સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 24 October 2015

અમદાવાદ સહિત છ કોર્પોરેશન- પંચાયતોની ચૂંટણી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અમદાવાદ સહિત છ કોર્પોરેશન- પંચાયતોની ચૂંટણી

૨૨મીએ કોર્પોરેશન અને ૨૯મીએ પંચાયતોનું મતદાન

હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત

૨૬ નવેમ્બર અને ૨૪ ડિસેમ્બરે મત ગણતરી ઃ આચારસંહિતા અમલી
અમદાવાદ, તા.૨૩
તાત્કાલિક રીતે ચૂંટણી યોજવા માટે ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જે મુજબ છ મહાનગરપાલિકાઓમાં ૨૨મી નવેમ્બરે મતદાન થશે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૦ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓ તેમાં ૨૯મી નવેમ્બરે મતદાન થશે. કોર્પોરેશનનોની ચૂંટણીની મતગણતરી ૨૬ નવેમ્બરે અને નગરપાલિકાઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણીની મતગણતરી ૨જી ડિસેમ્બરે હાથ ધરાશે. ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતા લાગુ પડી ગઇ છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર વરેશ સિન્હાએ શુક્રવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમગ્ર કાર્યક્રમની સતાવાર જાહેરાત કરી હતી.તેઓએ જણાવ્યું કે, આ ચૂંટણીઓની સાથે જ પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજી દેવામાં આવશે. ચૂંટણીની કામગીરી માર્ચથી જ શરૃ કરાઇ હતી. ૧૦ વર્ષે સિમાંકન કરવાનું હોય છે. ચૂંટણી માટે ઝોનલ ઓફિસરો તથા અન્ય અધિકારીઓ અને મીટીંગો કરી હતી.
આ ચૂંટણીમાં વધુને વધુ મતદારો ભાગ લે તે માટેના જુદા જુદા પ્રયાસો કરાશે. મતદારોને માર્ગદર્શન અને જાગૃત કરવાનુ અભિયાન યોજાશે. તુરંત જ ડેટા મળે તે માટે ઇ-ડેસ્ક બોક્ષનો ઉપયોગ કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓનલાઇન વોટીંગ સીસ્ટમ તેમજ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરાશે. મલ્ટીપલ વોર્ડ હોવાથી બેલ કંપની પાસેથી નવા પ્રકારનાં evm (વોટિંગ મશીન) ખરીદ્યા છે જેની પાછળ કુલ ૧૭ કરોડનો ખર્ચ કરાયો છે. આ EVMનો કાયમી ઉપયોગ કરાશે. ચૂટણી સારા વાતાવરણમા યોજી શકાય તે માટે કર્મચારીઓને તાલીમ અપાશે.
જ્યારે ચૂંટણી પંચના સચિવ મહેશ જોશીએ જણાવ્યું કે સમગ્ર ચૂંટણીમાં કુલ ૩.૫૫ કરોડ મતદારો મતદાન કરશે. બે તબક્કામાં યોજાનારી ચૂંટણી માટેની તમામ તૈયારીઓ થઇ ગઇ છે. નવા evmની પ્રથમ તબક્કાની ચકાસણી કરી દેવાઇ છે. એક બુથમાં ૪થી ૫ કર્મચારીની ટીમ રહેતી હોય છે. સમગ્ર ચૂંટણીમાં અઢી લાખ કર્મચારીઓને કાર્યરત કરાશે. કર્મચારીઓને તાલીમ આપવામાં પણ ઘણો સુધારા કર્યા છે. ટ્રેનિંગના મોડયુઅલ તૈયાર થઇ ગયા છે.
રાજ્યની છ મહાનગર પાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૦ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓની સામાન્ય અને ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી હેઠળના વોર્ડ (મતદાર મંડળ વિસ્તારમાં ૨૩ ઓકટોબરથી જ ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી ગઇ છે. બંને તબક્કાની ચૂંટણી માટેનું મતદાન રવિવારે યોજાશે. મતદાન માટેનો સમય સવારે ૮ વાગ્યાના સાંજના ૫ વાગ્યા સુધીનો રહેશે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. આ માટે પંચના અધિકારીઓ ગૃહ ખાતાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે જ. ચૂંટણી પંચે મતદારોને લોકશાહીને વધુ મજબુત કરવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

ફરજિયાત મતદાન અને NOTAનો અમલ નહીં
અમદાવાદ, તા.૨૩
ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે, કાયદામાં સુધારો કરી ફરજીયાત મતદાનની જોગવાઇ દાખલ કરાઇ છે પરંતુ ગુજરાત હાઇકોર્ટે મનાઇ હુકમ આપ્યો છે. જેથી NOTAસહિત ફરજીયાત મતદાનની જોગવાઇનો અમલ કરવાનો રહેતો નથી. જો કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને સુરત મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં જ મતદારોએ ઇ-મતદાર તરીકે નોંધણી કરાવી છે. તેવા ઇ-મતદારો ઓનલાઇવ વોટીંગ સીસ્ટમથી મતદાન કરી શકશે.
ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ
વિગત
મહાનગરપાલિકાની
નગરપાલિકા/જિલ્લા

તારીખ
તાલુકા પંચાયતની તારીખ
ચૂંટણીની જાહેરાત
૨૩-૧૦-૧૫
૨૩-૧૦-૧૫
ચૂંટણીની નોટિસો/જાહેરનામા

પ્રસિદ્ધ કરવાની તારીખ
૦૨-૧૧-૧૫
૦૫-૧૧-૧૫
ચૂંટણી અધિકારીએ ચૂંટણી

નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ
૦૨-૧૧-૧૫
૦૫-૧૧-૧૫
ઉમેદવારીપત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ
૦૭-૧૧-૧૫
૧૦-૧૧-૧૫
ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ
૦૯-૧૧-૧૫
૧૪-૧૧-૧૫
ઉમેદવારી પરત ખેંચવાની તારીખ
૧૦-૧૧-૧૫
૧૬-૧૧-૧૫
મતદાનની તારીખ અને સમય
૨૨-૧૧-૧૫
૨૯-૧૧-૧૫
(રવિવાર) સવારે ૮થી સાંજના ૫ વાગ્યા સુધી

જરૃર પડયે પુનઃ મતદાન થશે
૨૪-૧૧-૧૫
૦૧-૧૨-૧૫
મત ગણતરી
૨૬-૧૧-૧૫
૦૨-૧૨-૧૫

૩.૫૫ કરોડ મતદારો ૮૪૩૪ જન પ્રતિનિધિઓ ચૂંટશે
સંસ્થા
સંખ્યા
વોર્ડ
બેઠકો
મતદારો
મતદાન મથક
મ્યુ.કોર્પો.

૧૪૩
૫૭૨
૯૫૯૦૫૫૨
૧૨૬૧૬
નગરપાલિકા
૫૬
૫૨૪
૨૦૯૬
૩૬૫૯૧૫૭
૪૭૯૪
જિલ્લા પંચાયત
૩૧
૯૮૮
૯૮૮
૨૨૩૦૧૪૦૭
૨૮૫૮૧
તાલુકા પંચાયત
૨૩૦
૪૭૭૮
૪૭૭૮

કુલ
૩૨૩
૬૪૪૩
૮૪૩૪
૩૫૫૫૧૧૧૬
૪૫૯૯૧
 
Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 5 October 2015

પૃથ્વીનું તાપમાન ૨૧મી સદીમાં ત્રણ ડિગ્રી જેટલું વધી જશે ઃ વિજ્ઞાાનીઓ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પૃથ્વીનું તાપમાન ૨૧મી સદીમાં ત્રણ ડિગ્રી જેટલું વધી જશે ઃ વિજ્ઞાાનીઓ

બે ડિગ્રી તાપમાન ઘટાડવા યુએનમાં વૈશ્વિક સમુદાયની પ્રતિબધ્ધતા

યુ.એન.નું ૧૮મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના તાપમાન સુધી પહોંચવાનું લક્ષ્યાંક

પેરિસ, તા.૪
વર્ષ ૨૧૦૦ સુધીમાં પૃથ્વીનું તાપમાન ૨.૭ ડિગ્રી સેલ્સિયસ વધી ગયું હશે એવું યુનાઈટેડ નેશન્સના અહેવાલમાં જાહેર કરવામાં આવ્યું છે. યુએનમાં તમામ દેશોએ આવનારા વર્ષોમાં ગ્રીનહાઉસ ગેસ ઘટાડવા માટે કટિબદ્ધતા દર્શાવી એ વખતે આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. યુએનએ ઔદ્યોગિક ક્રાંતિ આવી એ પહેલાં જેટલું પૃથ્વીનું તાપમાન હતું ત્યાં સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેના માટે આશરે બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડવું જરૃરી છે.
હાલ વિજ્ઞાાનીઓએ ક્લાઈમેટ એક્શન ટ્રેકર નામનું એક સાધન વિકસાવ્યું છે. આ સાધનની મદદતી દર મહિને પૃથ્વીનું સરેરાશ તાપમાન માપી શકાય છે. આ સાધનના વિશ્લેષણ પ્રમાણે સપ્ટેમ્બરમાં પૃથ્વીનું તાપમાન ઘટયું હતું. હવે તમામ દેશોએ યુએનમાં ટૂંક સમયમાં તાપમાન ઘટાડવા માટેના સોગંધનામું રજૂ કરવાનું છે, જેને ઈન્ટેન્ડેડ નેશનલી ડિટમાઈન્ડ કોન્ટ્રિબ્યુટર્સ (આઈએનડીસી) નામ આપવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ ક્લાઈમેટ રેસ્ક્યૂ પેક્ટનું કરોડરજ્જુ ગણાય છે.
વિશ્વના કુલ ૧૪૦ દેશોએ વિશ્વનું ૮૦ ટકા જેટલું કાર્બન એમિસન કરે છે. જોકે, આમાંના મોટા ભાગના દેશોએ પ્રદૂષણ ઘટાડવા સહિતની યોજનાઓનો અહેવાલ યુએનને સુપરત કરી દીધો છે, જેમાં ભયાનક પ્રદૂષણ કરતા ચીન, અમેરિકા અને અન્ય ૨૮ સભ્યોના યુરોપિયન યુનિયનના દેશોનો પણ સમાવેશ થાય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, મોટા ભાગના દેશોએ ઓછો લક્ષ્યાંક નિર્ધારિત કરીને યુએનને અહેવાલ સુપરત કર્યો છે. જો વર્ષ ૨૧૦૦ સુધીમાં પૃથ્વીનું તાપમાન ઘટાડવું હશે તો લક્ષ્યાંક અને મહત્ત્વાકાંક્ષા ઊંચી રાખવી પડશે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 3 October 2015

ટેલિકોલર તરફથી અપાતી લોભામણી જાહેરાતોથી સાવધાન, મૂકાઈ શકો છો મોટી મુશ્કેલીમાં

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ટેલિકોલર તરફથી અપાતી લોભામણી જાહેરાતોથી સાવધાન, મૂકાઈ શકો છો મોટી મુશ્કેલીમાં

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં લોકોને ફોન આવતા હતા. તેમાં ટેલિકોલર જણાવતા કે અમે એક કંપનીમાંથી બોલીએ છીએ. તમારા ત્યાં તમે મોબાઇલ કંપનીના ટાવર નખાવી દો મહિને 40થી 60 હજાર રૃપિયા ભાડુ મળશે. જેથી રૃપિયાની લાલચમાં આવીને લોકો આ કંપનીના લોકો ઇન્સ્યોરન્સ પેટે ચેક તથા ડિમાન્ડ ડ્રાફ્ટ મંગાવી દઇ ચિટીંગ કરતા હતા. જો કે આ શખ્સો કોઇ ટાવર નાખનારા નહિ પણ માત્ર રૃપિયા પડાવવાનું કામ કરતા હતા. લોકોને મુર્ખ બનાવી છેતરી લેતા આવા જ બે શખ્સોને સેક્ટર-૨ સ્ક્વોડે ઝડપી લીધા છે. પોલીસે જણાવ્યું કે બંને શખ્સો હિમાલયા મોલમાં સ્વસ્તીકા ઇન્ફોલાઇનમાં નોકરી કરે છે અને બીસીએનો અભ્યાસ કરી ગુજરાતભરમાં લોકોને છેતરવાનું કામ કરતા હતા.

