સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 12 December 2013

ગુજરાતી ફિલ્મ હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડે ઇતિહાસ સર્જ્યો.................!

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

ગુજરાતી ફિલ્મ હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડે ઇતિહાસ સર્જ્યો.................!

Posted by Hitesh patel on Friday, December 06, 2013
100થી વધુ મલ્ટીપ્સેક્સિસમાં અને આખા ગુજરાત સહિત મુંબઇભરમાં રિલીઝ થનારી પહેલીવહેલી ગુજરાતી ફિલ્મ બની
આજ સુધી કોઇ ગુજરાતી ફિલ્મે નહીં યોજ્યું તેવું પ્રીમિયર, જેમાં મોટા સ્ટાર્સની હાજરી રહી અને સાથે, ગુજરાતભર સહિત મુંબઇભરમાં ફિલ્મ મોટાપાયે રિલીઝ થઇ
મુંબઇ, 06 ડિસેમ્બર 2013: મોનોપોલી પિક્ચર્સની પહેલવહેલી ગુજરાતી ફિલ્મ હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડે આજે એની મેગા રિલીઝ પહેલાંથી ગુજરાતી ફિલ્મ જગતમાં નવા રેકોર્ડ્સ પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી છે. રાજીવ મહેતા, વ્રજેશ હીરજી, દિનેશ હિંગુ, શેખર શુક્લ, ભીમ વાકાણી, સોનિયા શાહ, કરણ આશર સહિતનાં અનેક જાણીતાં અને પ્રતિભાશાળી યુવા કલાકારોને ચમકાવતી આ ફિલ્મ ગુજરાત સહિત મુંબઇભરમાં 100થી વધુ મલ્ટિપ્લેક્સિસમાં રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ પુરવાર થઇ છે. સાથે જ, મુંબઇમાં જુહુ સ્થિત પીવીઆર મલ્ટિપ્લેક્સિસની ચાર ભવ્ય સ્ક્રીન્સ અને અમદાવાદના સિનેપોલીસ મલ્ટિપ્લેક્સની પણ ચાર ભવ્ય સ્ક્રીનમાં રિલીઝ થનારી એ પ્રથમ ફિલ્મ બની છે. બેઉ પ્રીમિયરમાં ફિલ્મના તમામ કલાકાર-કસબીઓ સહિત અનેક સિતારાઓની હાજરીએ પ્રસંગને ચાર ચાંદ લગાડી દીધા હતા.
નોંધનીય છે કે આની પહેલાં ખૂબ ઉત્કંઠા જગાડનારી અને સફળ થનારી કેવી રીતે જઇશ અને એબી કોર્પની બહુચર્ચીત ફિલ્મ સપ્તપદીની રિલીઝ પણ આટલી બહોળી અને ભપકાદાર નહોતી. ફિલ્મને શ્રેષ્ઠ રીતે રિલીઝ કરવા સાથે તેના પ્રમોશન અને માર્કેટિંગમાં ભરપૂર મહેનત કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં ફિલ્મના યુવા દિગ્દર્શક રઘુવીર જોશી ઉત્સાહિત સ્વરમાં કહે છે, આજના જમાનામાં સારી ફિલ્મને લોકો સુધી પહોંચાડવા માટે સુવ્યવસ્થિત માર્કેટિંગ અને પ્રચાર અનિવાર્ય છે. સાથે અમે ઇચ્છતા હતા કે હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડને અમારા પરિવારજનો, મિત્રો સહિત આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ખાસ તો આપણા ગુજરાતી કલાકાર-કસબીઓ પણ ભવ્ય રીતે માણે. તેથી અમે ફિલ્મના પ્રીમિયરને એક અભૂતપૂર્વ અવસર બનાવ્યો. વળી ફિલ્મ દર્શકો માટે બનાવાય છે તેથી તેને મહત્તમ લોકો સુધી પહોંચાડવા માટે પ્રયાસો કરવા જ રહ્યા. ગુજરાતી ફિલ્મોની વિશાળ અને વિકાસશીલ માર્કેટને નવા સ્તરે લઇ જવા માટે તેને શક્ય તેટલા વધારે સ્ક્રીન્સમાં રિલીઝ કરવી જ પડે. અમે આ મુદ્દાઓનું ધ્યાન રાખીને જ પ્રીમિયર અને રિલીઝ બેઉને એક યાદગાર પ્રસંગ બનાવ્યો છે.
