સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 5 July 2016

અષાઢી બીજે ગુજરાતભરમાં ૧૦૩ રથયાત્રા, ૪૬ શોભાયાત્રા નીકળશે - ગુજરાતના ઉમરગામ તાલુકામાં ૨૮ ઇંચ વરસાદ : ૧૦ તાલુકા સાવ કોરા !

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અષાઢી બીજે ગુજરાતભરમાં ૧૦૩ રથયાત્રા, ૪૬ શોભાયાત્રા નીકળશે

- ગુજરાત ૫ોલીસ એલર્ટ મોડ ઉપર

- રમઝાન ઇદ અને રથયાત્રાના એક સાથે સંભવિત સંયોગ

સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો
ગાંધીનગર,સોમવાર
આગામી છઠ્ઠી જુલાઇએ અષાઢી બીજ પ્રસંગે સમગ્ર રાજ્યમાં ૧૦૩ જેટલી રથયાત્રા અને ૪૬ શોભાયાત્રા નીકળવાની છે ત્યારે રાજ્યમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વખતે અષાઢી બીજની સાથે રમઝાન ઇદ પણ એક જ દિવસે આવવાની સંભાવનાને પગલે પોલીસે સલામતી વ્યવસ્થામાં વધારો કર્યો છે. રાજ્યના કાયદો અને વ્યવસ્થાના એડી.જી.પી.એ જણાવ્યું હતું કે, ૧૪૪ જેટલી વિવિધ સુરક્ષાદળોની કંપનીઓને બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવી છે.આ વખતે અમદાવાદ ઉપરાંત વડોદરા,ભાવનગરની રથયાત્રાનું ડ્રોન મારફતે મોનીટરીંગ કરવામાં આવશે. પ્રથમવાર રથયાત્રામાં નાગાલેન્ડની આર્મડ મહિલા પ્લાટૂન પણ અમદાવાદમાં તહેનાત કરવામાં આવી છે.
ગુજરાતમાં દર વર્ષે અષાઢી બીજે નીકળતી રથયાત્રાની જેમ આતુરતાથી રાહ જોતા હોય છે તેમ ગુજરાત પોલીસ માટે પણ આ રથયાત્રા શાંતિપુર્ણરીતે સંપન્ન કરાવવાની મહત્વની જવાબદારી હોય છે જેના માટે રથયાત્રા પૂર્વે એક મહિના અગાઉથી રાજ્યની પોલીસ તેની તૈયારીમાં લાગી જાય છે. ખાસ કરીને અમદાવાદની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે ખુબ જ તકેદારી રાખવામાં આવતી હોય છે. આ સંદર્ભે આજે રાજ્યના કાયદો અને વ્યવસ્થાના એડી. ડીજીપી. એ.ડી.પારઘીએ રાજ્યની રથયાત્રાઓમાં સુરક્ષા સંદર્ભે માહિતી આપી હતી. ગુજરાતમાં અષાઢી બીજે ૧૦૩ જેટલી રથયાત્રાઓ અને અન્ય દેવી-દેવતાઓની ૪૬ જેટલી શોભાયાત્રાઓ નીકળશે. આવતીકાલે તા.પ જુલાઈએ આણંદ, નડીયાદ, કપડવંજ, મહુધા, ડાકોર, ખંભાત અને ભાદરણમાં રથયાત્રા નીકળશે. રાજ્યમાં આ વખતે રથયાત્રા તથા રમજાન ઈદનો તહેવાર એક સાથે આવે તેવી સંભાવનાઓને પગલે સુરક્ષા વ્યવસ્થામાં ખાસ વધારો કરવામાં આવ્યો છે અને બહારથી અને ડીજીપી કચેરીથી મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવનાર છે જેમાં બે આઈજી, બે ડીઆઈજી, રર એસપી, ૭૩ ડીવાયએસપી, ર૦૬ પીઆઈ, ર૩૩ પીએસઆઈ, ર૪૫ તાલીમી પીએસઆઈ, નવા ર૩૦૦ જેટલા ભરતી કરાયેલા જવાનો અને ૩૧૦૦ પોલીસ જવાનોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં ૪૭ જેટલી એસઆરપી કંપની, ૪૨ પેરા મીલીટરી ફોર્સની કંપનીઓ તેમજ પપ જેટલી બોર્ડર વીંગ કંપનીઓ મળી કુલ ૧૪૪ જેટલી કંપનીઓને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદની રથયાત્રામાં પ્રથમવાર નાગાલેન્ડની આર્મ મહિલા પ્લાટુન પણ તૈનાત કરવામાં આવી છે. અમદાવાદની રથયાત્રાનું ડ્રોન મારફતે મોનીટરીંગ કરવામાં આવશે તેમજ ગૃહ વિભાગનું સર્કીટ હાઉસ ખાતે ખાસ કંટ્રોલ રૃમ પણ ઉભો કરવામાં આવનાર છે. વહેલી સવારથી રથયાત્રાઓ નીજ મંદિરે પરત ફરે ત્યાં સુધી ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સંપર્કમાં રહી સતત મોનીટરીંગ કરતાં રહેશે. રાજ્યમા જ્યાં જ્યાં રથયાત્રા નીકળવાની છે ત્યાં ખાસ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. જેના થકી મોનીટરીંગ કરવામાં આવશે.

આઠ સ્થળોએ ઉચ્ચ અધિકારીઓ કેમ્પ કરશે
અમદાવાદ,સોમવાર
રાજ્યમાં આ વખતે રથયાત્રા અને ઈદ સાથે આવી રહી છે ત્યારે રાજ્ય પોલીસ દ્વારા આ વખતે ખાસ બંદોબસ્ત ગોઠવવાનું નક્કી કરાયું છે. જે ના ભાગરૃપે આઠ સ્થળોએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કેમ્પ કરશે જેમાં ગોધરામાં ડીઆઈજી મયંકસિંહ ચાવડા, ભાવનગરમાં આઈજી અમીત વિશ્વકર્મા, જુનાગઢમાં ડીઆઈજી બ્રિજેશકુમાર જહા, આણંદમાં આઈજી કે.એલ.એન.રાવ, નવસારીમાં આઈજી નરસિંહાકુમાર, મહેસાણામાં આઈજી મનોજ શશીધર, સુરેન્દ્રનગરમાં ડીઆઈજી ડી.એન.પટેલ, ભરૃચમાં આઈજી જી.એસ.મલીક અને અમદાવાદમાં ડીઆઈજી જે.આર.મોથલીયા કેમ્પ કરશે.

ડ્રોન રથયાત્રાનું મોનીટરિંગ કરશે
અષાઢી બીજે રાજયમાં નીકળનારી રથયાત્રાઓનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ સીધુ જ નિરિક્ષણ કરી શકે તે માટે અમદાવાદ, વડોદરા અને ભાવનગરની રથયાત્રામાં ડ્રોન મારફતે મોનીટરીંગ કરવામાં આવનાર છે. આ માટે આઈબીની ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. તો રાજ્યના અન્ય સ્થળોની રથયાત્રામાં અગાઉથી જ ડ્રોન મારફતે ચેકીંગ કરી દેવામાં આવ્યું છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-rathyatra6107

ગુજરાતના ઉમરગામ તાલુકામાં ૨૮ ઇંચ વરસાદ : ૧૦ તાલુકા સાવ કોરા !

