર્તમાન સરકારે આ મુદ્દો ઊઠાવ્યો અને ગત વર્ષે લોકસભામાં પસાર કર્યો. અને અમે શરતી સમર્થન કર્યું અમે ઈચ્છીએ છીએ કે આ કર પ્રણાલીથી  દેશને ફાયદો થાય.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/victory-rupani-gujarat-cm-nitin-patel-deputy-cm

જમ્મુમાં ભારે પૂરથી ત્રણનાં મોત : બિહારમાં સ્થિતિ ગંભીર, મૃત્યુ આંક વધીને ૯૫

- ઉત્તર ભારતમાં ભારે વરસાદથી

- જમ્મુ અને કાશ્મીરમાં તાવી અને ચેનાબ નદીએ ભયજનક સપાટી વટાવી

- ઠેર ઠેર ભૂસ્ખલન : રોડ અને રેલવે ટ્રાફિકને અસર

- બિહારમાં આજે વધુ ચારનાં મોત : ૩૩ લાખ લોકો અસરગ્રસ્ત


- આસામમાં સ્થિતિ સુધારા પર

નવી દિલ્હી, તા. ૭
ઉત્તરભારતમાં ભારે વરસાદને પગલે જમ્મુને કાશ્મીરમાં ભારે વરસાદ અને પૂરથી તારાજી થઇ હતી. જમ્મુમાં ૩નાં મોત થયા હતા અને ૭ને ઇજા થઇ હતી. બિહારમાં આજે પૂરમાં વધુ મોતની ઘટનાઓ સાથે મૃત્યુઆંક વધીને ૯૫ થયો હતો. આસામમાં પૂરની સ્થિતિ સુધારા પર હતી.

ઉત્તર ભારતમાં ભારે વરસાદને પગલે જમ્મુ અને કાશ્મીરમાં તાવી નદી ભયજનક સપાટીએ વહી રહી હતી. અમરનાથ અને વૈષ્ણોદેવીની યાત્રાઓ રોકવામાં આવી હતી. જમ્મુના ડોડા જિલ્લામાં બે અને કથુઆમાં એક વ્યક્તિના મોત થયાં હતાં.

બે મકાનો ધરાશાયી થયા હતા. જેમાં ૭ ઘાયલ થયા હતા. જમ્મુ ઉધમપુર રેલવે સેવાને અસર થઇ હતી. રેલવે લાઈન પર ભેખડો ધસી પડતાં રેલવે માર્ગ બંધ કરાયો હતો. જમ્મુ શ્રીનગર હાઈવે પણ થોડો સમય બંધ કરાયો હતો. જમ્મુમાં ભારે પૂરની ચેતવણી આપવામાં આવી હતી. તાવી ૧૮ ફૂટ અને ચેનાબ ૩૩ ફૂટની ભયજનક સપાટીએ વહેતી હતી, કથુઆ જિલ્લામાં ઉજી નદીના પુરમાં નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા હતા. જમ્મુમાં વીજળી ખોટવાઈ હતી.

પાટનગર દિલ્હીમાં હળવો વરસાદ થયો હતો. ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેતાં લોકોને બફારો થયો હતો. મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી નોંધાયું હતું.

રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. કોટામાં સૌથી વધુ ૧૯ સેન્ટીમીટર વરસાદ થયો હતો. પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદના અહેવાલ હતા.

બિહારમાં પૂરની સ્થિતિ વણસેલી હતી. ૧૪ જિલ્લાના ૩૩ લાખ લોકો હજી અસરગ્રસ્ત છે. આજે વધુ ચારનાં મોત થયાં હતાં.

બિહારની મહાનંદ, બાખરા, કનકાઇ, કોશી અને પરમાર નદીના પૂરથી પૂર્ણીયા, કિશનગંજ, અરરીયા, દરભંગા, ભાગલપુર, કટીહાર અને ગોપાલગંજ જિલ્લામાં ભારે તારાજી થઇ હતી. ભાગલપુરમાં ગંગા અને સિવાન જિલ્લામાં ઘાઘરા નદી બે કાંઠે વહેતી હતી. બિહરના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો.

ઉત્તરપ્રદેશમાં છૂટાછવાયો વરસાદ થયો હતો. ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થયો છે. જોકે બ્રહ્મપુત્રા નદી ગોલા જિલલાના નુમાલીગઢ ખાતે ભયજનક સપાટીએ વહેતી હતી. આસામમાં જોકે હજી ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવિત છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-three-killed-in-floods-in-jammu-and-kashmir-bihar-the-situation-grew-serious-the-death-toll


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday 6 August 2016

ગુજરાતમાં વિજય રૃપાણી CM : નીતિન પટેલ 'અણવર' - સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાઃ ધ્રોલમાં ૧૪, ખંભાળિયા-કાલાવડમાં ૧૦ ઇંચ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતમાં વિજય રૃપાણી CM : નીતિન પટેલ 'અણવર'

- વરરાજા તરીકે પોંખાતા નીતિન પટેલ છેલ્લી ઘડીએ ડેપ્યુટી CM

- અમિત શાહ કિંગમેકર : આનંદીબહેને ઘણા ધમપછાડા અને રીસામણાં કર્યાં, પણ તેમનું કશું ન ચાલ્યું

- કમલમ્ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ટોચના તમામ નેતાઓ સાથે સવા કલાક સુધી મીટિંગો કરી તખ્તો પલટી નાખ્યો

અમદાવાદ, શુક્રવાર
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે કિંગમેકરની ભૂમિકા ભજવી દીધી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી પદે નિશ્ચિત માનતા સીનિયર મંત્રી નીતિન પટેલ છેલ્લી ઘડીએ કપાઈ ગયા હતા. તેમજ વિજય રૃપાણીને મુખ્યમંત્રી બનાવાયા છે. જ્યારે નીતિન પટેલને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવાયા છે.
ગુજરાતનાં ભાજપનાં શાસનનો ઇતિહાસમાં કોઇને ડેપ્યુટી CM પ્રથમ વખત જ બનાવાયા છે. કમલમ્માં ધારાસભ્યોની મીટીંગ પહેલા અમિત શાહે ટોચનાં નેતાઓ મંત્રીઓ અને ખુદ આનંદીબહેન પટેલ સાથે કરેલી મંત્રણા બાદ સાવ છેલ્લી ઘડીએ આખુ ચિત્ર બદલી ગયું હતું.

