સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 30 June 2016

સરકારે જાહેરાત કરી છતાં ખેડૂતોને ૧ ટકાની લોન મળતી નથી - પૃથ્વીની માફક જીવન શકય હોય તેવા ત્રણ ગ્રહો શોધાયા

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સરકારે જાહેરાત કરી છતાં ખેડૂતોને ૧ ટકાની લોન મળતી નથી

- આનંદીબહેન સરકારની ભ્રામકતાની પરાકાષ્ટા

- લોન લેવા જતા ભૂમિપુત્રોને રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો એવો જવાબ આપે છે કે સરકારે અમને ફંડ મોકલ્યું જ નથી

અમદાવાદ, બુધવાર
ગુજરાત સરકાર દ્વારા થોડા મહિનાઓ પહેલા ખુબ જ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે ખેડૂતોને વ્યાજનું બહુ ભારણ ન પડે તે માટે એક ટકાના દરથી બેંકોમાંથી ધિરાણ અપાશે. પરંતુ ભાજપની આનંદીબહેન પટેલ સરકારની ભ્રામકતાની પરાકાષ્ટા હોય તેમ હજુ સુધી ખેડૂતોને ૧ ટકાનાં દરની લોનનો લાભ મળ્યો નથી.

ભૂમિપુત્રો બેંકમાં ૧ ટકાની લોન અંગે પૂછપરછ કરે ત્યારે મેનેજરો એવો જવાબ આપે છે કે સરકારે અમને કોઈ સૂચના આપી નથી કે ફંડ મોકલાવ્યું નથી.
SPG દ્વારા પાટીદારોનાં આંદોલનમાં સમાધાન કરવાના ભાગરૃપે લગભગ ૨૯ માગણીઓ કરાઈ હતી. જેમાં ખેડૂતોને ૧ ટકાના દરે પાક ધિરાણ આપવાની વાત મુખ્ય હતી. જોકે સરકારે આ માગણીને સ્વીકારી લીધાની સત્તાવાર જાહેરાતો પણકરી છે. તેમજ પ્રસિધ્ધિ મેળવવા માટે પ્રચાર માધ્યમોમાં જોરશોરથી તેની જાહેરાતો પણ આપી દીધી હતી.

માત્ર એક ટકાના દરે લોન મળવાની હોઈ હજારો ખેડૂતો જુદ જુદી રાષ્ટ્રીયકૃત બેંકમાં ગયા હતા. પરંતુ કોઇને પણ એક ટકાના દરથી લોન અપાઇ નથી. મોટાભાગનાં બેંક મેનેજરોએ ખેડૂતોને એવો જવાબ આપ્યો છે કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગેની કોઈ જ સત્તાવાર જાણકારી આપી નથી. જો સરકારમાંથી ફંડ આવશે તો અમે ૧ ટકાના દરની લોન આપીશું.

સરકારની સત્તાવાર જાહેરાત હોવા છતાં બેંકો શા માટે ૧ ટકાના દરથી ધિરાણો નથી આપતી ? એવા પ્રશ્નનાં જવાબમાં રાષ્ટ્રીય કૃત બેંકના એક મેનેજરે જણાવ્યું કે, હાલમાં ત્રણ લાખ સુધીનું ધિરાણ અમે ૭ ટકાના દરથી ખેડૂતોને આપીએ છીએ. ૩ લાખથી વધુની રકમ પર ૯.૭૦ ટકા લેખે વ્યાજ લાગે છે. ખેડૂતે લીધેલી લોન એક વર્ષમાં ભરી દેવી પડે છે. અગાઉની યોજના મુજબ ખેડૂતોએ ભરેલા વ્યાજમાંથી બે તબક્કામાં પાંચ ટકા વ્યાજની રકમ માર્ચ, જૂન, સપ્ટેમ્બર કે ડિસેમ્બરમાં પરત આપી દેવામાં આવે છે.
પરંતુ સરકારે તાજેતરમાં ૧ ટકા લેખે લોન આપવાની જે જાહેરાત કરી છે તેનું ફંડ આવ્યા બાદ અમે ખેડૂતોને ૧ ટકાના દરથી ધિરાણ આપી શકીશું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/anandi-patel-a-farmer-loans-by-the-government-of-gujarat

પૃથ્વીની માફક જીવન શકય હોય તેવા ત્રણ ગ્રહો શોધાયા

ટેલિસ્કોપની મદદથી ધૂંધળી ચમક ધરાવતા આ તારાઓને ટ્રેક કર્યા

આ ત્રણેય ગ્રહોનું અંતર પૃથ્વીથી ૩૯ પ્રકાશવર્ષ જેટલું છે

પરગ્રહો પર જીવસૃષ્ટીની શકયતા તપાસવા માટે અવકાશ વિજ્ઞાનીઓ વર્ષોથી પ્રયાસ કરી રહયા છે ત્યારે વૈજ્ઞાનિકોની આંતર રાષ્ટ્રીય ટીમે એવા ત્રણ ગ્રહ શોધી કાઢયા છે જેના પર પૃથ્વીની જેમ જીવન શકય છે.આજ સુધી માત્ર મંગળ ગ્રહ પર  જ જીવન શકય હોવાનું માનવામાં આવતું પરંતુ હવે તેમાં નવા ત્રણ ગ્રહોનો ઉમેરો થયો છે.આ ત્રણેય ગ્રહોનું અંતર પૃથ્વીથી ૩૯ પ્રકાશવર્ષ જેટલું છે.

