સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 25 November 2015

આજે દેવ દીવાળી, શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો આરંભ ઃ ગુરુ નાનકજીની જન્મતિથિ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આજે દેવ દીવાળી, શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો આરંભ ઃ ગુરુ નાનકજીની જન્મતિથિ

ડાકોર, દ્વારકા, શામળાજી, સોમનાથ, અંબાજીમાં વિશેષ પૂજન અર્ચન

જૈન સાધુ-સાધ્વીજીઓનો વિહાર શરૃ થશે

અમદાવાદ, મંગળવાર
હિન્દુ પરંપરા મુજબ દીવાળીથી માંડીને દેવ દીવાળી સુધીના પર્વની ઉજવણીનું આવતીકાલે સમાપન થશે. બીજી તરફ જૈન પરંપરા મુજબ ગિરિરાજ યાત્રા (શેત્રુંજયની યાત્રા)નો તથા જૈન સાધુ-સાધ્વીજીઓના વિહારનો પણ પ્રારંભ થશે તો પ્રથમ શીખ ગુરુ શ્રી નાનકદેવજીના જન્મ જયંતી પર્વની પણ સમગ્ર શીખ સમાજ પારંપરિક રીતે ઉજવણી કરશે.

આસોવદ બારશ - વાક (વાઘ) બારશથી લાભ પાંચમનું દીવાળી પર્વ, તે પછી કારતક સુદ અગિયાર- દેવઉઠી એકાદશી અને હિન્દુ પરંપરા મુજબ ચાતુર્માસનો અંત - તુલસી વિવાહનાં પ્રસંગો, અને હવે છેલ્લે કાર્તિકી પૂર્ણિમાએ દેવ દીવાળીનું પર્વ એમ લાંબી ઉજવણી થાય છે. બુધવારે પૂર્ણિમાએ તેનું સમાપન થશે. આ પર્વ નિમિત્તે મંદિરોમાં પૂજન-અર્ચન ઉપરાંત રાજભોગ-અન્નકૂટ વગેરેનાં આયોજનો થશે. ગુજરાતમાં અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી જેવાં પ્રસિદ્ધ તીર્થ ધામોમાં વિશેષ પૂજન-અર્ચન થશે. અગિયારશથી શરૃ થયેલા શામળાજીના મેળા તથા સિદ્ધપુરના કાત્યોકના મેળાનું પણ આજે વિધિવત સમાપન થશે.
બીજી બાજુ જૈન પરંપરા મુજબ જૈન સાધુ સાધ્વીજીઓના ચાતુર્માસની સમાપ્તિ અને નવા વર્ષે વિહાર કરવાની પરંપરા છે. તે ઉપરાંત કાર્તિક પૂર્ણિમાએ શત્રુંજય-ગિરિરાજજીના યાત્રાનો પ્રારંભ પણ થશે. સાથોસાથ કલિકાલ સર્વજ્ઞા હેમચન્દ્રાચાર્ય મહારાજનો જન્મદિવસ પણ છે. પૂ. મુનિરાજ જગતચન્દ્રવિજયજી મહારાજના જણાવ્યા પ્રમાણે કારતકી પૂનમ એટલે રત્નત્રયી આરાધના, તત્ત્વત્રયીની ઉપાસનો દિવસ છે. ચોમાસામાં ચાર મહિના માંગલિક રહેલી શ્રી શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો આરંભ થાય છે. હજારો શ્રાવક-શ્રાવિકાઓ ગિરિરાજની સ્પર્શના કરવા આવે છે. કેટલાક નવ્વાણુ યાત્રાનો આરંભ કરે છે. આ દર્શન એટલે દેવની ઉપાસના. કલિકાલ સર્વજ્ઞા પૂ. હેમચન્દ્રચાર્યજીનો જન્મ દિન એટલે ગુરુભગવંતના સ્મરણથી ગુરુતત્વની ઉપાસના અને છેલ્લે ચાતુર્માસમાં સ્થિરવાસ કરી રહેલા સાધુ-સાધ્વીજીઓએ ભાવિકોને તપ-ત્યાગની આરાધના કરાવી હોય છે. તેઓ હવે વિહાર કરશે. એ સંદર્ભમાં એ પણ એક ઉપાસના છે. આમ આ ત્રિવેણી પર્વ છે.
દરમિયાન, શીખોના પ્રથમ ગુરુ નાનક દેવજીના જન્મ જયંતી પર્વની પણ ધાર્મિક પરંપરાઓ મુજબ આજે ઉજવણી થશે. અમદાવાદ સહિત ગુજરાતનાં ગુરુદ્વારાઓમાં એ નિમિત્તે વિશેષ આયોજન થશે.



Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-sardar-patel-gujarat-polls-corporation-dariyapur

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment