સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 22 January 2015

ખોડલધામમાં ૫૨૧ યુગલોનાં મહા સમૂહ લગ્નનો વિશ્વ વિક્રમ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ખોડલધામમાં ૫૨૧ યુગલોનાં મહા સમૂહ લગ્નનો વિશ્વ વિક્રમ

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા કાગવડ ખાતે પ્રેરક કાર્યક્રમ સંપન્ન

માઁ ખોડલના ચરણોમાં ૫૨૧ નવ દંપતીઓ જીવનના એક તાંતણે બંધાણા ઃ લાખો લોકોની હાજરીમાં અવસર સંપન્ન અઢી લાખ લોકો એક રસોડે જમ્યા ઃ ૬૬ વસ્તુઓનો કરિયાવર અપાયો ઃ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નરેશ પટેલની રજત તુલા થઈ
રાજકોટ, મંગળવાર
ખોડલધામ કાગવડ ખાતે આજે લેઉવા પટેલ જ્ઞાાતિ ૫૨૧ સમૂહલગ્નોત્સવનો અવસર ધામધૂમ પૂર્વક સંપન્ન થયો હતો. એક સ્થળે એક જ જ્ઞાાતિનાં આટલી મોટી સંખ્યામાં સમૂહલગ્ન યોજાયા હોય તેવો વિશ્વ વિક્રમ નોંધાયો છે. આ મેગાઈવેન્ટને એશિયા બુક ઓફ રેકર્ડ અને ઈન્ડીયા બુક ઓફ રેકર્ડમાઁ સ્થાન મળ્યું છે. આ મહા લગ્નઉત્સવ પર્વના સાક્ષી બનવા ૪ લાખ લોકો ઉમટી પડયાં હતાં. જયાં ૬૦૦ બુફે કાઉન્ટર વતી અઢીલાખથી વધુ લોકોએ રસોડે જમ્યા હતાં.
ખોડલધામ ખાતે આ ઐતિહાસિક લગ્નવિધિનો પ્રારંભ થાય તે પૂર્વે ખોડલધામ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ અને આગેવાનોએ ૫૨૧ નવદંપતીઓની સાથે માઁ ખોડલની આરતી ઉતારી હતી. ત્યારબાદ લગ્નવિધિ શરૃ કરવામાં આવી હતી.
બીજી તરફ સમાજના શ્રેષ્ઠીઓનું આગમન શરૃ થયું હતું જેમાં બરાબર ૯.૧૫ વાગે રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખંભાલીડા હેલી પેડથી મોટર માર્ગે લગ્ન સમારોહ સ્થળ પર આવી પહોંચ્યા હતાં.
મુખ્યમંત્રીના હસ્તે સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન પત્ર આપી સન્માન કરાયું હતું. જેમાં લેઉવા પટેલ સમાજના પ્રથમ પદ્મશ્રી એવા કરશનભાઈ પટેલ, ૧૯ વર્ષની વયે નેશનલ એકેડમીમાં કેપ્ટન બની દેશની સેવામાં જોડાનાર મિહિર પાનસુરિયા, જલધારા ટ્રસ્ટનાં મયુરભાઈ સવસાણી, ઉતરપ્રદેશના સાંસદ અનસુયાબેન પટેલ, વિધવા પુત્રવધુને દીકરી ગણીને પુનઃ લગ્ન કરાવી પિતાની ભૂમિકા નીભાવનાર સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા સહિતનાં શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે લેઉવા પટેલ સમાજના ભામાશાઓ ખોડલધામમાં અનરાધાર વરસી પડતા કરોડો રૃપિયાની સખાવતમાં ચરણોમાં ધરી હતી. મા ખોડલના મંદિર નિર્માણ માટે ૫૦ લાખથી માંડ ૫ કરોડનું દાન અનેક દાતાઓએ અર્પણ કર્યું હતું. માતાજીના અલંકાર અને શ્રૃંગારમાં સૌથી મોટાદાન તરીકે સમાજના અગ્રણી રવિભાઈ આંબલિયાએ સવા બે કિલો સોનુ દાનમાં આપવાની જાહેરાત કરતાં ઉપસ્થિત લોકોએ જય માઁ ખોડલના નાદથી દાનને વધાવી લીધું હતું.
સમાજના શ્રેષ્ઠીઓના સન્માન બાદ ખોડલધામ ટ્રસ્ટનાં પ્રમુખ નરેશભાઈ પટેલનું મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રજત તુલાથી સન્માન કરાયું હતું. આ ૧૫૧ કિલો ચાંદી નરેશભાઈએ ખોડલધામને અર્પણ કરી હતી.
એક તરફ સન્માન કાર્યક્રમ ચાલુ હતો તો બીજી તરફ ૫૨૧ યુગલોની લગ્નવિધિ ચાલી રહી હતી. મંગળફેરા પૂરા થતાં કોડભરી દીકરીઓની વિદાયની વસમી વેળા આવી પહોંચી હતી. કાળજાના કટકા જેવી દીકરીને માથે વહાલસોયો હાથ મૂકી સુખી થજોના આર્શીવાદ આપતાની સાથે દડદડ હર્ષના આસુઓ સરી પડયા હતાં. આ ઘડીએ ઉપસ્થિત લોકોની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતાં. આ ઐતિહાસિક અવસર લાખો લોકો સાક્ષી બન્યા હતાં.
ભારતના ટોપ ૧૫ રેકર્ડઝમાં ખોડલધામ સમૂહલગ્ન સામેલ
પ્રમાણપત્ર ૧૬ માર્ચનાં દિલ્હી ખાતે ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલને અર્પણ થશે

રાજકોટ, તા.૨૧
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ખોડલધામ સંકુલમાં એક સાથે એક જ જ્ઞાાતિના ૫૨૧ યુગલો સમૂહલગ્ન દ્વારા સહજીવનની શરૃઆત કરે. એ ઘટના સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ વાર નોંધાઈ રહી છે, જે બદલ એશિયા બુક ઓફ રેકર્ડઝ વતી પ્રમાણપત્ર આપતાં હું ગર્વ અનુભવું છું. એમ એશિયા બુક ઓફ રેકર્ડઝના શ્રી બી. રોયચૌધરીએ જણાવ્યું હતું.
એશીયા અને ઈન્ડિયા બુક ઓફ રેકર્ડઝ વતી ખોડલધામ સંકુલમાં રેકર્ડની ચકાસણી કરવા આવેલા રોયચૌધરી અને સુનીતા ધોલેએ આ પ્રમાણપત્ર એનાયત કરતાં સહર્ષ જણાવ્યું હતું. વર્લ્ડ ક્રીએટિવિટી સાયન્સ એકેડેમી દ્વારા નવી દિલ્હી ખાતે યોજાતા પરિસંવાદમાં પ્રતિવર્ષ સર્વતોતમ ૧૦૦ ઈન્ડિયન રેકર્ડઝ માટેના પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે પૈકી ઉચ્ચતમ ૧૫ રેકર્ડઝને ઈન્ડિયા બુક ઓફ રેકર્ડઝમાં સામેલ કરવામાં આવે છે. અને આ પ્રમાણપત્રની અર્પણવિધિ આગામી તા.૧૬ માર્ચ ૨૦૧૫નાં રોજ નવી દિલ્હી ખાતે યોજાશે. જેમાં સામેલ થવા માટે ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ આમંત્રણ અપાયું હતું.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday 2 January 2015

હિંદુ યુવતિ મુસ્લિમ યુવક સાથે પોલીસ સામે હાજર થઇ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

હિંદુ યુવતિ મુસ્લિમ યુવક સાથે પોલીસ સામે હાજર થઇ

ગુંદલાવ ગામની ગૂમ થયેલી

વલસાડમાં વધુ એક લવ જેહાદ?