સાયન્સ જર્નલ નેચરમાં પ્રકાશિત અહેવાલ મુજબ આકાર અને તાપમાનની દ્રષ્ટીએ આ ગ્રહોની તુલના પૃથ્વી અને શુક્ર સાથે થઇ શકે છે.શોધ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનું માનવું છે પૃથ્વી ઉપરાંત પણ જીવનું અસ્તિત્વ શકય હોવાના પહેલીવાર રાસાયણીક પુરાવાઓ હાથ લાગ્યા છે.આ ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક છે હોવાથી તેના પર જીવન નકારી શકાય તેમ નથી. વધુ સંશોધનો માટે વર્તમાન આધુનિક ટેકનોલોજિનો ઉપયોગ કરી આ ગ્રહોના વાતાવરણ અંગે જાણકારી મેળવવી જરુરી છે.આ શોધમાં જોડાયેલા અવકાશ વિજ્ઞાાની માઇકલ ગિલોન અને તેમની ટીમે ચિલીમાં ગોઠવવામાં આવેલા ૬૦ સેન્ટીમીટરના ટ્રેપિસ્ટ નામના ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો.આની મદદથી  ધૂંધળી ચમક ધરાવતા નાના ૧૨ તારાઓને ટ્રેક કર્યા હતા.જેને ખગોળ વિજ્ઞાાનની ભાષામાં ડવૉફ સ્ટાર્સ કહેવામાં આવે છે.
આ ડવૉફ સ્ટાર્સમાંથી ત્રણ નાના તારાઓ એવા તારવામાં આવ્યા જેના પર જીવન હોવાનું અનુમાન બાંધવામાં આવી રહયું છે.આકાર અને તાપમાન ઉપરાંત આ ગ્રહોની તરલ પાણીની સ્થિતિ પૃથ્વીને મળતી આવતી હોવાનું પણ માનવામાં આવે છે.આમ જીવસૃષ્ટી ધરાવતી પૃથ્વીને પણ પોતાના જેવા પાડોશી ગ્રહો મળે તેવી સંભવના હોવાનું સંશોધન થતા ખગોળ વિજ્ઞાાનમાં હલચલ પેદા થઇ છે.
  
Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/new-satelite-found-like-a-earth

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 29 June 2016

સાતમા પગાર પંચની મંજૂરીની શક્યતા - ૨૦૩૦ સુધીમાં પાંચ વર્ષથી નાના ૬.૯ કરોડ બાળકોનાં મોત થશે : UN

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સાતમા પગાર પંચને આજે કેબિનેટની મંજૂરીની શક્યતા

- કેન્દ્રના ૫૦ લાખ કર્મચારીઓ અને ૫૮ લાખ પેન્શનરોને લાભ થશે

કેન્દ્રીય કર્મચારીઓના બેઝિક પગારમાં ૧૪.૨૭ ટકા વધારો કરવા પંચની ભલામણ  સરકારી તિજોરી પર ૧.૦૨ લાખ કરોડ રૃપિયાનો વધારાનો બોજ પડશે
બેઝિકમાં ૧૪.૨૭ ટકાના વધારા સાથે ભથ્થાં જોડાયા બાદ કુલ પગારમાં ૨૩.૫૫ ટકાનો વધારો થશે

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૮
કેન્દ્રીય મંત્રીમંડળની આવતીકાલની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર-ભથ્થાઓ અને પેન્શનમાં સંશોધન કરવાની સાતમા પગારપંચની ભલામણોને મંજૂરી અપાય તેવી શકયતા છે. પગાર પંચે મૂળ પગાર(બેઝિક)માં ૧૪.૨૭ ટકા વધારો કરવાની ભલામણ કરી છે. જો ભલામણોને મંજૂરી આપવામાં આવશે તો કેન્દ્રના ૫૦ લાખ કર્મચારીઓ અને ૫૮ લાખ પેન્શનરોને લાભ થશે. જો આ ભલામણોનો સ્વીકાર કરાશે તો સરકારની તિજોરી પર ૧.૦૨ લાખ કરોડ રૃપિયાનો વધારોનો બોજ પડશે. જે જીડીપીના ૦.૭ ટકા છે. લઘુત્તમ પગાર ૭૦૦૦થી વધારી ૧૮,૦૦૦ જ્યારે મહત્તમ પગાર ૯૦,૦૦૦થી વધારી ૨.૫ લાખ કરવાની ભલામણ કરવામાં આવી છે.
સાત પગાર પંચે ગયા નવેમ્બરમાં પોતાની ભલામણો સરકારને સુપ્રત કરી દીધી હતી. જેમાં બેઝિક પગારમાં ૧૪.૨૭ ટકા સુધીનો વધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણ કરાયેલો વધારો છેલ્લા ૭૦ વર્ષમાં પગાર પંચની ભલામણોમાં સૌથી ઓછો છે.
પગાર પંચની બેઝિકમાં ૧૪.૨૭ ટકાના વધારા સાથે પ્રસ્તાવિત ભથ્થાઓને પણ જોડવામાં આવે તો કુલ પગારમાં ૨૩.૫૫ ટકાનો વધારો થશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે નાણાકીય અછતને ધ્યાનમાં રાખીને સરકાર બેઝિક પગારમાં ૧૮ ટકા અથવા વધુમાં વધુ ૨૦ ટકાનો વધારો કરી શકે છે.
સાતમુ પગાર પંચ આ વર્ષની જાન્યુઆરીથી અમલમાં આવશે. જાન્યુઆરીથી જૂન સુધીના એરિયર્સની ચૂકવણી એક સાથે કરવી કે હપ્તામાં કરવી તેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે.  કેબિનેટ સચિવ પી કે સિંહાની અધ્યક્ષતાવાળી સચિવોની સમિતિએ સાતમા પગાર પંચની ભલામણોની સમીક્ષા કર્યા પછી પોતાનો અહેવાલ સરકારને સોંપી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિએ પગાર પંચની ભલામણોને સમર્થન આપ્યું છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-cabinet-approval-is-expected-today

વિશ્વમાં ૨૦૩૦ સુધીમાં પાંચ વર્ષથી નાના ૬.૯ કરોડ બાળકોનાં મોત થશે : UN

- અધૂરા માસે જન્મ અમે ન્યૂમોનિયાથી સૌથી વધુ બાળકો મૃત્યુ પામશે

- ૬.૯ કરોડ પૈકી અડધા બાળકો ભારત, નાઇજિરિયા, પાક., કોંગો અને અંગોલાના હશે

(પીટીઆઇ)    સંયુક્ત રાષ્ટ્ર, તા. ૨૮
૨૦૩૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૬.૯ કરોડ બાળકોનાં મોત થશે જે પૈકી અડઘા બાળકોનાં મોત ફક્ત પાંચ દેશો ભારત, નાઇજિરિયા, પાકિસ્તાન, કોંગો અને અંગોલામાં થશે તેમ સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
યુનિસેફના વાર્ષિક ફલેગશીપ રિપોર્ટ 'ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ્સ ચિલ્ડ્રન'માં ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર, દાનવીરો, ઉદ્યોગપતિઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો જો પાંચ વર્ષથી ઓછી ઉંમરના ગરીબ બાળકો પ્રત્યે ધ્યાન નહીં આપે તો આ પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે.
યુનિસેફના એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટર એન્થની લેકે જણાવ્યું હતું કે વિશ્વના ગરીબ બાળકો પાછળ રોકાણ કરો નહીંતર આપણા વિશ્વને વધુ અસમાન અને વિભાજિત બનાવવા તૈયાર રહો.
જોે આ જ દરે પાંચથી નીચેની ઉંમરના બાળકોના મોત થતા રહેશે તો વર્ષ ૨૦૩૦માં એક જ વર્ષમાં ૩૬ લાખ બાળકોના મોત થશે. અહેવાલ મુજબ ૨૦૧૬ થી ૨૦૩૦ સુધીમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના કુલ ૬.૯ કરોડ બાળકોના મોત થશે. ૬.૯  કરોડ પૈકી ૧૭ ટકા બાળકો ભારતના, ૧૫ ટકા બાળકો નાઇજિરિયાના, ૮ ટકા બાળકો પાકિસ્તાનના, ૭ ટકા બાળકો કોંગો અને ૫ ટકા બાળકો અંગોલાના હશે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર બાળકોના મોતનું પ્રથમ કારણ પ્રિમેચ્યોર જન્મના કારણે થતી સમસ્યાઓ છે જ્યારે બીજુ કારણ ન્યૂમોનિયા હોય છે.

મૃત્યુ પામનારા ૬.૯ કરોડ બાળકો પૈકી ક્યા દેશના કેટલા બાળકો
દેશ
ટકા
ભારત
૧૭
નાઇજિરિયા
૧૫
પાકિસ્તાન

કોંગો

અંગોલા

 
  
Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-6-9-million-children-died-un

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 28 June 2016

ગુજરાતમાં પાટીદારોને આર્થિક ધોરણે અનામતની ભાજપની જાહેરાત ફરેબ! - કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ૧૫થી ૨૦ ટકા વધી શકે છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતમાં પાટીદારોને આર્થિક ધોરણે અનામતની ભાજપની જાહેરાત ફરેબ!

- ૧૯૯૪માં આર્થિક અનામતને રદ કરાવનારા અમિત શાહે રૃપ બદલ્યું !

અમિત શાહના ભાણિયાના મેડિકલ એડમિશન અંગે મેરિટ માટે રિટ થઇ હતી જે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી
અમદાવાદ,સોમવાર
પાટીદાર અનામત આંદોલનના પગલે ગુજરાત સરકારે ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત કરીને સમાજના એક વર્ગને મનાવવા માટે વટહુકમ બહાર પાડયો છે અને ભાજપના નેતા અમિત શાહ જેની હિમાયત કરી રહ્યા છે ત્યારે ૧૯૯૪માં આર્થિક પછાતપણાના આધારે મેડિકલ સહિતની ઉચ્ચ શૈક્ષણિક વિદ્યાશાખામાં પ્રવેશ માટે બે ટકા બેઠકો અનામત રાખવાના સરકારના નિર્ણયને અમિત શાહના ભાણીયા સહિત અન્યએ મેરિટના આધારે જ પ્રવેશ મળવો જોઇએ તે મુદ્દે રિટ કરી હતી. હાઇકોર્ટે આ આર્થિક અનામતને રદ્દ બાતલ ઠરાવી હતી અને હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટે પણ માન્ય રાખ્યો હતો.
૧૯૯૪ માં સરકારે જાહેર કરેલી ૨ ટકા આર્થિક અનામતની નીતિના આધારે મેડિકલ બ્રાન્ચમાં બેઠક અનામત રાખવા માટે અમિત શાહના બહેન બિન્દુબેન ડૉક્ટરે તેમના સગીર પુત્ર તેજસ માટે રિટ કરી હતી. તેમાં બીજા પક્ષકારો પણ પાછળથી જોડાયા હતા. આ રિટમાં સિંગલ જજે મેરિટ પરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે વધારાની બીજી ૩૦ સિટોની જોગવાઇ કરવાનો ચુકાદો આપી આર્થિક અનામત લાભ લનારા વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ થઇ ગયો તે ચાલુ રાખવાનો ચુકાદો આપ્યો હતો. જેની સામે સરકારે લેટર્સ પેટેન્ટ અપીલ કરવામાં આવી હતી. અપીલ થઇ હતી અને ચીફ જસ્ટિસ બી.એન.કિરપાલ અને જસ્ટિસ એ.એન.દિવેચાની ડિવિઝન બેન્ચે સિંગલ જજનો ચુકાદો રદ્દ કર્યો હતો અને આર્થિક અનામતની જોગવાઇ કરતા નિર્ણયને ગેરબંધારણીય અને ગેરકાયદે ઠરાવ્યો હતો.
ડિવિઝન બેન્ચે એવું પણ ઠરાવ્યું હતુ ક સરકારે ૨ ટકા આર્થિક ધોરણે આપેલી અનામત સુપ્રીમકોર્ટની બંધારણીય બેન્ચે આપેલા ચુકાદા મુજબ ગ્રાહ્ય રાખી શકાય નહી. તેથી આ ૨ ટકા આર્થિક અનામતની જોગવાઇ રદ્દ કરવામાં આવે છે. આથી જે ૧૪ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તે પ્રવેશ મેળવવા હકદાર નથી. તેઓનો પ્રવેશ રદ્દ કરવામાં આવે છે. આ ચુકાદા સામે તત્કાલિન રાજ્ય સરકાર સુપ્રીમકોર્ટમાં ગઇ હતી પરંતુ સુપ્રીમકોર્ટે હાઇકોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો. બંધારણ સિવાયની કોઇ અનામત આપી શકાય નહીં. બંધારણમાં ત્રણ જ પ્રકારની અનાતમની જોગવાઇ છે. ૧. અનુસૂચિત જાતિ, ૨. અનુસૂચિત જનજાતિ  અને ૩. સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે પછાત. એવો મત સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કર્યો હતો. આ સાથે અમિત શાહના ભાણીયા સહિત અન્ય ઉમેદવારોને મેડિકલમાં મેરિટના ધોરણે પ્રવેશ મેળવવામાં સફળતા મળી હતી.
તાજેતરમાં પાટીદારોને સમાધાનના ભાગરૃપ અમિત શાહે અમદાવાદ આવી એકાએક પાટીદારોને આર્થિક ધોરણે અનામત મળશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતી વખતે અમિત શાહને પોતાના ભાણીયાને આર્થિક ધોરણે અનામતના કારણે ૧૯૯૪ માં થયેલા અન્યાયના કારણે હાઇકોર્ટે તેમની તરફેણમાં આપેલો ચુકાદો અમિત શાહ કેવી રીતે ભૂલી ગયા તે ભાજપમાં ચર્ચાનો વિષય હતો. પરંતુ પ્રસિધ્ધિ મેળવવા આવી જાહેરાત કરી હતી.
પાટીદારોના અનામત આંદોલનને દબાવવા માટે હાલની ભાજપ સરકારે ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રિય નેતા અમિત શાહે તને સમર્થન આપ્યું છે અને જાહેરાતને આવકારી છે. બીજી તરફ રાજ્ય સરકારના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છ અને તેનું પરિણામ શું આવશે તે જોવાનું રહ્યું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-patidar-anamat

કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ૧૫થી ૨૦ ટકા વધી શકે છે

- સાતમા પગાર પંચની ભલામણોને જુલાઇથી લાગુ કરાય તો

- ૨૯મીની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાય તેવી શક્યતા

૯૮ લાખ કર્મચારીને ફાયદો થશે
નવી દિલ્હી, તા. ૨૭
કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં ૧૫થી ૨૦ ટકા સુધીનો વધારો થઇ શકે છે. અહેવાલોમાં દાવો કરાયો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા મંત્રાલય પાસેથી પગાર પંચની રિપોર્ટ માગી છે. શક્યતાઓ છે કે મળનારી કેબિનેટની બેઠકમાં આ મામલે કોઇ નિર્ણય ટૂંકમાં લેવામાં આવી શકે છે.
સુત્રોએ જણાવ્યું હતું કે ૨૯મી જૂને આ બેઠક મળનારી છે. જે દરમિયાન પગાર પંચની રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી શકે છે. બાદમાં મોદી સરકાર કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો કરવાની પગાર પંચની ભલામણોને મંજુરી આપી દે તેવી શક્યતાઓ છે.
જો આ ભલામણને મંજૂરી આપી દેવામાં આવે તો કેન્દ્રના ૯૮.૪ લાખથી વધુ કેન્દ્રિય કર્મચારીને ફાયદો થશે, જેમાં પેંશન લેનેરા બાવન ટકાનો સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે કેબિનેટ સચિવ પી.કે.સિંહાની અધ્યક્ષતામાં સાતમાં પગાર પંચની ભલામણો પર વિમર્શ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી.
એવા અહેવાલો છે કે જૂલાઇમાં આ રિપોર્ટને લાગુ કરી દેવામાં આવી શકે છે. અને જાન્યુઆરી, ૨૦૧૬થી કર્મચારીઓને એરિયર આપવામાં આવશે. છઠ્ઠુ પગાર પંચ ૧ જાન્યુઆરી, ૨૦૦૬થી લાગુ થયું હતું અને એવું મનાઇ રહ્યું છે કે સાતમા પગાર પંચની ભલામણો ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી લાગુ કરાશે અને કર્મચારીઓને એરિયર અપાશે.

પેંશન ચૂકવવામા મોડુ થયાની જાણકારી ઓનલાઇન મળી રહેશે
નવી દિલ્હી, તા. ૨૭
સરકાર દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જો પેંશન ચૂકવવામાં મોડુ કરવામા આવશે તો તેની જાણકારી ઓનલાઇન જ મળી જશે. દરેક કેન્દ્રિય મંત્રાલયોને ઓનલાઇન સિસ્ટમ સાથે જોડવામાં આવશે.
જેનાથી પેંશનમાં જો મોડુ થશે તો તેની જાણકારી મેળવી શકાશે. હાલ પેંશન ચૂકવણી મામલે ઓનલાઇન સિસ્ટમ ઉપલબ્દ જ છે અને તેની જાણકારી સરકાર સુધી પણ હવે પહેંચે તે માટે આ સિસ્ટમમાં પેંશન સેક્શનની સાથે મંત્રાલયોને પણ જોડવામાં આવશે. એટલે કે સરકારી કર્મચારીઓ ખાસ કરીને કેન્દ્રિય કર્મચારીઓના પેંશનની જાણકારી હવે સરકાર ઓનલાઇન જ રાખી શકશે. મોડા પેંશન ચૂકવવામાં આવે તો તેવા કેસમાં પગલા પણ ઝડપથી સરકાર લઇ શકે તે માટે આ વ્યવસ્થા કરાઇ હોવાના અહેવાલો છે.
Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-increase-from-15-to-20-percent


GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 24 June 2016

ચીનમાં વાવાઝોડા અને વરસાદથી ૭૮નાં મોત, ૫૦૦થી વધુ ઘાયલ - પૃથ્વીની સાથે રહીને સૂર્યની પ્રદક્ષિણા કરતો મીની 'ચંદ્ર' મળી આવ્યો!

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ચીનમાં વાવાઝોડા અને વરસાદથી ૭૮નાં મોત, ૫૦૦થી વધુ ઘાયલ

- ચીનમાં ૧૮ જૂનથી પડી રહેલા વરસાદને કારણે ભારે નુકસાન

- ૧.૪૬ અબજ ડોલરનું નુકસાન : ૪.૬ લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

૬૮૦૦ મકાનો ધરાશાયી : અનેક વિસ્તારોમાં અંધારપાટ અને ટેલિકોમ નેટવર્ક ઠપ
(પીટીઆઇ)    બેઇજિંગ, તા. ૨૩
પૂર્વ ચીનના જિઆંગસુ પ્રાંતમાં ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાને કારણે ૭૮ લોકોનાં મોત થયા છે અને ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે તેમ ચીનના સત્તાવાર અધિકારીઓએ જણાવ્યું હતું. વાવાઝોડાને કારણે ૬૮૦૦ મકાનો ધરાશયી થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાવાઝોડા અને વરસાદને કારણે કુલ ૧.૪૬ અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું છે. ૪.૬૦ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જિઆંગસુ પ્રાંતની સરકારના જણાવ્યા અનુસાર જિઆંગસુ શહેરમાં રાત્રે ૨.૩૦ કલાકે ધોધમાર વરસાદ, કરાનું તોફાન અને વાવાઝોડા ત્રાટકતા અનેક મકાનો નાશ પામ્યા હતાં. યાનચેંગના ઉપનગરો ફુનિંગ અને શેયાંગમાં ખરાબ હવામાનને કારણે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ફુનિંગમાં ૧૨૫ જ્યારે શેયાંગમાં ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. યાંગચેંગ શહેરના ઉચ્ચ અધિકારીઓ અસરગ્રસ્ત ગામોમાં બચાવ અને કાહત કામગીરીમાં વ્યસ્ત છે. અનેક વિસ્તારોમાં વરસાદને કારણે અંધારપાટ છવાઇ ગયો છે અને ટેલિકોમ નેટવર્ક બંધ થઇ ગયું છે. ઠેર ઠેર વૃક્ષો પડી જવાથી પણ ભારે નુકસાન થયું છે.
ચીનના નાગરિક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર ૧૮ જૂનથી અત્યાર સુધીમાં ઝેજિઆંગ, જિઆંગક્સી, હુબેઇ અને સિચુઆન સહિત દક્ષિણ ચીનના ૧૦ પ્રાંતોના ૪,૬૦,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. હજુ પણ ૩,૨૧,૦૦૦ લોકોને ઇમરજન્સી રાહતની જરૃર છે.
૬૮૦૦ મકાનો ધરાશયી થયા છે અને અનેક પાકો નાશ પામ્યા છે. ૧૮ જૂનથી પડી રહેલા વરસાદને કારણે કુલ ૧.૪૬ અબજ ડોલરનું નુકસાન થયું છે. ચીનની અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ડ્રોન અને ઉંચી ગુણવત્તાવાળા સેટેલાઇટ દ્રશ્યોની મદદથી પૂરની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-78-killed-in-storms-and-rain-in-china

પૃથ્વીની સાથે રહીને સૂર્યની પ્રદક્ષિણા કરતો મીની 'ચંદ્ર' મળી આવ્યો!

- બાળકોને વધુ એક નાના ચાંદામામા મળ્યા!

- લઘુગ્રહનું કદ માત્ર ૩૦૦ ફૂટ જેટલું હોવાથી તેના દેખાવાની શક્યતા નથી

ન્યુયોર્ક, તા.૨૩
પૃથ્વીને હવે એક જ ચંદ્ર છે, એવુ કહી શકાશે નહીં. વિજ્ઞાાનીનો ધ્યાનમાં બીજો એક અત્યંત નાના કદનો અવકાશી પદાર્થ આવ્યો છે, જે સદીઓથી પૃથ્વીની સાથે સાથે રહીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે. એટલે કે એ ચંદ્રની માફક પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય એવો કુદરતી ઉપગ્રહ નથી. પરંતુ માતા સાથે નાનું બાળક આંગળી પકડીને ચાલે એમ પૃથ્વીની લગોલગ સુર્યની પ્રદક્ષિણા કરતાં આ અવકાશી પદાર્થને વિજ્ઞાાનીઓએ મીની ચંદ્ર એવી ઓળખ આપી છે. જોકે તેની ભ્રમણકક્ષા એ પ્રકારની છે, કે આપોઆપ તે પૃથ્વી ફરતે ચક્કર લગાવી દે છે, પરંતુ એવુ નિયમિત રીતે બનતું નથી.
હવાઈ ખાતે આવેલી વેધશાળામાં આ એસ્ટ્રોઈડ એટલે કે લધુગ્રહ એપ્રિલ ૨૦૧૬માં નજરે ચડયો હતો. હાલ તેને કામચલાઉ ધોરણે લધુગ્રહ-'૨૦૧૬-એચઓ-૩' નામ આપી દેવાયું છે. એ હકીકતે લધુગ્રહ એટલે કે પથ્થરનો વિશાળ ગોળો છે. તેનું કદ વિજ્ઞાાનીઓએ ૧૨૦ ફીટથી ૩૦૦ ફીટ વચ્ચે અંદાજ્યું છે. એટલે કે પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર કરતાં તો એ ક્યાંય નાનો છે. માટે એ લધુગ્રહ ક્યારેય ચંદ્રની માફક દેખાય એવુ શક્ય નથી. અત્યંત પાવરફૂલ ટેલિસ્કોપ હોય અને તેની કક્ષાનો માર્ગ ખબર હોય તો જ એ જોઈ શકાય.
નાસાના સંશોધકોએ આ લધુગ્રહને મીની ચંદ્ર તરીકેની ઓળખ આપી હોવાથી હવે બાળકોને બીજા એક નાના ચાંદામામ મળ્યાં એમ કહી શકાય. વૈજ્ઞાાનિક ભાષામાં આ લધુગ્રહનું નામ ક્વાસી સેટેલાઈટ છે. કોઈ ગ્રહ પૃથ્વી સાથે કે અન્ય કોઈ ગ્રહ સાથે જ પ્રદક્ષિણા કરતો હોય તો તેને ક્વાસી સેટેલાઈટ કહેવાય છે.  સૂર્યને ફરતે પૃથ્વી જેમ જ ચક્કર મારતો આ લધુગ્રહ ક્યારેક પૃથ્વીની આગળ તો ક્યારેક પાછળ ફરે છે. એટલે તેની ભ્રમણકક્ષઆ પણ પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપતી પસાર થાય છે. અવકાશ સંશોધનના ઈતિહાસમાં આ શોધ મહત્ત્વની છે. પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર કરતાં આ લધુગ્રહ ૩૮ ગણો દૂર છે અને અત્યંત નાના કદનો છે, એટલે તેનાથી પૃથ્વીને કોઈ ખતરો નથી.
Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-he-was-found-to-revolve-around-the-sun


GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 23 June 2016

ગુજરાતમાં સીંગતેલના ભાવ વધારા માટે સરકારની અણઆવડત જવાબદાર - મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ હવે સસ્તી શાકભાજી વેચશે - જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સાથે ચોમાસાના શ્રીગણેશ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતમાં સીંગતેલના ભાવ વધારા માટે સરકારની અણઆવડત જવાબદાર

- ૨૦,૦૦૦ ટન સીંગતેલ ચીનમાં નિકાસ થઇ ગયું ને સરકાર ઉંઘતી રહી

- મગફળીનો બફર સ્ટોક કરવાનું પણ સરકારને ના સૂઝ્યું

ગાંધીનગર, બુધવાર
રાજ્યમાં સિંગતેલમાં થયેલા વધારા માટે સરકાર જ જવાબદાર હોવાનો સૌરાષ્ટ્ર ઓઇલ મિલર એસોસિએશને સીધો આક્ષેપ કર્યો છે. ભાવ વધારાનું ઠીકરું રાજ્ય સરકારની અણઆવડત પર ફોડીને ઓઇલ મિલર્સે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા મગફળીનો બફર સ્ટોક ના કરાતા સિંગતેલના ઉત્પાદન માટે પુરવઠો ઉપલબ્ધ ન હોવાથી સિંગતેલના ભાવોમાં વધારો થયો છે.

 સામાન્ય રીતે આઠ લાખ ટન તેલિબિયાનો બફર સ્ટોક રાખવો પડતો હોય છે તે રાખવાની સરકારે દરકાર લીધી નથી. આ ઉપરાંત ૨૦ હજાર ટન સિંગતેલની નિકાસ થઇ ગઇ ત્યાં સુધી સરકાર ઊંઘતી રહી અને ભાવોમાં ભડકો થયો છે. જોકે અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે યોજાયેલી બેઠકમાં સોમાએ આગામી ત્રણ મહિના સુધી ભાવોમાં વધારો ન કરવા સંમતિ દર્શાવી છે.

રાજ્યમાં સિંગતેલના ભાવોમાં અસહ્ય વધારો થઇ રહ્યો છે, જેના કારણે સરકાર પર પસ્તાળ પડતા આજે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ઓઇલ મિલર એસોસિએશન સાથે ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી.. જેમાં સોમાના સેક્રેટરી સુરેશ કનેરીયાએ રજુઆત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે મગફળીનો બફર સ્ટોક કરવામાં આવતો હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે મગફળીનો બફર સ્ટોક કરાયો નથી. જેને લીધે ઓઇલ મિલરો પાસે સિંગતેલના ઉત્પાદન માટે પુરવઠો નથી. તેમણે હાલમાં રાજ્યમાં સિંગતેલમાં થયેલા ભાવ વધારા માટે સરકારને જ જવાબદાર ગણાવી છે. ચીનમાં રાજ્યમાંથી ૨૦ હજાર ટન તેલની નિકાસ કરાઇ છે.. તેમજ કપાસ અને મગફળીના ઉત્પાદનમાં થયેલ ઘટાડો પણ જવાબદાર છે. બેઠકમાં ઓઇલ મિલર્સે પણ રોકડું પરખાવ્યું હતું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપીને બફર સ્ટોક કરવાની જરૃર હતી તેમાં સરકાર પોતાની ફરજ ચુકી છે.

સૌરાષ્ટ્ર ઓઇલ મિલર એસોસિએશનના સેક્રેટરી સુરેશ કનેરિયાએ જણાવ્યું કે, આઠથી દસ ટકા જ લોકો સિંગતેલ ખાય છે અને જેને ખાવું હશે તે ૩૦૦૦ના ભાવે પણ ખાશે અને જે નથી ખાતા તે ૧૫૦૦ના ભાવે પણ નહીં ખાય. સિંગતેલનો ભાવવધારાના મુદ્દે વિરોધપક્ષની ખોટી કાગારોળ છે. બાકી પ્રજાને ભાવવધારાની કાંઇ પડી જ નથી. સિંગતેલના ભાવ વધારાનો વિરોધ રાજકીય છે.

સોમાના સેક્રેટરી સુરેશ કનેરીયા બિન્દાસ્તપણે કહી રહ્યા છે કે રાજ્યમાં ૯થી ૧૦ ટકા લોકો જ સિંગતેલ ખાય છે. રાજ્યમાં સિંગતેલમાં થઇ રહેલા ભાવ વધારા સામે રાજ્યમાં કોઇનો કોઇ વિરોધ નથી. રાજ્યમાં સિંગતેલમાં થઇ રહેલા ભાવ વધારાનો રાજકીય વિરોધ થઇ રહ્યો છે જેને સિંગતેલ ખાવું હશે તે ૩૦૦૦ રૃપિયે ડબ્બાનો ભાવ થશે તો પણ ખાશે અને નહીં ખાવું હોય તે સિંગતેલનો ડબ્બાનો ભાવ ૧૫૦૦ રૃપિયા થશે તો પણ નહીં ખાય.. આ તો વિરોધ પક્ષના ઈશારે સિંગતેલના ભાવોનો વિરોધ થઇ રહ્યો છે..