મુબંઇના એક જાણીતા અને પીઢ વિતરક હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડની શાનદાર રિલીઝની વાત કરતાં જણાવે છે, ગુજરાતી ફિલ્મનું આખા ગુજરાતનાં નાના-મોટાં સેન્ટર્સમાં અને મુંબઇના દરેક ખૂણામાં રિલીઝ થવું એ એક અનન્ય ઘટના છે. સામાન્યપણે ગુજરાતી ફિલ્મના સર્જકો ફિલ્મને અમદાવાદ, સુરત, બરોડા, ભાવનગર જેવાં એકલદોકલ સેન્ટર્સમાં રિલીઝ કરતા હોય છે. એ પછી જો ફિલ્મને સારો પ્રતિસાદ મળે તો, તેને બીજાં સેન્ટર્સમાં રિલીઝ કરાતી હોય છે. હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડના સર્જકોએ પોતાની ફિલ્મ આ રીતે વિશાળ પાયે રિલીઝ કરીને પોતાની પ્રોડક્ટ પ્રત્યેનો અખૂટ વિશ્વાસ સાબિત કર્યો છે. આ ફિલ્મનું અમદાવાદ, ગાંધીનગર, સુરત, બરોડા, રાજકોટ, ભાવનગર, આણંદ, ભરૂચ, આદિપુર, હિંમતનગર, નડિયાદ, વલસાડ, સાણંદ, ભુજ, મહેસાણા વગેરે અનેક સ્થળોએ રિલીઝ થવું એ આજ સુધી ક્યારેય નહીં જોવા મળેલી અભૂતપૂર્વ ઘટના છે.
ફિલ્મે એની રિલીઝ પહેલાં જગાડેલી ઉત્કંઠા અને તેને માણવા માટેની દર્શકોની જિજ્ઞાસા પણ ખાસ્સા દિવસોથી નોંધપાત્ર રહી છે. હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડના ફેસબુક પેજ પર દર્શકો ખૂબ રસપૂર્વક કમેન્ટ્સ કરતા રહ્યા છે. યુટ્યુબ પર મૂકવામાં આવેલાં તેનાં પ્રોમો, ગીતો સહિત કલાકાર-કસબીઓના ઇન્ટરવ્યુઝને પણ હજારો લોકોએ માણ્યાં છે. ગુજરાતી દર્શકોને મન માતૃભાષાની ફિલ્મો માણવાની જે તરસ છે તેની આ સાબિતી છે.
ફિલ્મનું અન્ય એક જમા પાસું તેના કલાકારો અને ફિલ્મના સર્જકો છે. એક અગ્રણી ગુજરાતી ફિલ્મ નિર્માતા, જેઓ બોલિવુડમાં ખૂબ મોટું નામ ધરાવે છે, કહે છે, ગુજરાતી દર્શકોને દાયકાઓ સુધી તેમના મનગમતા સિતારાઓને ફિલ્મોમાં જોવાથી વંચિત રાખવામાં આવ્યા છે. માન્ય છે કે અત્યારે આપણી ફિલ્મોમાં જે કલાકારો જોવા મળે છે તે બધા પણ પોતાની રીતે ખૂબ જાણીતા સ્ટાર્સ છે અને તેઓમાં દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી લાવવાની પોતપોતાની તાકાત છે, પણ ફિલ્મોમાં તેમના અને તેમના ચહેરાના ઓવરડોઝને લીધે દર્શકોમાં ફિલ્મ જોવા જવાની ઘણીવાર ઉત્કંઠા જળવાતી નથી. હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડ આ દિશામાં એક આવકાર્ય પરિવર્તન છે. રાજીવ મહેતા, વ્રજેશ હીરજી, દિનેશ હિંગુ, શેખર શુક્લ, ભીમ વાકાણી વગેરે આપણા કલાકારોએ નાટ્ય, ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં માનભર્યાં સ્થાન બનાવ્યાં છે. તેમની સાથે આ ફિલ્મમાં યુવા પ્રતિભાશાળી કલાકારો પણ છે. આવા કલાકારો સાથેની ગુજરાતી ફિલ્મ જોવા માટે દર્શકોમાં તાલાવેલી થાય એ એક સહજ બાબત છે. વળી ફિલ્મનો પ્રકાર રમૂજનો છે અને નવાઇ લાગે છતાં એ હકીકત છે કે ગુજરાતી ફિલ્મોમાં રમૂજને પૂરતા પ્રમાણમાં એનકેશ કરવામાં નથી આવી. આ બધાં કારણો ભેગાં મળીને હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડને એકદમ પરફેક્ટ ગુજરાતી ફિલ્મ બનાવે છે
મુંબઇમાં પણ આજ સુધી સૌથીની ભવ્ય રીતે રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ બનવાનું બહુમાન હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડ ખાટી ગઇ છે. મલાડ, કાંદિવલી, ગોરેગાંવ, અંધેરી, જુહુ, વિલે પાર્લે, ઘાટકોપર, કુર્લા, થાણે, સાયન, વાશી સહિત ટાઉનમાં પણ હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડ રિલીઝ થઇ છે. મુંબઇમાં 17થી વધુ સ્ક્રીન્સ પર માત્ર મલ્ટિપ્લેક્સના યુગમાં નહીં પણ તેની પણ પહેલાં કોઇ ગુજરાતી ફિલ્મ ભાગ્યે જ રિલીઝ થઇ હશે. આવું બહુમાન તો કેવી રીતે જઇશ કે અમિતાભ બચ્ચન નિર્મિત સપ્તપદીને પણ મળ્યું નહોતું.
ફિલ્મની આવી આત્મવિશ્વાસભરી રજૂઆત અને તેની સફળતા વિશે ખાતરી ધરાવતા ફિલ્મના યુવા નિર્માતા આનંદ દોશી કહે છે, શો બિઝનેસમાં સારી ફિલ્મ બનાવવી એ એક શરત છે તો તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી એ બીજી શરત છે. કોઇપણ ફિલ્મને વ્યવસ્થિત માર્કેટિંગ અને આયોજન સાથે રિલીઝ કરવી એ આજની અનિવાર્યતા છે. તેના થકી જ ફિલ્મને સારો પ્રારંભિક રિસ્પોન્સ મળી શકે છે. હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડના નિર્માણમાં અમે ખૂબ કાળજી રાખી એ પછી પ્રોમો અને માર્કેટિંગ મોરચે કોઇ કચાશ નહીં રાખવાની અમે પૂરતી તકેદારી લીધી છે. આના લીધે જ ફિલ્મ જૂના દર્શકો સહિત નવી પેઢીના વિચારશીલ દર્શકો સુધી પહોંચશે. એકવાર આ ફિલ્મ જોનાર દર્શક તેની ભલામણ બીજાને જરૂર કરશે તેની પણ અમને ખાતરી હોવાથી અમે આ ફિલ્મને વધુમાં વધુ સિનેમાઘરોમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડ આજે એટલે કે 06 ડિસેમ્બર 2013ના રોજ ગુજરાત સહિત મુંબઇનાં 100થી વધુ સિનેમાઘરોમાં પ્રદર્શિત થઇ છે.
*****************
  • વધુ જાણકારી માટે 
સંપર્કઃ યોગેન્દ્ર ધવન, જિગ્નેશ જોશી, માંગરોળ મલ્ટીમીડિયા (મુંબઇ) 97732 66266

Source :-http://www.hiteshpatelmodasa.com/,
Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)



No comments:

Post a Comment