લગ્નની લાલચ આપી મુસ્લિમ યુવક યુવતીને ભગાડી ગયો હતો

મુસ્લિમ યુવક અસ્લમ દારૃની હેરાફેરીમાં એકવાર પોલીસનાં હાથમાં પકડાઇ ચુક્યો છે

વલસાડ, ગુરૃવાર
વલસાડ નજીક ગુંદલાવમાંથી ગુમ થયેલી હિંદુ યુવતિને સ્થાનિક મુસ્લિમ શખ્સ ભગાડી ગયો હતો. લવ જેહાદ જેવા આ પ્રકરણમાં આજરોજ બંને વલસાડ રૃરલ પોલીસ મથકે હાજર થયા બાદ યુવતિએ મુસ્લિમ લવરને આંચ ન આવે તે માટે પહેલાં તેને ઘરે મોકલો પછી જ હું મારા ઘરે જઇશ એમ કહી જીદ પકડતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ ગઇ હતી.
મધ્યપ્રદેશનાં મુસ્લિમ શખ્સે હિંદુ નામ ધારણ કરી ૧ કરોડની ચીટીંગ કરવાના વલસાડમાં બનેલા કિસ્સાએ ચકચાર મચાવી છે. ત્યારે આવો જ લવજેહાદનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. વલસાડ નજીક ગુંદલાવ ખાતે રહેતી પરપ્રાંતિય ૧૮ વર્ષીય હિંદુ યુવતિ મોનિકા (નામ બદલ્યું છે.) ગત તા.૨૮-૧૨-૨૦૧૪થી ગુમ થઇ ગઇ હતી. માતા-પિતાએ ભારે શોધખોળ કર્યા બાદ ગતરોજ વલસાડ રૃરલ પોલીસ મથકે જાણ કરાઇ હતી.
દરમિયાન આજરોજ નાટયાત્મક રીતે મોનિક ગુંદલાવ ભંડારવાડમાં રહેતાં પ્રેમી અસલમ ઉસ્માન શેખ (ઉ.વ.૨૦) સાથે વલસાડ રૃરલ પોલીસ મથકે હાજર થઇ ગઇ હતી. પ્રેમી અસલમ લગ્ન કરવાની લાલચે મોનિકાને ભગાડી ગયો હતો. અસલમનાં નવસારી ખાતે રહેતાંમામાના ઘરે તેઓ રોકાયા હતા. પોલીસમથકે આવ્યા બાદ પોલીસે અગાઉ દારૃની હેરાફેરી કરવામાં પકડાયેલાં અસલમને દમદાટી આપતાં મોનિકા પ્રેમી અસલમને પડખે આવી ગઇ હતી.
મોનિકાને પિતા ઘરે લઇ જવાની ઉતાવળ કરતાં પ્રેમમાં અંધ બનેલી મોનીકાએ પહેલા અસલમને ઘરે મોકલો પછી જ હું મારા ઘરે જઇશ એમ પોલીસને સ્પષ્ટ સંભળાવી દેતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી. બુટલેગર યુવાન હિન્દુ યુવતિને પ્રેમમાં ફસાવી ભગાડી જતા ફરી લવજેહાદનો મામલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અંતે યુવતિ પુખ્તવયની હોય પોલીસે અસલમ સામે અટકાયતી પગલા લઇ તેને જવા દીધો હતો.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday 1 January 2015

આજથી LPGની સબસીડી બેંક ખાતાઓમાં જમા થશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આજથી LPGની સબસીડી બેંક ખાતાઓમાં જમા થશે

૧૫મી નવેમ્બરથી ૫૪ જિલ્લામાં અમલમાં મૂકાયેલી

આ યોજના હવેથી દેશભરમાં અમલી

(પીટીઆઇ)               નવી દિલ્હી, તા.૩૧
આવતી કાલથી રાંધણ ગેસના વપરાશકારો તેમના ગેસ સીલીન્ડરની સબસીડી સીધી જ તેમના બેંક એકાઉન્ટમાં જમા થશે. જેથી તેમને બજાર ભાવે ગેસ મળી રહે. ગ્રાહક રાંધણ ગેસની 'ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમમાં જોડાય તે પચી તે રૃા.૫૬૮ તેના બેંક એકાઉન્ટમાં સબસીડી રૃપે જમા મેળવી શકશે. આ યોજનાને હાલ 'પહલ' નામ આપવામાં આવ્યું છે. તેમને આ પૈસાનો ઉપયોગ ૧૪.૨ કિલોનું રાંધણ ગેસનો બાટલો ખરીદવામાં કરવાનો રહેશે.
હાલ દિલ્હીમાં ગેસનો બાટલો ૭૫૨ રૃા. ખુલ્લા બજારમાં મળે છે. જ્યારે સબસીડીવાળો ૧૪.૨ કિલોનો બાટલો ૪૧૭ રૃા. કિલોના ભાવે મળે છે. દેશના અન્ય શહેરોમાં તેના ભાવ સ્થાનિક કરવેરા અનુસાર ઉંચા હોઇ શકે છે. આ મહત્વકાંક્ષી યોજના જૂન ૨૦૧૩માં પૂર્વ યુ.પી.એ. સરકારે અમલમાં મુકી હતી પણ કોર્ટના હુકમોને પગલે ચાલુ વર્ષની શરૃઆતમાં અટકાવી દેવાઇ હતી.
આ યોજનામાં જોડાવા ઇચ્છતી વ્યક્તિએ તેના આધાર કાર્ડનો નંબર તેના બેંક ખાતામાં આપવો પડશે અથવા જેની પાસે આધાર કાર્ડ ન હોય તેમણે પોતાનો બેંકનો ખાતા નંબર તેમના ૧૭ આંકડા એલ.પી.જી. આઇ.ડી. સાથે લખવો પડશે. તેમ અત્રે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. પહલા અથવા 'પ્રત્યક્ષ હસ્તાંતરીત લાભ' નામક આ યોજનાને ૧૫મી નવેમ્બરથી દેશના ૫૪ જિલ્લામાં લાગુ કરાઇ હતી. જે હવેથી આખા દેશમાં અમલી બનશે. જેમાં ગ્રાહકને ૧૪.૨ કિ.ગ્રા.ના ૧૨ અથવા પાંચ કિ.ગ્રા.ના ૩૪ બાટલા સબસીડીયુક્ત ભાવે મળશે.