જ્યારે સોમાના પૂર્વ પ્રમુખ ઉકાભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે થયેલ વાતચીત બાદ ત્રણ મહિના સુધી હાલમાં સિંગતેલના ભાવોમાં વધારો નહીં કરાય ! રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ઓઇલ મિલરો ભાવ વધારાને કાબુમાં રાખવા માટે સંમત થયા છે. અને સરકારની ભૂલનો આડકતરો સ્વીકાર કરતાં તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં ભાવ વધારો ના થાય તે માટે બફર સ્ટોક રાખવામાં આવશે ! ત્યારે જોવાનું રહ્યું કે હવે સરકાર ભૂતકાળમાંથી બોધપાઠ લેશે કે પછી સરકારની નીતિને કારણે તેલના ભાવોમાં થયેલ વધારાથી આખરે નિર્દોષ પ્રજાને સહન કરવું પડશે !

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-groundnut-oil-price-increase

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ હવે સસ્તી શાકભાજી વેચશે

ગાંધીનગર,બુધવાર
શાકભાજી,દુધ, પેટ્રોલ-ડિઝલ સહિત જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓમાં થયેલા ભાવવધારા સામે કોંગસે ભાજપને ભીંસમાં લેવાનું ટાઇમ-ટેબલ બનાવ્યું છે. જેમાં સેક્ટર-૨૧ શાકમાર્કીટમાં ગુરુવારે દેખાવો અને વિરોધ કરીને ત્યાર બાદના અઠવાડિયામાં સસ્તાભાવે રહિશોને શાકભાજી વેચવાનો કાર્યક્રમ પણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારી શાસનના લીધે બેફામ વધી રહેલી મોંઘવારીનો વિરોધ કરવામાં આવશે. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભીએ જણાવ્યું હતું કે મોંઘવારી અને પ્રજાના પ્રશ્નને લઈને કોંગ્રેસ દ્વારા સતત એક સપ્તાહ સુધી કાર્યક્રમો આપવામાં આવનાર છે જેના ભાગરૃપે આવતીકાલે તા.ર૩ જુનના રોજ સાંજે પ કલાકે સે-ર૧ શાકમાર્કેટ ખાતે ધરણાં અને દેખાવ કરવામાં આવશે. ત્યારબાદ આગામી અઠવાડીયામાં ગાંધીનગર શહેર અને જિલ્લાના રહીશોને સસ્તાભાવે શાકભાજી મળી રહે તે માટે કોંગ્રેસ લારીઓમાં શાકભાજી પણ વેચશે.

જ્યારે તા.ર૪ જુનના રોજ સવારે ૧૧ કલાકે શિક્ષણના વ્યાપારીકરણ સામે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જઈને એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ દ્વારા અપાયેલી ગાઈડલાઈન પ્રમાણે તમામ જિલ્લામાં વિરોધ અને દેખાવ પ્રદર્શન કરાશે.
Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar-gujarat-congress-vegetables

જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સાથે ચોમાસાના શ્રીગણેશ

- વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં ગરમીમાંથી રાહત અનુભવાઇ

- માણસા તાલુકામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગર,બુધવાર
સમગ્ર રાજ્યમાં બદલાયેલ વાતાવરણના પગલે ચોમાસાની સીઝનનો વિધિવત પ્રારંભ થયો હોય તેમ મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે રાજ્યના પાટનગરમાં પણ મંગળવારે મોડી રાત્રીએ વરસાદ પડયો હતો. તો બીજી તરફ જિલ્લાના માણસા, કલોલ અને દહેગામમાં પણ આ વરસાદી માહોલની અસર જોવા મળી છે. માણસામાં ચોમાસાના પ્રારંભે જ ૧.૨૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે કલોલ અને દહેગામમાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ પડતાં વાતાવરણ પણ ખુશનુમા બન્યું છે તો ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે. ત્યારે ગાંધીનગરમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડયો છે તો અમુક વિસ્તારો વરસાદી માહોલમાં પણ કોરા રહ્યા છે.

આ વર્ષે ઉનાળાની ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં હોય તેમ ગરમીએ પણ તમામ રેકોર્ડો તોડીને આકાશમાંથી અગન વર્ષા વરસાવી હતી. ત્યારે લોકો પણ વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા હતા. આમ તો દર વર્ષે નિયત સમયે ૧૫ જુનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થતો હોય છે પરંતુ જે પ્રકારે વાતાવરણમાં ફેરબદલ નોંધાતો રહે છે તેમ સીઝનો પણ બદલાતી રહે છે. આમ છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ સર્જાતું હતું.

પરંતુ વરસાદ પણ આ વાદળછાયા વાતાવરણમાં હાથતાળી આપીને ગાયબ થઇ જતો હતો પરંતુ છેલ્લા બે દિવસથી અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને નૈઋત્યના વરસાદી વાદળો આવીને ચઢતાં દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે તેની અસરના પગલે રાજ્યના પાટનગરમાં પણ મંગળવાર મોડી રાતથી ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો હોય તેમ વરસાદ ખાબક્યો હતો. આમ તો સમગ્ર શહેરમાં વરસાદી માહોલ બુધવારે અનુભવવા મળ્યો હતો પરંતુ વરસાદ પણ સંતાકુકડી રમતો હોય તેમ શહેરના ઘણા વિસ્તારોમાં ખાબક્યો હતો તો અમુક વિસ્તારો આ વરસાદથી કોરા ધાકોર રહ્યાં હતાં. તો બીજી તરફ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આ વરસાદની અસર જોવા મળી હતી.

દહેગામ, કલોલ અને માણસા સહિત ગાંધીનગરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની મોસમનો પ્રારંભ એકેંદરે સારો રહ્યો હોય તેમ વરસાદ પણ વરસ્યો હતો. જિલ્લાના માણસા તાલુકામાં સવા ઇંચ વરસાદ પડયો છે તો કલોલ અને દહેગામમાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે તો કલોલ, માણસા અને દહેગામના નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઇ જતાં જ લોકો પરેશાન થઇ ગયા હતા. આમ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં પણ પલટો આવ્યો હોય તેમ કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી હોય તેમ ઠંડક અનુભવવા મળી છે તો નિયત સમયે જ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે.

વરસાદી માહોલ વચ્ચે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાતાં બુધવારે મહત્તમ ૩૯ ડિગ્રીએ તેમજ લઘુત્તમ ૨૯ ડિગ્રીએ આવીને અટક્યું હતું પરંતુ ભેજના પ્રમાણમાં ઘટાડો થવાના લીધે હજુ પણ ઉકળાટ અને બફારો અનુભવવા મળી રહ્યો છે તો આગામી બે - ત્રણ દિવસમાં વરસાદ પડવાની સંભાવના પણ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar-gujarat-rain

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 21 June 2016

આગામી ૪૮ કલાકમાં નૈઋત્યનું ચોમાસું દ. ગુજરાત સુધી પહોંચવાની આગાહી - તમારી જેમ જ તમારી એપ કામ નથી કરતી : નરેન્દ્ર મોદીને લોકોનો જવાબ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આગામી ૪૮ કલાકમાં નૈઋત્યનું ચોમાસું દ. ગુજરાત સુધી પહોંચવાની આગાહી

- જૂનમાં વરસાદની ઘટ ઓછી થઇ ૨૨ ટકા થઇ

- દેશના અડધાથી વધુ વિસ્તારમાં વરસાદના આગમનથી હાશકારો

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૦
દક્ષિણપશ્ચિમ ચોમાસાએ દુષ્કાળગ્રસ્ત મરાઠવાડા સહિતના દેશના અડધાથી વધુ વિસ્તારને આવરી લીધો છે અને જૂન મહિનામાં વરસાદની ઘટ ઓછી થઇને ૨૨ ટકા થઇ છે તેમ હવામાન વિભાગે આજે જણાવ્યું હતું. શનિવાર સુધીમાં આ ઘટ ૨૫ હતી જે ઓછી થઇને ૨૨ ટકા થઇ ગઇ છે.
પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલયા સચિવ એમ રાજિવને જણાવ્યું હતું કે ચોમાસાએ દેશના અડધાથી વધુ વિસ્તારોમાં દસ્તક દીધી છે. છેલ્લા બે ત્રણ દિવસથી દુષ્કાળગ્રસ્ત મરાઠવાડા અને વિર્દભમાં પણ વરસાદ પડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ચોમાસુ જૂનના છેલ્લા સપ્તાહમાં કે જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીમાં દિલ્હી પહોંચી જશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણપશ્ચિમ ચોમાસુ આગળ વધીને અરબી સમુદ્રના બાકીના ભાગોમાં, કોંકણ, મરાઠવાડા અને વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો, મધ્યપ્રદેશના પૂર્વ અને દક્ષિણપશ્ચિમ વિસ્તારો સુધી પહોંચી ગયું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણપશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વિસ્તારો, દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બાકીના વિસ્તારો, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના બાકીના વિસ્તારોમાં પ્રગતિ કરશે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્યથી વધારે વરસાદ પડવાની આગાહી કરી છે. જો કે આ વખતે કેરળમાં વરસાદનું આગમાન એક સપ્તાહ મોડુ થયું છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-the-southwest-monsoon-in-the-next-48-hours

તમારી જેમ જ તમારી એપ કામ નથી કરતી : નરેન્દ્ર મોદીને લોકોનો જવાબ

- નરેન્દ્ર મોદીએ લોકોને પોતાની એપ ડાઉનલોડ કરવાનું કહ્યું હતું

- આ એપ પરથી દાળ-ટમેટા ડાઉનલોડ કરી શકાશે?

એપનો ખર્ચ  કોણ આપશે? તમે કે કરદાતાઓ?: સોશિયલ મીડિયામાં લોકોના સવાલ
નવી દિલ્હી, તા.૨૦
નરેન્દ્ર મોદીએ લોકોને પોતાની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અપીલ કરી છે. તેની સામે લોકોએ નરેન્દ્ર મોદીને રમૂજપ્રેરક તો કેટલાક સણસણતા જવાબો આપ્યા હતાં. નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરી હતી કે જેમણે મારી એપ ડાઉનલોડ નથી કરી તેઓ વહેલી તકે કરી લે. તેમના લોકોએ વિવિધ જવાબો આપ્યા હતાં.
ધીરજ નામના એકાઉન્ટ પર લખાયુ હતું કે 'આ એપ કામ નથી કરતી, બિલકુ તમારી જેમ જ'. રોફ્લગાંધી નામના ટ્વીટર એકાઉન્ટે જવાબ આપ્યો હતો કે 'ખેડૂતો એ એપ ડાઉનલોડ કરી લીધી છે. એપ બરાબર ચાલે છે, પણ ખેડૂતો હેંગ થઈ ગયા છે'. કપિલ નામના એક યુઝર્સે લખ્યુ હતું કે 'કોઈ એપ ડાઉનલોડ કરે એ સાથે જ મોબાઈલ ફ્લાઈટ મોડ પર જતો રહે છે'. એમ કહીને તેણે નરેન્દ્ર મોદીની વારંવાર યોજાતી વિદેશયાત્રાઓ પર કટાક્ષ કર્યો હતો.
ઉડતા કાકા નામના એકાઉન્ટે લખ્યુ હતું કે 'એપનું નામ બદલીને ઉડતા પીએમ એમ કરી દેવું જોઈએ'. મોબાઈલ એપ ડાઉનલોડ કર્યા પછી બરાબર ચાલતી ન હોવાની ફરિયાદ પણ ઘણા લોકોએ કરી હતી. તો વળી પંકજ મિશ્રાએ પૂછ્યુ હતું કે 'આ એપ પરથી શું અમે દાળ-ટમેટા ડાઉનલોડ કરી શકીશું?' અવનીશ નામના વપરાશકારે લખ્યું છે કે 'ડાઉનલોડ નથી થતી, પીએમ રોમિંગ મોડ પર છે, એમ લખેલું આવે છે'. એક વ્યક્તિએ તો સવાલ પણ કર્યો છે કે 'એપનો ખર્ચો કોણ આપશે, તમે પોતે કે ટેક્સ પેયર્સ?'
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-your-app-does-not-work-like-you



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/