- ગુજરાતમાં વરસાદનું વિશ્લેષણ

- બીજી-ત્રીજી જુલાઈએ પડેલા વરસાદથી રાજ્યનું વરસાદી ચિત્ર બદલાયું

સરેરાશ સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો
અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં શનિવારથી સોમવારની સવારે પૂરા થતા સમયગાળા દરમિયાન થયેલા વરસાદથી રાજ્યનું વરસાદી ચિત્ર બદલાયું છે. વરસાદની ટકાવારી ૫.૭૨ ટકાથી વધીને ૧૦.૪૨ થઈ છે. અર્થાત્ સરેરાશ વરસાદ ૪૫.૬૩ મિ.મી. વધીને ૮૩.૦૪ ટકા જેટલો થયો છે. જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સરખામણીએ કચ્છ, ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતનું ચિત્ર એકંદરે નબળું છે.
સોમવાર તા. ૪ જુલાઈની સવાર સુધીમાં પડેલા વરસાદના આંકડાઓ પર નજર નાખીએ તો ૧૦ તાલુકા સાવ કોરા હતા. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના ઉમરગામ તાલુકામાં ૨૮ ઇંચ જેટલો વરસાદ પડી ચૂકયો છે ! રાજ્યના ૧૧૨ તાલુકાઓમાં ૫૦ મિ.મી. સુધીનો, ૭૦ તાલુકામાં ૫૧ થી ૧૨૫ મિ.મી., ૪૩માં ૧૨૬ થી ૨૫૦ મિ.મી., ૧૪ માં ૨૫૧ થી ૫૦૦ મિ.મી. વરસાદ થયાનું નોંધાયું છે.
નોંધપાત્ર બાબત એ પણ છે કે ગુજરાતમાં જૂન મહિના અંત સુધીમાં સરેરાશ ૩૬.૭૬ મિ.મી. વરસાદ થયો હતો જયારે જુલાઈના શરૃઆતના ત્રણ દિવસમાં જ ૪૬.૨૮ મિ.મી. વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદે ખેડૂતોમાં રાહતની લાગણી જન્માવી છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓનું ચિત્ર જોઈએ તો ભરૃચ અને નર્મદા જિલ્લામાં સરેરાશ ૫ મિ.મી.થી ૧૪૮ મિ.મી. વરસાદ થયો છે. પણ બાકીના પાંચ જિલ્લાઓમાં ૮૭ મિ.મી. થી (ત્રણ ઇંચથી વધુ) માંડીને ૬૯૫ મિ.મી. (૨૮ ઇંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો છે. વાપી જિલ્લામાં સરેરાશ ૬ ઈંચ, સુરત જિલલ્માં આઠ, નવસારીમાં ૯, વલસાડમાં ૧૬ ઇંચ અને ડંગમાં સાડા છ ઇંચ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સરેરાશ ૪ ઇંચ જેટલો વરસાદ થયો છે. અહીંના ૧૧ જિલ્લાઓનું વરસાદી ચિત્ર જોઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ ૯ ઇંચતી વધુ વરસાદ થયો છે. સુરેન્દ્રનગરમાં સરેરાશ બે ઇંચ, રાજકોટમાં મોરબીમાં અઢી-અઢી ઇંચ, જામનગરમાં બે ઇંચ, દ્વારકામાં પોણા બે ઇંચ, પોરબંદરમાં ત્રણ, જૂનાગઢમાં સરેરાશ ૪, અમરેલીમાં સાડા છ ઇંચ, ભાવનગરમાં ૬ ઇંચ અત્રે બોટાદમાં ચાર ઇંચ સરેરાશ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૩૦૩ મિ.મી. વરસાદ ઉના તાલુકામાં જયારે સૌથી ઓછો પાંચ મિ.મી. વરસાદ ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર જિલ્લો) તાલુકામાં નોંધાયો છે.કચ્છ વિસ્તારમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સવા ઇંચ જયારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ પોણા બે ઇંચ વરસાદ થયો છે.આ બધા વિસ્તારોના અબડાસા, ભાભર, કાંકરેજ, સૂઈગામ, મહેસાણા, કલોલ તાલુકાની સ્થિતિ રેઇન ગેજમાં શૂન્ય છે. જયારે ૧૧ તાલુકામાં ૨ થી ૯ મિ.મી. જેટલો નહિવત વરસાદ થયો છે. આ વિસ્તારના ખેડૂતો વરસાદ ઝંખી રહ્યા છે. કચ્છ-ઉત્તર ગુજરાત કરતાં થોડી સારી સ્થિતિ પૂર્વ- મધ્ય ગુજરાતની ગણી શકાય તેમ છે.

ગુજરાતનું વરસાદ ચિત્ર
(૪ જુલાઈની સવારે ૭ સુધીનું)
વિગત
મિ.મી.
અપેક્ષિત વરસાદ
૭૯૭
પડેલો વરસાદ
૮૩.૦૪
કચ્છ વિસ્તાર
૧૩.૦૦
ઉત્તર ગુજરાત
૩૦.૦૦
પૂર્વ-મધ્ય ગુજરાત
૪૧.૦૦
સૌરાષ્ટ્ર
૧૦૪.૦૦
દક્ષિણ ગુજરાત
૧૭૮.૦૦
સૌથી વધુ ઉમરગામ તાલુકો
૬૯૫.૦૦
શૂન્ય વરસાદવાળા
૧૦ તાલુકા