 સ્કેટ્ર-૨ સ્ક્વોડે બાતમીના આધારે અમરાઇવાડીમાંથી આરોપી વરૃણ બિપિનભાઇ પૂજારા (શાલીન હાઇટ્સ, લાંભા) અને કેતન અશોકભાઇ માળી (જલપરી સોસાયટી, વસ્ત્રાલ)ની ધરપકડ કરી 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછ કરતા તેઓ હિમાલયા મોલમાં સ્વસ્તીકા ઇન્ફોલાઇન નામની કંપનીમાં નોકરી કરી છે. આ કંપનીમાં 40થી 50 લોકો ટેલિકોલર તરીકે કામ કરે છે. જે લોકો ગુજરાતભરમાં ફોન કરી રીલાયન્સ, આઇડીયા, એરટેલના ટાવર નાખી આપવાની લોભામણી વાતો કરી તમારી પાસે જગ્યા હોય તો ટાવર નાખી આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરતા હતા. જેનું મહિને ૪૦ હજાર ભાડુ અને પ્રથમ ટાવરના ઇન્સ્યોરન્સ પેટે 40 હજારથી 60 હજારની માંગણી કરી ડીડી અથવા એકાઉન્ટમાં નખાવતા હતા. આ રીતે એડવાન્સમાં રૃપિયા લઇ લેવાની ટેલિકોલરો વાત કરી નાણા પડાવવાનું નેટવર્ક ચલાવે છે. જો કે આવા કોઇ કામ આ કંપની કરતી નથી. રૃપિયા પડાવી લઇ ભોગ બનનારને તારીખો આપી દેતા અને છેલ્લે ગ્રાહકો કંટાળીને ભુલી જતા હતા. જેની વલસાડમાં ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસે બંનેને ઝડપી લઇ વલસાડના ભીલાડ પોલીસસ્ટેશનને સોંપ્યા છે.

Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3141105

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 2 October 2015

આર્થિક પછાત વર્ગને ૧૫ થી ૨૦ ટકા અનામતનો લાભ આપો ઃ કોંગ્રેસ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આર્થિક પછાત વર્ગને ૧૫ થી ૨૦ ટકા અનામતનો લાભ આપો ઃ કોંગ્રેસ

શિક્ષણ અને મોંઘવારીનો પ્રશ્ન હોઇ

પાટીદારોના આંદોલન બાદ કોંગ્રેસે પ્રથમવાર જ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

અમદાવાદ,ગુરુવાર
પાટીદારો દ્વારા છેલ્લા ત્રણેક મહિનાથી ચલાવી રહેલા અનામત આંદોલનને મુદ્દે કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમ વાર જ પોતાના વલણની સ્પષ્ટતા કરવામાં આવી છે. અત્યારની સ્થિતિમાં આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ગુણવત્તાવાળુ શિક્ષણ તેમજ રોજગાર મળી શકતા નથી. માટે ઇકોનોમિકલી બેકવર્ડ કેટેગરી (EBC) ના યુવક- યુવતીઓ તથા વિદ્યાર્થીઓને ૧૫થી ૨૦ ટકા અનામતનો લાભ મળવો જોઇએ એવી માગણી પણ કરી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને કોંગ્રેસે ગુજરાતના પ્રભારી ગુરૃદાસ કામતે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ સામાજીક ન્યાયના સિધ્ધાંતોને વરેલો પક્ષ છે. તેના માટે પૂરી પ્રતિબધ્ધતા છે. સંવિધાનની જોગવાઇ મુજબ અનુસૂચિત જાતિ, જનજાતિ તથા બક્ષિપંચને મળતી અનામતની ૪૯ ટકામાં કોઇપણ પ્રકારનો ફેરફાર કે સુધારો કોંગ્રેસ કરવા દેશે નહી.
આમ છતાં બદલાતા જતા સમયમાં ગુજરાતમાં શિક્ષણ અત્યંત મોંઘુ થઇ ગયું છે. રોજગારીની સમસ્યા પણ મોટી છે. બીન અનામત વર્ગના આર્થિક રીતે નબળા પરિવારોના સંતાનોને પણ ન્યાય મળવો જોઇએ. તેના સંતાનોને સારુ શિક્ષણ તથા રોજગારી મળી શકે તે માટે ૧૫થી ૨૦ ટકા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અનામતનો લાભ આપવો જોઇએ.
સરકાર સમક્ષ આવી માગણી કરતી કોંગ્રેસે ચિમકી આપી છે કે જો આવો લાભ આપવામાં નહી આવે તો કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં આંદોલન શરૃ કરાશે.

Source :-http://www.gujaratsamachar.com/