ખુબ જ હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે શુક્રવારે ભાજપની ભવાઈ જોવા મળી હતી. અગાઉ જ વેંકૈયા નાયડુએ અમિત શાહ CM નહી બને એવી જાહેરાત કરી હતી. વિજય રૃપાણીએ પણ સાથે CM પદની રેસમાં નથી એવો આડકતરો ઉલ્લેખ કરી સંગઠનનાં કામમાં જ ખુશ હોવાનો તેમજ પોતાને સતાનો કોઈ મોહ નહી હોવાનો દાવો કર્યો હતો. જેને લઇને CM પદ માત્ર માત્રને માત્ર નીતિન પટેલ એક જ મજબૂત દાવેદાર રહ્યા હતા.
નીતિન પટેલ જ ૧૦૦ ટકા મુખ્યમંત્રી બની રહ્યા છે એવા સમાચારો મોટાભાગની ટી.વી. ચેનલો શુક્રવારની સવારથી જ પ્રસારીત કરતી હતી. પ્રસાર માધ્યમોએ પણ નીતિનભાઈ CM થશે એવા અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા. ખુદ નીતિન પટેલે પણ પોતે CM થઇ રહ્યા હોવાનો ઇશારો મીડિયાને આપી દીધો હતો. શુક્રવારે ડ્રાઈવ-ઇન વિસ્તારમાં નીતિનભાઈને ઘરે ટીવી ચેનલોનો પત્રકારો પહોંચી ગયા હતા. તેનો CM તરીકે ઇન્ટરવ્યૂ પણ કરી તેને દર્શાવ્યો હતો. એટલું જ નહી નીતિનભાઈના ધર્મપત્ની સુલોચનાબહેને પણ ટીવી ચેનલમાં પણ સ્વીકાર્યું હતું કે નીતિનભાઈની પસંદગી કરાઈ અને પાર્ટીએ તેમને જવાબદારી સોપવાનું નક્કી કર્યું છે.
આવી સ્થિતિમાં મુખ્યમંત્રી પદે નીતિન પટેલની વરણી નિશ્ચિત મનાઈ ગઈ હતી. દિલ્હી ભાજપ હાઈકમાન્ડે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને નવા  CM ની પસંદગીની જવાબદારી અને સતા સોંપી હતી. તેમજ બે કેન્દ્રીય નિરિક્ષકો નીતિન ગડકરી અને સરોજ પાંડેને ગુજરાતમાં મોકલ્યા હતા. જો કે છેલ્લા ત્રણ દિવસથી ભાજપનાં રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી.સતીષજી અને ગુજરાતનાં પ્રભારી દિનેશ શર્માએ તમામ નેતાઓ-કાર્યકરો જોડે મીટંગોનો દૌર ચલાવ્યો હતો.
ત્યારબાદ શુક્રવારે કોબા ખાતેનાં ભાજપના વડામથક કમલમ્ ખાતે ભાજપનાં તમામ ધારાસભ્યોની મીટીંગમાં નવા CM ની પસંદગી અને જાહેરાત કરવાનું નક્કી થયું હતું. અમિત શાહ અને આનંદીબહેન પટેલ એકપણ વખત બહાર નીકળ્યા નહોતા.
ખરેખર તો CM માટે નીતિન પટેલનું નામ નક્કી થઇ ગયું હોવા છતાં લગભગ દોઢ કલાક જેટલી મીટીંગ લાંબી ચાલી હતી. જેને પગલે એવી આશંકા ઉભી થઇ હતી કે CM ની પસંદગીમાં ચોક્કસથી ફેરફાર થઇ રહ્યા છે. ત્યારબાદ અમિત શાહ, આનંદીબહેન સહિતનાં તમામ કેન્દ્રીય અને રાજ્યના નેતાઓ તથા મંત્રીઓ જ્યાં ભાજપનાં તમામ ધારાસભ્યો બેઠા હતા તે હોલમાં ગયા હતા. જ્યાં અડધો કલાક બાદ જાહેરાત કરાઈ હતી કે વિજય રૃપાણીની પસંદગી મુખ્યમંત્રી તરીકે અને નીતિન પટેલની પસંદગી ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે.
આ જાહેરાતથી મોટાભાગના ધારાસભ્યોને પણ આંચકો લાગ્યો હતો. કેમ કે નીતિન પટેલની પસંદગી થઇ ગયા બાદ છેલ્લે મળેલી મીટિંગમાં અમિત શાહે આખો તખ્તો બદલાવી નાખ્યો હતો. તેમજ પોતે જે ધારે તે કરી શકે છે તે બતાવી આપ્યું છે. આમ અમિત શાહે કિંગ મેકરની ભૂમિકા ભજવી છે. તેઓ મોદીનું કે બહેનનું પણ માન્યા નથી. સાંજે ૪ વાગ્યા સુધીમાં મોટાભાગનાં ધારાસભ્યો આવી જતાં કમલમ્નાં મોટા હોલમાં લઇ જવાયા હતા. બીજી બાજુ અમિત શાહ સાંજે ૪ વાગ્યે આવી ગયા બાદ સીધા આ હોલમાં ગયા નહોતા. તેઓ અન્ય જગ્યાએ બેઠા હતા. જ્યાં નીતિન પટેલ, વિજય રૃપાણી, ભીખુભાઈ દલસાણીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વગેરેને બોલાવ્યા હતા.
ઉપરાંત બે કેન્દ્રીય નિરિક્ષકો નીતિન ગડકરી અને સરોજ પાન્ડે, પ્રભારી દિનેશ શર્મા, વી. સતીષ, આર.સી.ફળદુએ કેન્દ્રીય મંત્રીઓ પુરૃષોત્તમ રૃપાલા, મનસુખ માંડવીયા, સુરેન્દ્ર પટેલ અને વિદાય લેતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને પણ બોલાવ્યા હતા.
અમિત શાહ જે રૃમમાં બેઠા હતા તેની બાજુમાં બીજો મોટો રૃમ હતો. અમિત શાહે આ તમામ ટોચના નેતાઓ અને મંત્રીઓ સાથે વારાફરતી મીટીંગો કરી હતી. આ મીટીંગનો દૌર સાંજે ૫.૨૦ મિનિટે પૂરો થયો હતો. આ મીટીંગ દરમિયાન બન્ને રૃમમાંથી જુદા જુદા નેતાઓની આવ-જા થતી હતી.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/victory-rupani-gujarat-cm-nitin-patel-deputy-cm

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાઃ ધ્રોલમાં ૧૪, ખંભાળિયા-કાલાવડમાં ૧૦ ઇંચ

- શ્રાવણમાં અષાઢની કસર પુરી કરતા મેઘરાજા, સચરાચર મેઘવૃષ્ટિથી હરખાતું જનજીવન
- જામજોધપુરમાં ૮, લાલપુર-ધ્રોલમાં ૭, જામકંડોરણામાં ૬,  પોરબંદર, કુતિયાણા, પડધરી, લોધિકામાં ૫, રાજકોટમાં ૪, જામનગરમાં ૩, જૂનાગઢમાં ૨ ઇંચ વરસાદ

રાજકોટ, શુક્રવાર
સમગ્ર સૌરાષ્ટ્રમાં ટુંકા વિરામ બાદ ગઇકાલથી શરૃ થયેલી મેઘસવારી રાત્રિભર અને આજે દિવસ દરમિયાન સાર્વત્રિક ફરી વળતા ૨ થી ૧૪ ઇંચ વરસાદ વરસતા જનજીવનમાં ખુશહાલી વ્યાપી ગઇ છે. જામનગર-દ્વારકા જિલ્લામાં તો બારે મેઘ ખાંગા થયા હોય તેમ ધ્રોલમાં ૧૪, ખંભાળિયામાં વધુ ૧૦ ઇંચ, કાલાવડમાં ૧૦ ઇંચ, જામજોધપુર અને લાલપુરમાં ૮ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. ખંભાળિયાનાં ભરાણાં ગામે જાણે આભ ફાટતા એક કલાકમાં ૬ ઇંચ અને બે દિવસમાં ૨૦ ઇંચ વરસાદ ખાબકતા ગામ વિખૂટુ પડી ગયું હતું. બે કાચા મકાનો અને એક કમ્પાઉન્ડ વોલ ધસી પડયા હતા. પોરબંદરનાં ભોમિયાવદર નજીક વર્તુ નદીનાં કાંઠે ૯૦ ફૂટ લાંબી દિવાલ ભારે વરસાદથી ધ્વસ્ત થઇ ગઇ હતી. બે દિવસથી પડતા અવિરત વરસાદનાં કારણે જળાશયોમાં નવા નીરની આવક થતાં જે તે વિસ્તારોનું જળસંકટ દૂર થયું છે. જામનગરમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆર એફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અમરેલીથી આ ટીમના ૩૫ સભ્યો આજે જામનગર આવી પહોંચ્યા હતા. જામરાવલમાં  પાણીમાં ડુબી જવાથી જયારે ગોંડલના આંબરડી ગામે વીજળી પડતા બેના  મૃત્યુ નિપજયા હતા.

સૌરાષ્ટ્રમાં આઆ વરસે અષાઢ મહિનો કોરો ગયા બાદ સર્વત્ર ચિંતાના વાદળો છવાયા હતા ત્યારે શ્રાવણ માસના આરંભે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂ૪તો ખુશખુશાલ થઈ ગયા છે. મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે.
જામનગર-દ્વારકા જિલ્લામાં આજે સતત બીજા દિવસે મેઘરાજાએ ધૂઆંધાર બેટીંગ કરતા સૌથી વધુ ધ્રોલમાં ૧૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખંભાળિયામાં વધુ ૧૦ ઇંચ  સાથે બે દિ'માં ૧૮ ઇંચ વરસાદથી શહેર જળબંબોળ બની ગયું હતું. જામજોધપુરમાં ૮, કાલાવડમાં ૧૦ તથા લાલપુરમાં ૮ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ધ્રોલમાં માટી બેસી જતાં અનેક સ્થળોએ ભુવા પડયા હતાં. નિચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસી ગયા હતાં. ભાણવડમાં સાડા પાંચ ઇંચ, કલ્યાણપુરમાં સાડા ત્રણ ઇંચ અને દ્વારકામાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.
પોરબંદર જિલ્લામાં સૌથી વધુ રાણાવાવ તથા બરડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ૮ ઇંચ, પોરબંદર શહેર-તાલુકામાં તથા કુતિયાણામાં ૬ ઇંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદરની ભાટિયા બજારમાં જર્જરિત મકાન અડધૂ ધરાશાયી થઇ ગયું હતું. પોરબંદર પંથકમાં ભારે વરસાદનાં કારણે શાળા-કોલેજો બંધ રહી હતી.
રાજકોટ જિલ્લામાં પણ આજે સર્વત્ર મેઘકૃપા વરસી હતી. અડધાથી છ ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જામકંડોરણામાં ૬, લોધિકા, પડધરીમાં ૫, ધોરાજી, જેતપુરમાં સાડાચાર તથા ઉપલેટા અને રાજકોટમાં ચાર-ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટમાં ગત રાત્રિ અને આજે દિવસ દરમિયાન વરસાદથી અનેક માર્ગો ઉપર પાણી ભરાયા હતા.
જૂનાગઢ જિલ્લામાં અડધાથી સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ માળિયા હાટીનામાં સાડા ત્રણ, મેંદરડામાં ત્રણ, વંથલી-માણાવદરમાં અઢી, જૂનાગઢ-કેશોદમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોરબી જિલ્લામાં સૌથી વધુ મોરબીમાં ત્રણ, માળિયા મિંયાણામાં બે, ટંકારા-હળવદમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.
અમરેલી જિલ્લામાં પણ આજે સર્વત્ર અડધાથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વડિયામાં ૩, ખાંભા, લાઠી, રાજુલામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
મૂળ પોરબંદરના ભેટકડી ગામના રહીશ નીલેશભાઈ મશરીભાઈ સાદીયા (ઉ.વ.૪૦) નામનો યુવાન જામરાવલ નજીક નદીમાં તણાઈ જતાં મૃત્યુ પામ્યો હતો એ જ રીતે ગોંડલના આંબરડી ગામે ખેતરમાં કામ કરી રહેલાં રતનશી હંશરાજભાઈ રાબડીયા (ઉ.વ.૫૩)નું વીજળી પડતા મૃત્યુ થયું હતું.

સૌરાષ્ટ્રમાં કયા - કેટલો વરસાદ?
ધ્રોલ
૧૪
કાલાવડ
૧૦
લાલપુર

જામજોધપુર

ધોરાજી
૪ાા
ગોંડલ
૧ાા
જામકંડોરણા
૫ાાા
કોટડાસાંગાણી
૨ા
લોધિકા

ઉપલેટા

રાજકોટ

જેતપુર
૪ા
પડધરી

માળિયા હાટીના
૩ાા
મેંદરડા

વંથલી
૨ાા
માણાવદર
૨ાા
જૂનાગઢ

કેશોદ

માંગરોળ
૧ાા
વિસાવદર
૧ાા
ભેસાણ

મોરબી

માળિયા મિંયાણા

ટંકારા
૧ાા
હળવદ
૧ાા
વાંકાનેર
૦ાા
પોરબંદર

કુતિયાણા

રાણાવાવ
૮ાા
ખંભાળિયા
૧૧
દ્વારકા

ભાણવડ
૪ાાા
કલ્યાણપુર
૩ાા
ધારી
૧ા
ખાંભા
૨ા
વડિયા

બગસરા
૧ાા
લાઠી

રાજુલા

બગસરા
૧ાા
લિલિયા
૧ાા
સાવરકુંડલા
૧ાા
જામનગર

જોડિયા
૨ાા
 

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot-saurashtra-about-cloud-khangah-dhrol-14-khambhalia-kalawad-10-inches


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/