આસામમાં ભારે વરસાદથી તારાજી ૮૦ હજારને સલામત સ્થળે ખસેડાયા

- જૂનની વરસાદી ઘટ જુલાઈમાં સરભર થવાના સંકેત

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી ચોમેર પાણી ભરાયાં : આસામમાં એક મહિલાનું મૃત્યુુ
નવી દિલ્હી, તા. ૪
દેશભરના તમામ રાજ્યોમાં વરસાદનું આગમન થયું હતું. કેટલાક સુકા પ્રદેશોમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, તો જ્યાં બે-ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો હતો ત્યાં ચોમેર પાણી પણ ભરાયા હતા. આસામમાં અતિભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર ઉમટયા હતા, જેના કારણે તાત્કાલિક અસરથી ૮૦ હજાર લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.
દેશના કેટલાય રાજ્યોમાં જૂન સાવ કોરો ગયા પછી જૂલાઈ માસની શરૃઆત સાથે જ મેઘમહેર થઈ છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ સુધી વરસાદ પહોંચ્યો હતો. અડધાથી બે-ત્રણ ઈંચ સુધી વરસાદ પડતા લોકોને રાહત થઈ હતી. ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી, મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડતાં ચોમેર પાણી ભરાયા હતા. સૌથી વધુ અસર આસામમાં થઈ હતી.
આસામમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. આસામના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે રાજ્યના ચાર જિલ્લામાંથી ૮૦,૫૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ પણ નિચાળવાળા વિસ્તારોમાંથી લોકોને અન્યત્ર જવા તાકીદ કરાઈ છે. આસામમાં આશરે ૪,૧૦૦ હેક્ટરનો વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો છે.
દેશમાં ૮મી જૂનથી ચોમાસાનું આગમન થયું પછી શરૃઆતમાં તમિલનાડુ, ગોવા, મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશામાં વરસાદ પડયો હતો, પણ પંજાબ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન સહિતના આઠ દસ રાજ્યોમાં માત્ર છૂટાછવાયા ઝાપટાં જ પડયા હતા. જુલાઈની શરૃઆતથી વરસાદ સમગ્ર દેશમાં પહોંચી જશે એવી આગાહી કરવામાં આવી હતી એ પછી અંતે જુલાઈની શરૃઆતે જ ધારણા પ્રમાણે સમગ્ર દેશમાં વરસાદનું આગમન થયું છે.
મધ્યપ્રદેશમાં પહેલી વખત લગભગ રાજ્યના ૯૦ ટકા ભાગમાં રાહત આપતો વરસાદ થયો હતો. અડધાથી બે-અઢી ઈંચ વરસાદ પડયો હતો. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાય દિવસથી મેઘસવારી અવિરત ચાલુ રહેતાં યાત્રાને પણ અસર થઈ હતી. કેટલાક રસ્તાઓ પણ બ્લોક થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. આગામી બે-ત્રણ વધુ વરસાદ પડવાની આગાહીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સચેત કરવામાં આવ્યા છે. હરિયાણામાં પણ લાંબી રાહ જોવડાવ્યા પછી વરસાદ આવ્યો હતો.
આસામમાં બે દિવસથી ચાલી રહેલા વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. જેમાં ૮૦ હજાર લોકોને અસર થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેઘાલય, સક્કિમ, ઝારખંડ, બિહારમાં પણ સારો એવો વરસાદ પડયો હતો.
જૂન માસમાં ૧૧ ટકા વરસાદી ઘટ નોંધાઈ હતી, જે હવે જુલાઈના પહેલાં ચાર દિવસમાં જ રિકવર થઈને ૫ ટકા ઘટી ગઈ હતી. હવે આ ચોમાસામાં કુલ વરસાદી ઘટ ૬ ટકા રહી છે. આગાહી પ્રમાણે જુલાઈ માસમાં જ વરસાદ રાબેતા મુજબ ભારતમાં થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશમાં ચોમાસુ ૧૦૭ ટકા રહેશે એવી ધારણા છે

Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-umargam-talukas-of-28-inches-of-rain,  http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-assam-with-heavy-rains-destroying


GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment